• Gujarati News
  • National
  • Kashmiri Pandit Brutally Murdered In Lal Chowk, Also Attacked In Lal Bazar And Bandipora

કાશ્મીરમાં એક જ દિવસમાં ત્રણ હુમલા:લાલ ચોકમાં કાશ્મીરી પંડિતની નિર્દયતાથી હત્યા, લાલ બજાર અને બાંદીપોરામાં પણ હુમલો

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરકારે કાશ્મીરી પંડિતોની સંપત્તિઓ પરથી કબજો હટાવવાનું અભિયાન શરૂ કર્યું છે. (ફાઈલ ફોટો) - Divya Bhaskar
સરકારે કાશ્મીરી પંડિતોની સંપત્તિઓ પરથી કબજો હટાવવાનું અભિયાન શરૂ કર્યું છે. (ફાઈલ ફોટો)

કાશ્મીરમાં આતંકીઓએ મંગળવારે ત્રણ અલગ અલગ સ્થાનો પર ત્રણ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા છે. શ્રીનગરમાં લાલ ચોકમાં આતંકીઓએ મંગળવારે સાંજે હુમલો કર્યો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આતંકી હુમલામાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળક કાશ્મીરી પંડિત માખનલાલ બિંદરુ તરીકે થઈ છે. તો આતંકીઓએ લાલ બજાર વિસ્તારમાં પણ એક વ્યક્તિને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો છે. જે બાદ ત્રીજો હુમલો બાંદીપોરાના હાઝીનમાં થયો છે. જેમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. આ ત્રણ વિસ્તારમાં હુમલાખોરની તપાસમાં અભિયાન શરૂ કરાયું છે.

આતંકીઓએ ઈકબાલ પાર્કની પાસે બિંદરુ મેડિકેટના માલિક માખનલાલ બિંદરુ પર ફાયરિંગ કર્યું હતું. જે બાદ તેઓને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓએ જીવ ગુમાવ્યો. પોલીસે જણાવ્યું કે વિસ્તારની નાકાબંધી કરવામાં આવી છે અને આતંકીને પકડવાની તજવીજ ચાલી રહી છે. આ પહેલાં 17 સપ્ટેમ્બરે આતંકીઓએ પોલીસમાં ફોલોવરનું કામ કરતા બંટૂ શર્માને નજીકથી ગોળી મારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ પરિવાર છેલ્લાં 30 વર્ષથી કાશ્મીરમાં જ રહે છે.

LG મનોજ સિન્હા, ઉમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તીએ હુમલાની નિંદ કરી
ઉપરાજ્યપાલે કહ્યું કે બિંદરુ મેડિકેટના માલિક માખનલાલ બિંદરુ પર થયેલા આતંકી હુમલા અંગે સાંભળીને દુઃખ થયું. હું આ કાયરતાભર્યા હુમલાની નિંદા કરું છું. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. દોષિતોની ઝડપથી ધરપકડ કરવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે ઘણાં જ દુઃખદ સમાચાર, બિંદરુ ઘણાં જ દયાળુ વ્યક્તિ હતા. આતંકવાદ જ્યારે ચરમસીમાએ હતો ત્યારે પણ તેઓએ ખીણ પ્રદેશ છોડ્યો ન હતો. હું આ હત્યાની નિંદા કરું છું. જ્યારે મહબૂબા મુફ્તીએ કહ્યું કે હું આ હત્યાની નિંદા કરું છું. હિંસાની આવી હરકતનું સમાજમાં કોઈ જ સ્થાન નથી.

કાશ્મીરી પંડિતોને નિશાન બનાવીને થઈ રહેલા હુમલામાં પાકિસ્તાનનું ષડયંત્ર
કાશ્મીરી પંડિતોને વેલીમાં ફરી વસાવવાના પ્રયાસ અને તેમની સંપત્તિઓ પરથી કબજો હટાવવાની કવાયત વચ્ચે પાકિસ્તાને ફરી 1990 જેવી સ્થિતિ ઊભી કરવાનું ષડયંત્ર કરી રહ્યું છે. કાશ્મીરી પંડિતોને નિશાન બનાવીને તેમના પર થતા હુમલાઓ આ વાતની ચાડી ખાય છે. 90ના દશકામાં પણ આ પ્રકારની સ્થિતિ ઊભી કરાઈ હતી જે બાદ કાશ્મીરી પંડિતોને વેલી છોડવા માટે મજબૂર થવું પડ્યું હતું.

ISIના ઈશારે હુમલાઓ કરી રહ્યાં છે આતંકી
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાકિસ્તાન અને તેમની ગુપ્તચર એજન્સી ISI તે વાત પચાવી નથી શકતા કે સરકારે કાશ્મીરી પંડિતોની સંપત્તિઓ પરથી કબજો હટાવવાનું અભિયાન શરૂ કર્યું છે. આ કારણે જ પાકિસ્તાને આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ અને ટીઆરએફને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવાની જવાબદારી સોંપી છે. આ આખુંય ષડયંત્ર લોકોમાં ફરી ડરનું વાતાવરણ ઊભું કરવા માટે જ છે. આ ષડયંત્ર અંતર્ગત જ છેલ્લાં કેટલાંક દિવસોથી કાશ્મીરી પંડિતો પર હુમલાઓ વધ્યા છે.

લાલ બજારમાં હત્યા
શ્રીનગરના લાલ ચોક પછી લાલ બજારમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં એક ગેર સ્થાનિક વ્યક્તિનું મોત નિપજ્યું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકીઓએ ભેળપુરી વેચતા માણસને ગોળી મારી દીધી, જેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું.

હાઝિનમાં એક નાગિરકની ગોળી મારીને હત્યા
આતંકીઓએ બાંદીપોરાના હાઝિન વિસ્તારમાં મોહમ્મદ શફી પર ફાયરિંગ કર્યું, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. અફડાતફડીમાં તેને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તેને જીવ ગુમાવ્યો.

અન્ય સમાચારો પણ છે...