તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Kashmir Will Flourish With Tourists For The First Time In 3 Decades Tourists Will Be Able To Visit All 10 Districts Of The Valley

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કાશ્મીર પ્રવાસીઓથી ખીલી ઊઠશે - 3 દસકામાં પહેલીવાર ખીણના તમામ 10 જિલ્લામાં પ્રવાસીઓ આવી શકશે

શ્રીનગર12 દિવસ પહેલાલેખક: હારુન રશીદ
  • કૉપી લિંક
આ તસવીર બડગામના ચારાગાહ તોસાની છે. - Divya Bhaskar
આ તસવીર બડગામના ચારાગાહ તોસાની છે.

કાશ્મીરમાં ત્રણ દસકામાં પહેલીવાર ખીણના તમામ 10 જિલ્લામાં પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા છે. પહેલાં ફક્ત અહીંના શ્રીનગર, બડગામ, બારામુલા અને અનંતગામમાં જ સહેલાણીઓ આવતા, જોકે હવે આતંકના ગઢ રહેલા દક્ષિણ કાશ્મીરમાં પણ પ્રવાસીઓ આવી શકશે. કુપવાડાના તંગધાર, બંગસ, બાંદીપોરાના ગુરેજ, પુલવામાના શિકારગાહ જેવાં પર્યટન સ્થળોએ સહેલણીઓનું સ્વાગત કરવા લોકો તૈયાર છે. મે સુધી અહીંનાં લગભગ તમામ મોટા પર્યટન સ્થળ ખૂલી જશે.

ગુલમર્ગમાં હોટલ્સ 100% બુક
આ દરમિયાન અજાણ્યા અને સંરક્ષિત વિસ્તારો પણ ખોલી દેવાશે. બીજી તરફ, આ સીઝનમાં અત્યારસુધી 1 લાખથી વધુ સહેલાણી કાશ્મીરની મુલાકાત લઈ ચૂક્યા છે. ગુલમર્ગ જેવા હિલ સ્ટેશન પર હોટલો 100% બુક થઈ ગઈ છે. શ્રીનગરમાં પણ 40% હોટલો એડવાન્સ બુક છે. પર્યટકોની અવરજવરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શ્રીનગર એરપોર્ટ પર રોજ 45થી વધુ ફ્લાઈટ અપ-ડાઉન થઈ રહી છે. આ સંખ્યા પહેલાં 10-12 હતી. અહીં પહેલીવાર અમદાવાદ, બેંગલુરુ જેવાં શહેરોથી પણ સીધી વિમાન સેવા શરૂ કરાઈ છે.

7 ટ્રેકિંગ રૂટને મંજૂરી, 1 મેથી વન વિભાગના રેસ્ટ હાઉસ બુક થઈ શકશે
અહીં તંત્રએ 7 નવા ટ્રેકિંગ રૂટને મંજૂરી આપી છે. આ રૂટ્સ અત્યારસુધી પર્યટકો માટે બંધ હતા. પર્યાવરણ અને વન્યજીવોમાં રસ ધરાવતા સહેલાણીઓ હવે વન અને પર્યટન વિભાગના રેસ્ટ હાઉસ અને ઈન્સ્પેક્શન હટમાં પણ રહી શકશે. 1 મેથી આવાં 29 રેસ્ટહાઉસનું ઓનલાઈન બુકિંગ થશે, જેની સંખ્યા જુલાઈ સુધી 58 થઈ જશે.

26 ફિલ્મનું શૂટિંગ, અમરનાથયાત્રાથી પ્રવાસનને બૂસ્ટ
શૂટિંગ: કાશ્મીરમાં 26 બોલિવૂડ ક્રૂ શૂટિંગ પૂરું કરી ચૂક્યા છે. હાલ વેબસિરીઝનાં શૂટિંગ ચાલે છે. અમરનાથયાત્રા: 28 જૂનથી શરૂ થઈ રહેલી અમરનાથયાત્રા પછી સહેલાણીઓની અવરજવર વધશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો