કાશ્મીરી પંડિતની દીકરીનો હુંકાર:છાતી ઠોકીને આતંકવાદીઓને કહ્યું- હિમ્મત હોય તો સામે આવો, જે કાશ્મીરી પંડિતને તમે માર્યા, તેની હું દીકરી છું

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતોને નિશાનો બનાવાનું શરૂ કરી દીધું છે. મંગળવારે શ્રીનગરના ઈકબાલ પાર્ક વિસ્તારના પ્રતિષ્ઠિત કેમિસ્ટ માખનલાલ બિંદ્રૂની હત્યા કરી દેવામાં આવી છે. આતંકવાદીઓએ તેમને મેડિકલ સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી હતી. બુધવારે તેમની દીકરી ડોક્ટર શ્રદ્ધા બિંદ્રૂએ આતંકવાદીઓને દલીલ કરવાનો પડકાર ફેક્યો છે.

ડો. શ્રદ્ધાએ કહ્યું કે તે કાશ્મીરી પંડિતની દીકરી છે. જો આતંકવાદીમાં હિમ્મત હોય તો મારી સામે આવીને દલીલ કરે. જે 68 વર્ષીય કાશ્મીરી પંડિત કેમિસ્ટને આતંકવાદીઓએ ગોળી મારી, તે એવા ગણ્યાગાઠ્યા લોકોમાના એક હતાં જેમણે 90ના દાયકામાં પણ કાશ્મીર નહોતું છોડ્યું.

વાંચો..બીજૂ શું કહ્યું કાશ્મીરી પંડિતની દીકરીએ
મારા પિતા ખૂબ જ મહેનતું હતાં. પોતાના કામના શરુઆતના દિવસમાં તેઓ સાયકલથી કામે જતા હતાં. તેમણે મને અને મારા ભાઈને ભણાવ્યાં. મારો ભાઈ અહીંનો પ્રખ્યાત ડાયબિટોલોજિસ્ટ (ડાયાબિટિસનો ડોક્ટર) છે. હું એશોસિએટ પ્રોફેસર છું. મારી મા મહિલા હોવા છતા અમારી મેડિકલ સંભાળે છે. તેનાથી જ સમજી શકાય છે કે મારા પિતાનો જુસ્સો કેટલો બુલંદ છે. આ બધું તેમના જુસ્સાનું જ પરિણામ છે.

આતંકવાદી મારા પિતાના શરીરને નષ્ટ કરી શકે છે, પરંતુ તેમનો આત્મા હંમેશા અમર રહેશે. જેણે મારા પિતાને ગોળી મારી, તેને હું પડકારુ છું. સામે આવો, મારી સાથે દલીલ કરો. પણ તમે નહીં કરી શકો. ગોળી મારવી આસાન છે, દલીલ કરવી નહીં. ઔકાત હોય તો મારી સામે આવીને મારા સાથે વાત કરો.

હિન્દુ હોવા છતા મેં કુરાન વાંચ્યું છે. કુરાન કહે છે: શરીર એક વસ્ત્ર છે જેને બદલી શકાય છે, પરંતુ વ્યક્તિના લાગણીઓનો ક્યારેય નાશ થઈ શકતો નથી. માખનલાલ બિંદ્રૂનો આત્મા હંમેશા અમર રહેશે.

આતંકવાદ ચરમસીમાએ હતો છતા લોકોએ બિંદ્રૂની દુકાન બંધ ન થવા દીધી માખનલાલ બિંદ્રૂ શ્રીનગરના પ્રમુખ કેમિસ્ટ હતા. તેમનો પરિવાર ત્રણ પેઢીથી શ્રીનગરમાં દવાઓનો વેપાર કરી રહ્યો છે. 1990માં જ્યારે આતંકવાદ ચરમસીમાએ હતો ત્યારે પણ બિંદ્રૂએ પોતાનું ઘર છોડ્યું ન હતું.

શ્રીનગરમાં દાયકાઓથી આ વાત પ્રખ્યાત છે કે જે દવા ક્યાંય ન મળે તે બિંદ્રૂની દુકાનમાં ઉપલબ્ધ હશે. લોકોએ તેમના પર વિશ્વાસ પણ કર્યો કારણ કે તે સતત નકલી દવાઓ વિરુદ્ધ બોલતા હતા. રઘુનાથ મંદિર નજીક હરિ સિંહ હાઈ સ્ટ્રીટ પર તેમની દુકાનમાં હંમેશા ભીડ રહે છે.

બિંદ્રૂને ઓળખતા બશારત અહમદ કહે છે- આજે કાશ્મીરે અસલી દીકરો ગુમાવ્યો છે. શ્રીનગરના દાનિશ કહે છે- મારી માતા હંમેશાં કહેતી હતી, અસલી દવાઓ ફક્ત બિંદ્રૂની દુકાન પર જ મળે છે.

બિહારના ફેરિયા, ટેક્સી યૂનિયનના અધ્યક્ષની પણ હત્યા
બિંદ્રૂ પર હુમલો કર્યાના એક કલાક બાદ અવંતીપોરાના હવલા વિસ્તારમાં આતંકવાદીઓએ બિહારના વિરેન્દ્ર પાસવાનની હત્યા કરી દીધી. વિરેન્દ્ર ભેળપૂરી અને પકોડીની લારી ચલાવતો હતો. તેની કેટલીક મિનિટો બાદ મંગળવારે જ બાંદીપોરા કે મો. શફી લોનની ગોળી મારી હત્યા કરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...