• Gujarati News
  • National
  • Terrorists Fired On Security Forces In Sopore, Baramulla; 2 Police Martyrs, 2 Civilians Also Lost Their Lives

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો:બારામુલ્લાના સોપોરમાં આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું; 2 પોલીસ શહીદ, 2 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો

શ્રીનગર4 મહિનો પહેલા
કાશ્મીરના IG વિજય કુમારે જણાવ્યું હતું કે હુમલા પાછળ લશ્કર-એ-તૈયબાના આતંકીઓનો હાથ છે.
  • આ પહેલાં માર્ચમાં લશ્કર-એ-તૈયબાના આતંકીઓએ CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર ફાયરિંગ કર્યું હતું

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આતંકીઓએ શનિવારે પોલીસ અને CRPFની ટીમને નિશાન બનાવી છે. સોપોરમાં આતંકીઓએ ટીમ પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો છે. હુમલામાં બે પોલીસ કર્મચારીઓ શહીદ થયા અને બે નાગરિકોનાં મૃત્યુ થયાં. વિસ્તારને હાલ ઘેરીને સર્ચ-ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

કાશ્મીર IG વિજય કુમારે જણાવ્યું હતું કે હુમલાની પાછળ લશ્કર-એ-તૈયબાના આતંકીઓનો હાથ છે. હુમલામાં બે પોલીસકર્મચારીઓ પણ ઘાયલ થયા છે. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આતંકી હુમલા પછી પોલીસની ગાડીમાંથી નીકળતો ધુમાડો.
આતંકી હુમલા પછી પોલીસની ગાડીમાંથી નીકળતો ધુમાડો.

માર્ચમાં પણ બે જવાનો શહીદ થયા હતા
આ પહેલાં માર્ચમાં લશ્કર-એ-તૈયબાના આતંકીઓએ CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલો શ્રીનગરના બહારી વિસ્તાર લવેપોરામાં કરવામાં આવ્યો હતો. હુમલામાં બે જવાનો શહીદ થયા હતા. હુમલામાં 3 જવાનો ઘાયલ થયા હતા. આ પૈકીના એકે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.

14 માર્ચે પણ થયું હતું એન્કાઉન્ટર
આ હુમલાના 11 દિવસ પહેલાં 14 માર્ચે પણ સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે ફાયરિંગ થયું હતું. એમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. આ ઓપરેશન શોપિયાના રાવલપોરા વિસ્તારમાં આખી રાત ચાલ્યું હતું, એ પછી બીજા દિવસે રવિવારે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકી જહાંગીર અહમદ વાનીને ઠાર કરવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટરવાળી જગ્યાએથી M4 કાર્બાઈન રાઈફલ પણ મળી હતી. આ રાઈફલનો ઉપયોગ અમેરિકાની મિલિટ્રી કરે છે.