• Gujarati News
  • National
  • Kashmir Hit By Heavy Snowfall Kashmiris Providing Food Shelter For Stranded Tourists

કાશ્મીરીઓની માણસાઈ અને મહેમાનગતિ:ચાર દિવસથી બરફમાં ફસાયેલા ટૂરિસ્ટોને જગ્યા આપી, ફ્રીમાં જમવાનું, ચા-દૂધ પણ આપ્યું

4 મહિનો પહેલા

કાશ્મીરમાં છેલ્લાં ચાર દિવસથી બરફ પડી રહ્યો છે. આ મુશ્કેલીના સમયમાં કાશ્મીરીઓએ ના માત્ર તેમની મહેમાનગતિ પરંતુ માણસાઈ પણ દર્શાવી છે. આ કાશ્મીરીઓ તેમના ટૂરિસ્ટ મહેમાનોને હિમ વર્ષાથી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલું જ નહીં તેમને ફ્રીમાં ખાવા-પીવાની અને રહેવાની જગ્યાની પણ વ્યવસ્થા કરી રહ્યા છે.

આ વાત અત્યારે એટલા માટે વધારે મહત્વની લાગે છે કારણકે પાકિસ્તાનના મરીમાં શનિવારે 10 બાળકો સહિત 26 લોકોના મોત થયા છે. આ લોકોને બચાવી શકાય તેમ હતા પરંતુ તેમની ગાડીઓ બરફમાં ફસાઈ ગઈ હતી. અમુક લોકોના જીવ કારમાં હિટરના કારણે ગુંગળાઈને થયા. તેમની મદદ કરવા કોઈ નહતું પહોંચ્યું.

સ્થાનિક કાશ્મીરીઓએ લોકોને ફ્રીમાં ખાવા-પીવાની વ્યવસ્થા કરી આપી
સ્થાનિક કાશ્મીરીઓએ લોકોને ફ્રીમાં ખાવા-પીવાની વ્યવસ્થા કરી આપી

શુક્રવારથી તકલીફો શરૂ થઈ
શ્રીનગર-જમ્મુ હાઈવે પર શુક્રવારથી ટૂરિસ્ટો ફસાયેલા છે. અહિં ખૂબ વધારે હિમવર્ષા અને લેન્ડસ્લાઈન્ડિંગ થયું છે. શ્રીનગર-જમ્મુ હાઈવે જ ખીણને ભારતના બીજા હિસ્સા સાથે જોડે છે. રવિવારે પ્રશાસને તે રસ્તો બંધ કરી દીધો હતો. કારણકે લોકલ એડ્મિનિસ્ટ્રેશન રસ્તો સાફ કરવા માંગે છે. ઘણી જગ્યા પર પથ્થરો રસ્તા પર પડ્યા છે. તે ઉપરાંત પણ ઘણી જગ્યાએ લેન્ડ સ્લાઈડ પણ થયું છે.

બાળકો માટે દૂધની વ્યવસ્થા પણ કરાઈ
બાળકો માટે દૂધની વ્યવસ્થા પણ કરાઈ

લોકલ લોકો બાળકોને દૂધ પહોંચાડી રહ્યા છે
મુશ્કેલીઓ તેમની જગ્યાએ છે પરંતુ અહીં કાશ્મીરીઓની મહેમાનગતિ અને માણસાઈ તમને દરેક જગ્યાએ જોવા મળશે. હાઈવે પર ફસાયેલા ટૂરિસ્ટ માટે કાશ્મીરીઓ દાળ, બિસ્કિટ, પાણી અને બાળકો માટે દૂધ પહોંચાડી રહ્યા છે. જ્યાં જરૂર છે ત્યાં તેમને ગરમ કપડાં અને શૉલ પણ આપવામાં આવે છે. ઘણાં લોકોએ તો તેમના ઘરમાં એક-બે રૂમ પણ ટૂરિસ્ટ માટે ખોલી દીધા છે. જેથી નાના બાળકોવાળા પરિવારને રાત પસાર કરવી સરળ રહે. અહીં હાલ કાશ્મીરીઓની સૌથી ખાસ વાત એ છે કે એ લોકો એક પણ રૂપિયો લીધા વગર ટૂરિસ્ટોની આટલી મદદ કરી રહ્યા છે.

લોકો તેમના ઘરેથી ખાવાનું બનાવીને ફસાયેલા ટૂરિસ્ટોને આપી રહ્યા છે
લોકો તેમના ઘરેથી ખાવાનું બનાવીને ફસાયેલા ટૂરિસ્ટોને આપી રહ્યા છે

સ્થાનિક લોકો શું કહે છે?
રઈસ અહમદ ખાન કાશ્મીરી છે. ટૂરિસ્ટની મદદની વાતમાં તેઓ સૌથી આગળ હતા. તેઓ કહે છે કે, જ્યારે પણ આવી સ્થિતિના કારણે નેશનલ હાઈવે બંધ થઈ જાય છે તો અમે ફસાયેલા ટૂરિસ્ટોની મદદ કરીએ છીએ. તેમને મફતમાં ભોજન અને રાત રોકાવા માટે રૂમ પણ આપીએ છીએ. જેથી તેમને ઠંડિના કારણે મુશ્કેલી ના થાય. કાશ્મીરમાં 2021માં કુલ 6.6 લાખ ટૂરિસ્ટ અહીં આવ્યા હતા જે છેલ્લાં 10 વર્ષમાં સૌથી વધારે હતા. અહીં ટૂરિઝમ સેક્ટર માટે આ ખુબ ખુશીની વાત છે.

ફસાયેલા ટૂરિસ્ટો માટે ચાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે
ફસાયેલા ટૂરિસ્ટો માટે ચાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે
અન્ય સમાચારો પણ છે...