• Gujarati News
  • National
  • Kartarpur Reopens After 21 Months, Devotees In Five tier Security Cordon, Indian Afghan Sikh Devotees Arrive

ધાર્મિક યાત્રા:કરતારપુર 21 મહિના પછી ફરી ખૂલ્યું, શ્રદ્ધાળુ પાંચ સ્તરીય સુરક્ષાના ઘેરામાં, ભારતીય-અફઘાન શીખ ભક્તો પહોંચ્યા

ઈસ્લામાબાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુરુનાનક દેવના 552મા પ્રકાશવર્ષ નિમિત્તે પાકિસ્તાનસ્થિત કરતારપુર સાહેબ આશરે 21 મહિના પછી ફરી ખૂલી ગયું છે. તેનો ઈતિહાસ 500 વર્ષથી પણ જૂનો છે. એવું કહેવાય છે કે, ઈસ. 1522માં ગુરુનાનકે તેની સ્થાપના કરી હતી. તેમણે જીવનનાં અંતિમ વર્ષો અહીં વિતાવ્યાં હતાં.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા આસિમ ઈફ્તિખાર અહેમદે કહ્યું કે અહીં શ્રદ્ધાળુઓ માટે અમે ખાસ વ્યવસ્થા કરી છે. કોરોનાથી બચવા અહીં રસીકરણ પણ કરાશે.ઈસ્લામાબાદે ગયા સપ્તાહે કહ્યું હતું કે ભારતના ત્રણ હજાર શ્રદ્ધાળુને કરતારપુરમાં 17થી 26 નવેમ્બર સુધી વિઝા અપાશે. ભારતની સાથે અફઘાનિસ્તાન, નેપાળ, અમેરિકા, બ્રિટન અને કેનેડાના શીખોના આવવાની પણ અમને આશા છે.

ભારત-પાકિસ્તાન 1974થી ધાર્મિક યાત્રાઓ માટે એકબીજાના દેશોના નાગરિકોને વિઝા આપે છે. શ્રદ્ધાળુઓને પાકિસ્તાનમાં પ્રવેશ માટે વેક્સિન સર્ટિફિકેટ બતાવવું પડશે. જોકે, તમામ ભક્તો પાંચ સ્તરીય સુરક્ષાના ઘેરામાં રહેશે. તમામ પ્રવેશમાર્ગો પરથી બોડી સ્કેનરમાંથી પસાર થવું પડશે, જ્યાં તેમણે પોતાનાં ઓળખપત્ર પણ આપવાના રહેશે.

બીજા લેટરમાં પ્રવેશ પહેલાં તેમના અંગૂઠાની છાપ લેવાશે. આ દરમિયાન તેમના સામાનનું પણ ચેકિંગ થશે. સુરક્ષામાં પોલીસ સાથે રેન્જર્સ પણ તહેનાત છે. શીખ સંગત કમિટીના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા જોબટ સિંહે ભાસ્કરને જણાવ્યું કે, ભારત સરકારે લાંબા સમય પછી કરતારપુર ખોલવાની મંજૂરી આપી છે.

અફઘાનિસ્તાનથી ખાસ જૂથ આવ્યું: એક અધિકારીએ કહ્યું કે, 17 નવેમ્બરે 100 શ્રદ્ધાળુ વાઘા બોર્ડરથી પાકિસ્તાન પહોંચ્યા છે. અફઘાનિસ્તાનથી પણ એક વિશેષ જૂથ અહીં આવ્યું છે. અફઘાન શીખ મંડળના પ્રતિનિધિ નવજોત સિંહે કહ્યું કે, અફઘાનિસ્તાનની તુર્ખમ સરહદેથી અમે અહીં આવ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...