• Gujarati News
  • National
  • Kartarpur Gurdwara Darbar Sahib Corridor Opened Update; Punjab CM Charanjit Singh Channi And Minister Visit Kartarpur Sahib Tomorrow

ખુલી ગયા કરતારપુર કોરિડોરના દ્વાર:આજે કેન્દ્ર- રાજ્યના 100 ઓફિસર અને 49 શ્રદ્ધાળુ પાકિસ્તાનમાં દર્શન કરશે, કોવિડ વેક્સિનેશનના નિયમો અનિવાર્ય

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોર 611 દિવસ બાદ બુધવારે ફરી ખોલવામાં આવ્યો છે. પહેલા દિવસે 100 અધિકારીઓ અને 49 શ્રદ્ધાળુઓ કરતારપુર જઈ રહ્યા છે. આજે જઈ રહેલા કુલ 100 અધિકારીઓમાં કેન્દ્ર અને પંજાબના 50-50 અધિકારીઓ સામેલ છે. અધિકારીઓની ટીમને વિશેષ પરવાનગી બાદ સરહદ પાર કરાવવામાં આવશે અને આ ટીમ સાંજ સુધીમાં પરત ફરશે. તે જ સમયે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અરજી કરનારા 49 લોકો દર્શન કરવા માટે કોરિડોરમાંથી પસાર થયા છે. જેમાં ગુરુ નાનક દેવની 17મી પેઢીના બાબા સુખદીપ સિંહ બેદીનો સમાવેશ થાય છે.

આજે જઈ રહેલા અધિકારીઓ માટે કોવિડ વેક્સિનના બંને ડોઝ લગાવાની શરત મૂકવામાં આવી છે. આ સિવાય લોકોએ કોવિડ પ્રોટોકોલનું પણ પાલન કરવું પડશે. હાલ કરતારપુર કોરિડોરથી દર્શન માટે સામાન્ય ભક્તોએ 8 થી 10 દિવસ રાહ જોવી પડશે.

સરળ બનાવમાં આવી કોરિડોર જવાની પ્રક્રિયા
પંજાબના CM ચરણજીત સિંહ ચન્ની તેમની કેબિનેટ સાથે ગુરુવારે કરતારપુર સાહિબ જશે. બીજી તરફ બુધવારે મુલાકાતે ગયેલા બાબા સુખદીપ સિંહ બેદીએ કોરિડોર ખોલવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. તેમણે ગૃહ મંત્રાલયને કોરિડોરમાંથી પસાર થવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે પણ અપીલ કરી હતી. કારણ કે જે લોકો પાસે પાસપોર્ટ નથી તેઓ આ યાત્રામાં જઈ શકતા નથી. આ દરમિયાન ગયેલા લોકોએ જણાવ્યું કે તેઓએ ગુરુદાસપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મંગળવારે દર્શન કરવા માટે અરજી કરી હતી. બુધવારે સવારે તેમને તેમનો સંદેશ મળ્યો કે તેઓ દર્શન માટે જઈ શકે છે.

16 માર્ચ, 2020એ રજીસ્ટ્રેશન બંધ થયુ
કરતારપુર સાહિબ કોરિડોર માટે નોંધણી 16 માર્ચ 2020 થી બંધ કરી દેવામાં આવી હતી. હવે પૂરા 1 વર્ષ અને 8 મહિના પછી, ભારતના ગૃહ મંત્રાલયે કરતારપુર સાહિબ કોરિડોર ખોલવાની મંજૂરી આપી છે. એક તરફ ગુરપર્વ આવવાનો છે અને ભારત સરકારના આ નિર્ણયથી શીખ સમુદાયમાં ખુશીની લહેર છે.

કોરોના નિયમોનું પાલન જરૂરી
આશરે 20 મહિના પછી કરતારપુર કોરિડોર ખોલવામાં આવ્યો છે. તો એના માટે કડક ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. કોરોના વેક્સિનના બે ડોઝ લગાવ્યા સિવાય RT-PCR ટેસ્ટનો રિપોર્ટ પણ હોવો જોઈએ.

શીખો માટે મહત્ત્વપૂર્ણ કરતારપુર સાહિબ
કરતારપુર સાહિબ એક પવિત્ર યાત્રાધામ છે. આ શીખોના પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવનું નિવાસસ્થાન છે અને અહીં જ તેમનું અવસાન થયું હતું. તેમણે તેમના જીવનનાં લગભગ 17-18 વર્ષ અહીં વિતાવ્યા હતા. કરતારપુર સાહિબ પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં આવેલું છે અને ભારતીય સરહદથી 3-4 કિમીના અંતરે આવેલું છે. વિભાજન સમયે આ જગ્યા પાકિસ્તાનમાં ગઈ હતી. ત્યારથી લોકો આ પવિત્ર સ્થળને ડેરા બાબા નાનકમાં લાગેલી દૂરબીનથી દર્શન કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...