મેંગલોરમાં મસ્જિદ વિવાદ:મસ્જિદ નીચે મળી મંદિર જેવી ડિઝાઇન, હિન્દુ સંગઠને બહાર પૂજા કરી; કોર્ટે રોક્યું સમારકામ

એક મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના જ્ઞાનવાપીથી શરૂ થયેલો મંદિર-મસ્જિદ વિવાદ હવે કર્ણાટક પહોંચી ગયો છે. કર્ણાટકના મેંગલોરમાં આવેલી જુમા મસ્જિદ નીચે મંદિર જેવી આકૃતિ મળ્યા પછી વિવાદ શરૂ થયો છે. મસ્જિદ બહાર બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે ખાસ પૂજા કરી છે. કોઈ દુર્ઘટના ના સર્જાય એ માટે સ્થાનિક પ્રશાસને અહીં કલમ 144 લાગુ કરી દીધી છે.

જાણો સમગ્ર ઘટના
મેંગલોરના બહારના વિસ્તારમાં ગુરુપ્રા જિલ્લામાં આ જૂની મસ્જિદ આવેલી છે. આ મલાલી માર્કેટમાં મસ્જિદ પરિસરમાં સમારકામ ચાલી રહ્યું છે. મસ્જિદનો એક હિસ્સો પહેલા જ તોડી પાડવામાં આવ્યો હતો. 21 મેના રોજ જ્યારે કામ દરમિયાન મસ્જિદનો કાટમાળ હટાવવામાં આવ્યો ત્યારે અહીં મંદિર જેવી એક ડિઝાઈન જોવા મળી છે. હવે હિન્દુ સંગઠન માગણી કરી રહ્યું છે કે તેમને તેમના મંદિરવાળો વિસ્તાર પરત કરી દેવો જોઈએ.

શહેરમાં શાંતિ જળવાયેલી રહે, તેથી ઠેર-ઠેર પોલીસ તહેનાત કરવામાં આવી છે.
શહેરમાં શાંતિ જળવાયેલી રહે, તેથી ઠેર-ઠેર પોલીસ તહેનાત કરવામાં આવી છે.

કોર્ટે સમારકામ રોકાવ્યું
વિસ્તારમાં તણાવ વધતાં પ્રશાસને મસ્જિદના જમીન સંબંધિત દસ્તાવેજો ભેગા કર્યા છે. હાલ આ કેસ લોકલ કોર્ટમાં છે. જ્યાં સુધી એ સ્પષ્ટ ના થઈ જાય કે આ જમીન પર મસ્જિદ હતી કે કોઈ મંદિર, ત્યાં સુધી કોર્ટે મસ્જિદના સમારકામ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

હિન્દુ સંગઠને સરવેની માગણી કરી
મેંગલોરમાં મસ્જિદ નીચે હિન્દુ મંદિરની ડિઝાઇન મળ્યા પછી બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે પુરાતત્ત્વ વિભાગ (ASI) પાસે સરવે કરાવવાની માગણી કરી છે. સંગઠનના લોકોનું કહેવું છે કે સરવેમાં સ્પષ્ટ થઈ જશે કે અહીં મંદિર હતું કે નહીં.

બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે પૂજા-પાઠ કર્યા.
બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે પૂજા-પાઠ કર્યા.

ભાજપ અને કોંગ્રેસ સામ-સામે
આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. ભાજપના ધારાસભ્ય ભરત શેટ્ટીએ કહ્યું હતું કે દેશની દરેક મસ્જિદનો સરવે થવો જોઈએ. હિન્દુઓ પાસે છુપાવવા માટે કઈ નથી. શેટ્ટીએ કહ્યું હતું કે મોટા ભાગની મસ્જિદો મંદિરોની ઉપર જ બનાવવામાં આવી છે. દર વખતે મુસ્લિમ 1991 વર્શિપ એક્ટ પાછળ છુપાઈ જાય છે, આ યોગ્ય નથી, તેથી એકવાર દરેક મસ્જિદનો સરવે કરાવી લેવો જોઈએ. અમારે કોઈ મસ્જિદની જમીન નથી જોઈતી. અમારે માત્ર સચ્ચાઈથી મતલબ છે.
જ્યારે કોંગ્રેસ નેતા ડિકે શિવકુમારે કહ્યું હતું કે ભાજપ કર્ણાટકનું નામ ખરાબ કરી રહી છે. મેંગલોર રોકાણ માટે સારી જગ્યા છે, પરંતુ આવા વિવાદ વેપાર પર ખોટી અસર પાડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...