કર્ણાટકમાં JDSના ધારાસભ્ય એમ.શ્રીનિવાસના ગુસ્સાનો એક વીડિયો સામે આવ્યો છે. શ્રીનિવાસ સોમવારે નલવાડી કૃષ્ણરાજા વાડિયાર ITI કોલેજની એક ઈમારતનું ઉદઘાટન કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમને કોલેજના પ્રિન્સિપાલ નાગાનંદને કોમ્પ્યુટર લેબના ડેવલપમેન્ટ અંગે પૂછ્યું, પરંતુ તેઓ એની યોગ્ય જાણકારી ન આપી શક્યા, જેનાથી નારાજ ધારાસભ્યએ પ્રિન્સિપાલને થપ્પડ મારી દીધી.
ધારાસભ્યના ગુસ્સાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ લોકોએ એ અંગે નારાજગી વ્યક્ત કરી છે. અનેક યુઝર્સે પ્રિન્સિપાલને પોલીસમાં રિપોર્ટ કરવાની સલાહ આપી, તો કેટલાક લોકોએ ધારાસભ્યની ગુંડાગર્દી જણાવીને તેના પર કાર્યવાહીની માગ કરી.
તો આ ઘટના પર કર્મચારી સંઘે ઈમર્જન્સી બેઠક બોલાવી અને કહ્યું હતું કે આ મામલે ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
2013માં અભિનેત્રી રામ્યા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી
એમ. શ્રીનિવાસ પોતાના નિવેદનથી પહેલાં પણ વિવાદ ઊભો કરી ચૂક્યા છે. તેમને 2013માં લોકસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ કેન્ડિડેટ રામ્યા વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારે શ્રીનિવાસે કહ્યું હતું કે રામ્યા એ પણ નથી જાણતી કે તે ક્યાંની છે. તેમને પોતાની જાતિનું પણ નામ નથી ખબર. તેઓ માંડ્યા અને અહીંના લોકોને શું સમજી શકશે, જે ખુદ પોતાના વિશે નથી જાણતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.