ભાસ્કર ઓપિનિયનકર્ણાટકમાં મુસ્લિમ સંગઠનોએ કોલેજ શરૂ કરવા અરજી કરી:હવે શિક્ષણમાં પણ સંપ્રદાયના આધારે ભાગલા પડવા મંડ્યા

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

જીવનમાં જે કંઈ પણ આપણે બનીએ છીએ અથવા તો બની શકતા નથી તેના મૂળમાં આપણું શિક્ષણ છે. પછી તે શિક્ષણ આપણને માતા-પિતા પાસેથી મળ્યું હોય, વૃદ્ધો પાસેથી મળ્યું હોય કે સ્કુલ-કોલેજમાંથી મળ્યું હોય. શિક્ષણ એ સાચા અર્થમાં જીવનનો પ્રકાશ છે.

કર્ણાટકમાં તાજેતરમાં જ કેટલાક મુસ્લિમ સંગઠનોએ ડઝનથી વધુ ખાનગી કોલેજ શરૂ કરવા માટે અરજી કરી છે. આ સંગઠનોએ કહ્યું છે કે આ તે કોલેજ હશે, જ્યાં બુરખા પર પ્રતિબંધ નહિ હોય. બધાને એ વાતનો ખ્યાલ છે કે કર્ણાટકની સરકારી કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ છે અને આ પ્રતિબંધને પરત લેવાની અરજી સુપ્રીમ કોર્ટ ફગાવી ચુક્યું છે.

એવામાં સંપ્રદાય વિશેષની ખાનગી કોલેજ ખુલે છે તો એ વાત જાહેર છે કે તેમાં અભ્યાસ કરનાર મોટાભાગના બાળકો પણ આ સંપ્રદાયના જ હશે! બીજા સંપ્રદાયના લોકો તો આ કોલેજોમાં પોતાના બાળકોને ભણવા મુકશે એવું તો લાગતુ નથી. શિક્ષણનું પણ આ રીતે સંપ્રદાયના આધારે વિભાજન થયું તો આગળ જતા શું થશે? ...પછી શું આ પ્રકારના વિભાજનની રેખાઓ અહીં જ અટકી જશે?

બની શકે કે આ જ ચલણ આગળ જાતા મોલ, કરિયાણાની દુકાનો, હોટલો અને રેસ્ટોરન્ટ સુધી પહોંચી જાય. અંતે આ બાબતને આપણે ક્યાં સુધી લઈ જઈ શકીએ, તેનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે. લોકોએ, સરકારોએ અને પ્રશાસને તાત્કાલિક આ બાબતે કામ કરીને ભાઈચારો કેળવાય તેવા કામ શરૂ કરવા જોઈએ.

સંપ અને ભાઈચારા વગર આ બાબત અટકવાની નથી. કોઈ પણ સંપ્રદાયનો કોઈ પણ વાંધો હોઈ શકે છે. જિદ પણ હોઈ શકે છે, જોકે કોઈ વાંધો, કોઈ જિદ, એવી હોતી જ નથી, જેનો કોઈ હલ ન હોય, કોઈ સમાધાન ન હોય!

દરેક મોરચા પર તેનો પ્રયત્ન કરવામાં આવે તો નિશ્ચિત રીતે તેનો આનંદ સમગ્ર દેશ ઉઠાવી શકે છે. જોકે શરત માત્ર એટલી છે કે પ્રયત્ન સાચો હોવો જોઈએ. કોશિશ ઈમાનદાર હોવી જોઈએ. વહેંચાતો સમાજ ક્યારેક દેશના હિતમાં ન હોઈ શકે.

રાજકારણના ખેલાડીઓ પછી તે કોઈ પણ કોમના કેમ ન હોય તેમને આ બાબતથી આનંદ આવતો હોય, જોકે આવનારી પેઢીઓ માટે આ બાબત યોગ્ય નથી. પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપના બીજ રોપવા પડશે અને તે પણ દરેક સ્તરે.

ગામ, ગલીઓ, શહેરો સુધી જો આપણે સંપનો સંદેશ ફેલાવીશું તો નિશ્ચિત રીતે આપણને ભવિષ્યમાં સારા પરિણામો મળશે. આપણે ઘણી બધી વસ્તુઓ વહેંચી લીધી છે, જો હવે શિક્ષણમાં પણ આ જ ભાગલા પડશે તો દેશ અને સમાજનું શું થશે?

હવે તો આપણે એ વિચાર કરવો જોઈએ કે આટલી મોટી લોકશાહી આપણા માટે માત્ર વોટ લેવાનું તંત્ર અને ખુરશી લેવાનો મંત્ર બનીને ન રહી જાય. હવે આપણે આ બૈદ્ધિક કવાયત શરૂ કરવી જોઈએ, જેની આ રાષ્ટ્રના રાજકારણને સખ્ત જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...