• Gujarati News
  • National
  • Karnataka High Court Says Marriage Is Not A Ritual In Islam Like Hinduism, But Wife Has To Pay Alimony

ઈસ્લામમાં લગ્ન કોન્ટ્રેક્ટ:કર્ણાટક હાઈકોર્ટે કહ્યું- ઈસ્લામમાં હિંદુ ધર્મની માફક વિવાહ સંસ્કાર નથી, પણ પત્નીને ભરણપોષણના પૈસા આપવા પડશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્ણાટકમાં સાયરાએ 24 ઓગસ્ટ 2002ના રોજ ભરણ-પોષણ માટે હર્જાની માગ કરી કેસ દાખલ કર્યો હતો

કર્ણાટક હાઈકોર્ટે કહ્યું છે કે ઈસ્લામમાં લગ્ન અનેક રીતે એક કોન્ટ્રેક્ટ છે. તે હિંદુ ધર્મની જેમ વિવાદ સંસ્કાર નથી. લગ્ન તૂટવાના સંજોગોમાં કેટલાક અધિકારો અને જવાબદારીથી છટકી શકાય નહીં. કર્ણાટક હાઈકોર્ટ બેંગ્લુરુના ભુવનેશ્વરી નગરમાં રહેતા 52 વર્ષના એઝાઝ-ઉર-રહેમાનની અરજી પર સુનાવણી કરી હતી. રહેમાને હાઈકોર્ટ સમક્ષ ફેમિલી કોર્ટના 12 ઓગસ્ટ,2011ના એક આદેશને રદ કરવાની અપીલ કરી હતી.

કોર્ટે દર મહિને રૂપિયા 3 હજાર આપવાનો આદેશ કરેલો
રહેમાને 25 નવેમ્બર, 1991ના રોજ લગ્નના કેટલાક મહિના બાદ રૂપિયા 5 હજાર મેહર પર પત્ની સાયરા બાનોને 3 તલ્લાક આપ્યા હતા. કેટલાક દિવસ બાદ રહેમાને બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા અને એક બાળકનો પિતા બની ગયો. સાયરાએ 24 ઓગસ્ટ 2002ના રોજ ભરણ-પોષણ માટે હર્જાની માગ કરી કેસ દાખલ કર્યો હતો.

ફેમિલી કોર્ટે રહેમાનને દર મહિને ભરણપોષણ માટે રૂપિયા 3 હજાર આપવાનો આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સાયરા પ્રત્યેક મહિને પૈસા મેળવવાનો હક છે. તેના બીજા લગ્ન ન થાય ત્યા સુધી અથવા મૃત્યું પામે નહીં ત્યા સુધી આ રકમ મળવી જોઈએ.

ન્યાયમૂર્તિએ કોર્ટમાં કુરાનની આયતને પણ ટાંકી
રહેમાનની અરજી પર સુનાવણી કરતા ન્યાયમૂર્તિ કુષ્ણા એસ દિક્ષિતે રહેમાન પર રૂપિયા 25 હજારનો દંડ પણ કર્યો હતો. ન્યાયમૂર્તિ દિક્ષિતે કહ્યું- ઈસ્લામમાં લગ્ન સંસ્કાર નથી, પણ તલ્લાક થવાના સંજોગોમાં જવાબદારીથી પાછળ હટી શકાય નહીં. તેમણે કહ્યું કે તલ્લાક બાદ જવાબદારી ભૂલી શકાય નહીં. નિરાધાર પત્નીને તલ્લાક આપવા અંગે ભરણપોષણ કરવું તેને લગતો કાયદો છે.

કોર્ટે કુરાનની આયાતોને ટાંકી કહ્યું કે મુસ્લિમ વ્યક્તિએ તેમની અગાઉની નિરાધાર પત્ની અંગે નૈતિક અને ધાર્મિક ફરજનું પાલન કરી ભરણપોષણ માટે ભથ્થું આપવું જોઈએ. કોર્ટે કહ્યું કે ઈસ્લામી કાયદા પ્રમાણે મેહરને એક રીતે છોકરીને મળતું દહેજ માનવામાં આવે છે. તે લગ્ન પૂર્વે છોકરીને આપવાનું હોય છે.