• Gujarati News
  • National
  • Karnataka High Court Hearing Against The Awaiting Verdict Hijab Controversy On 18 February. Attorney General Will Present His Argument

હિજાબ ઈસ્લામમાં અનિવાર્ય નથી:કર્ણાટક સરકારની હાઈકોર્ટમાં દલીલ; હિજાબ પહેરીને આવેલા બાળકોને આજે પણ શાળામાં પ્રવેશ અપાયો નહીં

6 મહિનો પહેલા

કર્ણાટક હિજાબ વિવાદનો ઉકેલ શુક્રવારે પણ થઈ શક્યો નથી. જોકે કર્ણાટક સરકાર તરફથી એટર્ની જનરલ (AG)પ્રભૂલિંગ નવદગીએ ખંડપીઠ સમક્ષ એવી દલીલ રજૂ કરી છે કે હિજાબ ઈસ્લામની અનિવાર્ય ધાર્મિક પ્રથા નથી. આ કેસમાં હવે પછી સૂનાવણી 21 ફેબ્રુઆરી થશે. અન્ય કર્ણાટકના સ્કૂલ-કોલેજમાં શુક્રવારે પણ હિબાજ પહેરી આવનારને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

એટર્ની જનરલની દલીલ
AG
- કર્ણાટક સરકાર તરફથી AG નવદગીએ કહ્યું કે રાજ્ય સરકારે આદેશ આપ્યો છે કે વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા નક્કી કરવામાં આવેલા યુનિફોર્મને પહેરવો જોઈએ. રાજ્ય સરકાર ધાર્મિક બાબતોમાં દરમિયાનગીરી કરવા ઈચ્છતી નથી. AG નવદગી-કલમ 131 હેઠળ રાજ્ય પાસે પુનઃનિરીક્ષણ માટે સત્તા છે. જો ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી અથવા સંસ્થા આ અંગે ફરિયાદ કરે તો તેનું પરિણામ કંઈ પણ હોઈ શકે છે, તો અમે નિર્ણય લઈ શકીએ છીએ કે નહીં.

AG નવદગી- હિજાબ પર પ્રતિબંધ લગાવવો જોઈએ તો હું સ્પષ્ટ કરવા માગુ છું કે આ આદેશનો ઉદ્દેશ નથી.

CJ અવસ્થી- તમે તેને એટલા શબ્દોમાં કહ્યું નથી. સામાન્ય નાગરિકો તેની વ્યાખ્યા કેવી રીતે કરશે, માતા-પિતા, શિક્ષક, વિદ્યાર્થી, CDCના સભ્ય. તેઓ તેની વ્યાખ્યા કેવી રીતે કરશે.
AG નવદગી-રાજ્ય સરકાર આ મુદ્દે નક્કી કરવા માટે CDC પર છોડી દે છે.
CJ દિક્ષીત- જોકે તમે આ વિકલ્પ છોડ્યો નથી.
AG નવદગી- આ એવો મુદ્દો છે જે અંગે કોઈ પણ પ્રકારની દલીલ થઈ શકે છે, GO કોઈના અધિકારોનું ઉલ્લંઘન કરતા માટે પડકારોને નિષ્ફળ બનાવવાના છે.
AG નવદગી-જે રીતે કેસને કોર્ટમાં પડકારમાં આવે છે તેની ઉપર ધ્યાન આપવામાં આવે. અધિનિયમ હેઠળ જોગવાઈ છે કે વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ-ટીચર કમિતિ સુધી પોતાના વાતને રજૂ કરી શકે છે, જોકે કોઈએ આમ કર્યું નથી અને તેઓ સીધા જ કોર્ટમાં આવી ગયા છે.

આ અગાઉ ગુરુવારે થયેલી સુનાવણીમાં વિદ્યાર્થિનીઓના વકીલે દલીલ કરી હતી. વકીલે હાઈકોર્ટને શુક્રવારે હિજાબ પહેરવાની મંજૂરી આપવાની વાત કરી હતી. હિજાબ પહેરીને સ્કૂલ જવાની જીદ પર અટકેલી વિદ્યાર્થિઓના વકીલ વિનોદ કુલકર્ણીએ કહ્યું હતું કે હિજાબ વિવાદને કારણે આખા દેશમાં વિવાદ સર્જાયો છે. ગુરુવારે થયેલી સુનાવણી દરમિયાન 5 વિદ્યાર્થીના વકીલ એએમ ડારે કોર્ટ સામે એવી દલીલ રજૂ કરી હતી કે સરકારના આદેશથી એ લોકો પર અસર પડશે જેઓ હિજાબ પહેરે છે. આ બંધારણીય નથી. ત્યાર પછી કોર્ટે ડારને જૂની બધી અરજી પાછી લઈને એક નવી અરજી કરવા કહ્યું હતું. શુક્રવારે કોર્ટમાં બાકી વધેલી 7 અરજીના આધારે સુનાવણી કરવામાં આવશે.

ગુરુવારે કોર્ટમાં શું થયું?
રમઝાન અને શુક્રવારે હિજાબ પહેરવાની છૂટ મળે

હિજાબને લઇને રજૂ કરવામાં આવેલી એક અન્ય અરજીમાં ડો.કુલકર્ણીએ કોર્ટની સામે કહ્યું હતું કે કૃપા કરીને શુક્રવાર અને રમઝાન દરમિયાન હિજાબ પહેરવાની પરવાનગી આપો. કર્ણાટક હાઈકોર્ટની મોટી બેન્ચે 5માં દિવસની સુનાવણી શરુ કરી છે. જોકે આ દરમિયાન નવી અરજીઓ આવતાં ચીફ જસ્ટિસે અરજીકર્તાઓને કહ્યું હતું કે અમે ચાર અરજી જોઈ ચૂક્યા છીએ, 4 બાકી છે. અમને ખ્યાલ નથી કે તમે આના માટે વધુ કેટલો સમય લેશો. અમે આ મુદ્દે હવે વધુ સમય ન આપી શકીએ.

બેન્ચે એક અરજી રદ કરી
એડવોકેટ કોતવાલની અરજી જનહિત અરજી અધિનિયમ 2018 હેઠળ ન હોવાને કારણે બેન્ચે એને રદ કરી છે. એ પહેલાં વકીલે ઓળખાણ જણાવ્યા વગર જ દલીલો શરૂ કરી દીધી તો જસ્ટિસ દીક્ષિતે તેને પુછ્યું કે તમે આટલા મહત્ત્વપૂર્ણ અને ગંભીર મુદ્દામાં કોર્ટનો સમય બગાડી રહ્યા છો, પેજિનેશન યોગ્ય નથી, પહેલા તમે પોતાની ઓળખાણ જણાવો, તમે છો કોણ?

કેવી રીતે શરૂ થયો વિવાદ?
કર્ણાટકમાં હિજાબ વિવાદ જાન્યુઆરીથી શરૂ થયો છે. ઉડ્ડીપી જિલ્લાની સરકારી ગર્લ્સ યુપી કોલેજની અમુક વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો છે કે તેમને ક્લાસમાં જતા રોકવામાં આવે છે. વિવાદ દરમિયાન અમુક વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે તેમણે હિજાબ પહેર્યો હોવાથી તેમને ક્લાસમાં જતા રોકવામાં આવે છે. કોલેજમાં આ વિવાદ વકરતાં વિજયપુરામાં આવેલા શાંતેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ભગવો પહેરીને પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...