• Gujarati News
  • National
  • Karnataka Government Said Every Word Of Quran Is Religious, But It Is Not Mandatory To Believe It

હિજાબ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં 9મા દિવસે સુનાવણી:કર્ણાટક સરકારે કહ્યું- કુરાનનો દરેક શબ્દ ધાર્મિક છે, પરંતુ તેને માનવું ફરજિયાત નથી

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

કર્ણાટક હિજાબ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. સુનાવણી દરમિયાન કર્ણાટક સરકારે કહ્યું કે, કુરાનના દરેક શબ્દો ધાર્મિક છે, પરંતુ તેને માનવું ફરજિયાત નથી. રાજ્ય સરકારના એડવોકેટ જનરલ પ્રભુલિંગ નવદગીએ ગૌહત્યા પર કોર્ટના નિર્ણયને ટાંક્યો.

સુનાવણી દરમિયાન જસ્ટિસ હેમંત ગુપ્તા કહ્યું કે હિજાબ પર એક વાત કહેવા માંગુ છું. હું લાહોર હાઈકોર્ટના એક જજને ઓળખું છું જેઓ ભારત રહે છે. તેમને બે દીકરીઓ પણ છે, પરંતુ મેં તે છોકરીઓને ક્યારેય હિજાબ પહેરેલી જોઈ નથી. એટલું જ નહીં, હું પંજાબથી લઈને પટના અને યુપી સુધીના ઘણા મુસ્લિમ પરિવારોને મળ્યો પણ આજ સુધી મેં કોઈ મહિલાને હિજાબ પહેરેલી જોઈ નથી.

ધાર્મિક અને વ્યક્તિગત સ્વતંત્રતાનો કેસ બંધારણીય બેન્ચને મોકલો
સુનાવણી દરમિયાન અરજદારે કહ્યું કે હિજાબનો વિવાદ ધાર્મિક અને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સંબંધિત છે, તેથી આ કેસ બંધારણીય બેન્ચને મોકલવો જોઈએ. અરજદારની દલીલ એવી હતી કે વિદ્યાર્થિનીઓ ભારતની નાગરિક છે. આવા સંજોગોમાં ડ્રેસ કોડનો નિયમ લાગુ કરવો એ તેમના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન ગણાશે.

સુનાવણી દરમિયાન કોર્ટની 3 ટિપ્પણીઓ ચર્ચામાં રહી

  1. રસ્તાઓ પર હિજાબ પહેરવાથી કદાચ કોઈપણ નારાજ ન થાય, પરંતુ સ્કૂલમાં તેને પહેરવું એ અલગ વાત છે.
  2. તેને અતાર્કિક અંત સુધી લઈ જશો નહીં. કપડાં પહેરવાના અધિકારમાં કપડાં ઉતારવાનો અધિકાર છે?
  3. હિજાબ જોઈને કેટલાક વિદ્યાર્થીઓએ સ્કૂલમાં ભગવા શોલ પહેરીને આવવાનું શરૂ કર્યું, જેનાથી સમગ્ર વિવાદ શરૂ થયો

17 હજાર છોકરીઓએ શાળા છોડી દીધી, મદરેસામાં જવા લાગી
​​​​​​​
5મા દિવસે થયેલી સુનાવણીમાં અરજદારના વકીલ હુઝેફા અહમદીએ કહ્યું- આપણો દેશ ધર્મનિરપેક્ષ છે, છોકરીઓ મદરેસા છોડીને સ્કૂલમાં ભણવા આવતી, પરંતુ હિજાબ પર પ્રતિબંધ લગાવવામાં આવશે તો ફરીથી આ છોકરીઓને મદરેસા જવું પડશે. અહમદીએ કહ્યું- કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પછી લગભગ 17 હજાર છોકરીઓએ શાળા છોડી દીધી.

કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી
​​​​​​​
15 માર્ચે કર્ણાટક હાઈકોર્ટે ઉડ્ડપીની સરકારી પ્રિ-યુનિવર્સિટી ગર્લ્સ કોલેજની કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીનીઓ દ્વારા ક્લાસમાં હિજાબ પહેરવાની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. તેના અગાઉના આદેશને યથાવત રાખતાં કોર્ટે કહ્યું કે હિજાબ પહેરવું એ ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી. બંધારણની કલમ 25 હેઠળ તેને સંરક્ષણ આપવાની જરૂર નથી. કોર્ટના આ નિર્ણયને પડકારતાં કેટલીક છોકરીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...