તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારની દીકરી એશ્વર્યાએ વેલેન્ટાઈન ડેના દિવસે કાફે કોફી ડે (CCD)ના સંસ્થાપક વીજી સિદ્ધાર્થના પુત્ર અમર્ત્યની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. અમર્ત્યના નાના એસએમ કૃષ્ણા ભાજપના નેતા છે. બેંગલુરુની એક હોટલમાં રવિવારે એશ્વર્યા અને અમર્ત્ય હેગડે એકબીજાના થઈ ગયા.
બંનેની સગાઈ નવેમ્બર 2020માં થઈ હતી. જેમાં કર્ણાટકના CM બીએસ યેદિયુરપ્પા સહિત અનેક નેતાઓ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકારણમાં કટ્ટર એવા યેદિયુરપ્પા અને શિવકુમારના ફોટાએ ઘણી ચર્ચા ઊભી કરી હતી.
અમર્ત્યના પિતાએ સૌથી મોટી કોફી ચેઈનનો પાયો નાંખ્યો હતો
અમર્ત્યના પિતા સિદ્ધાર્થે 1996માં બેંગલુરુમાં CCD નામથી કાફેની શરૂઆત કરી હતી. આજે 1700થી વધુ કાફેની સાથે દેશની સૌથી મોટી કોફી શોપ ચેઈન છે. દેશના 247 શહેરોમાં તે આવેલા છે. સિદ્ધાર્થે ઓગસ્ટ 2019માં આત્મહત્યા કરી હતી. તેમનો મૃતદેહ મેંગલુરુમાં નેત્રાવતી નદીની પાસે મળ્યો હતો. ચર્ચા હતી કે તેઓ દેવામાં ડુબી જતા દબાણમાં આવી ગયા હતા.
બંને પરિવારોનું રાજકીય બેકગ્રાઉન્ડ
ડીકે શિવકુમાર હાલ કર્ણાટકમાં કોંગ્રેસના અધ્યક્ષ છે. તેઓને કોંગ્રેસના સંકટમોચક પણ કહેવામાં આવે છે. તો અમર્ત્યના નાના એસએમ કૃષ્ણા મનમોહન સિંહ સરકારમાં 2009થી 2012 સુધી વિદેશ મંત્રી રહી ચુક્યા છે. દશકાઓ સુધી કોંગ્રેસમાં રહ્યાં બાદ 2017માં તેઓ ભાજપમાં સામેલ થયા હતા.
મની લોન્ડ્રિંગ કેસમાં એશ્વર્યાની પૂછપરછ થઈ હતી
EDએ ગત વર્ષે ડીકે શિવકુમારને મની લોન્ડ્રિંગના કેસમાં ધરપકડ કરી હતી. તે દરમિયાન તેમની દીકરી એશ્વર્યાની પણ પૂછપરછ કરવામ્ં આવી હતી. શિવકુમારનો આરોપ હતો કે તેને દીકરીના નામે કરોડોની સંપત્તિમાં રોકાણ કર્યું છે.
ચૂંટણી દરમિયાન થયેલી એફિડેવિટમાં ડીકે શિવકુમારે પોતાની દીકરીના નામે 108 કરોડની સંપત્તિ હોવાની જાણકારી આપી હતી. તેઓ પોતાની પાસે 618 કરોડની સંપત્તિ હોવાનું જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.