બેશરમ નેતાને આવી શરમ:કર્ણાટક: દુષ્કર્મના નિવેદન બદલ કોંગ્રેસી ધારાસભ્યએ માફી માગી

બેંગલુરુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપની કાર્યવાહીની માગ

કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય કે. આર. રમેશકુમાર દુષ્કર્મ અંગે વિધાનસભામાં આપેલા નિવેદનને લીધે ચોતરફી ટીકાનો સામનો કરી રહ્યા છે. માફી માગવા છતાં ભાજપે રમેશ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી અને કોંગ્રેસને સવાલોના ઘેરામાં લીધી હતી.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે પ્રિયંકા ગાંધી વાડરામાં સાહસ હોય તો પાર્ટી ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરી બતાવે. પ્રિયંકા ગાંધીએ પણ રમેશના નિવેદનને શરમજનક ગણાતાં કહ્યું કે આ સમજ બહાર છે કે કોઈ આવા શબ્દો કેવી રીતે બોલી શકે? આ અક્ષમ્ય છે. દુષ્કર્મ એક જઘન્ય અપરાધ છે.

અન્ય સમાચારો પણ છે...