તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Kapil Sibal Donates Rs 3 Crore To Party, Sonia Rahul Donates Rs 54 54 Lakh And Manmohan Donates Rs 1 Lakh

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા:કોંગ્રેસમાં લોકશાહીની માગણી કરનારા કપિલ સિબ્બલનું પક્ષને 3 કરોડનું દાન, સોનિયા-રાહુલે 54-54 હજાર અને મનમોહને 1 લાખ આપ્યા

નવી દિલ્હીએક મહિનો પહેલા
ફાઇલ તસવીર: કપિલ સિબ્બલ. - Divya Bhaskar
ફાઇલ તસવીર: કપિલ સિબ્બલ.
 • પક્ષને દાનમાં જી-23 નેતાઓથી સોનિયા-રાહુલ પાછળ

કોંગ્રેસને 2019-20માં 139 કરોડનું દાન મળ્યું છે. જોકે પક્ષને સૌથી વધુ ફાળો કપિલ સિબ્બલે આપ્યો છે. તેમણે 3 કરોડ રૂપિયા પક્ષને દાનમાં આપ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં લોકશાહીની માગ કરવામાં કપિલ સિબ્બલ સહિતના 23 નેતા અગ્રણી હતા.

ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા મુજબ, આઈટીસી અને તેની સાથે સંકળાયેલી કંપનીઓએ 19 કરોડનું દાન આપ્યું છે. જ્યારે પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે 39 કરોડનું દાન કર્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2020 દરમિયાન 1 લાખ 8 હજારનું દાન આપ્યું છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ 54-54 હજારનું દાન આપ્યું છે.પક્ષને દાન આપનારા અન્ય સભ્યોમાં આનંદ શર્માએ 54 હજાર, શશી થરુરે 54 હજાર, ગુલામનબી આઝાદે 54 હજાર, મિલિન્દ દેવરાએ 1 લાખ અને રાજ બબ્બરે 1 લાખ 8 હજારનું દાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે કાયદા હેઠળ રાજકીય પક્ષોને 20 હજારથી વધુ દાન આપનાર વ્યક્તિ, કંપની કે સંગઠનો અંગે માહિતી આપવી પડે છે.

સિંધિયાએ 54 હજારનું દાન આપ્યું હતું
રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થનાર મધ્યપ્રદેશના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ 2019-20ના નાણાકીય વર્ષ દરમિયાન કોંગ્રેસ પાર્ટીને 54 હજારનું દાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો