તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kanta Prasad Returned Home After Recovering, Police Informed About The Suicide Attempt

બાબા કા ઢાબા:સ્વસ્થ્ય થઈ ઘરે પરત ફર્યાં કાંતા પ્રસાદ, આત્મહત્યાના પ્રયાસ અંગે પોલીસે જાણકારી આપી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

દક્ષિણ દિલ્હીમાં આવેલા બાબા કા ઢાબાના માલીક કાંતા પ્રસાદને સફદરજંગ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે પરત પરત ફર્યાં છે.

81 વર્ષિય પ્રસાદે 17 જૂનના રોજ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો,તેમ પોલીસે જણાવ્યું હતું. તેમણે ઉંઘની ગોળીઓ લીધી હતી,ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલિસ (DCP) અતુલ કુમાર ઠાકુરે જણાવ્યું હતું કે તેમને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પ્રસાદ ઘરે પરત ફર્યાં છે અને અત્યારે ઘરે આરામ કરી રહ્યા છે. પ્રસાદે જણાવ્યું હતું કે યુટ્યુબર ગૌરવ વાસનની માફી માગવા વિવિધ લોકો તરફથી સતત ફોન આવી રહ્યા હતા, તેમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. પ્રસાદ ખૂબજ તણાવની સ્થિતિમાં આવી ગયા હતા અને તેમણે કઠોર પગલું ભર્યું હતું, આ ઘટનામાં હજું સુધી કેસ દાખલ કરવામાં આવ્યો નથી. બીજી બાજુ વાસને કહ્યું કે પ્રસાદને કોણ કોલ કરી રહ્યું છે તે અંગે તેમને કોઈ જાણકારી નથી. જ્યારે મે તેમને મીડિયા પર માફી માગતા જોયા તો હું તેમને મળવા માટે ગયો હતો. તેઓ માફી માગી રહ્યા હતા.

(ફાઈલ ફોટો)
(ફાઈલ ફોટો)

હું આ બાબત ખરાબ લાગી અને મે તેને કહ્યું કે તેઓ માફી ન માગે કારણ કે તેઓ મારા કરતાં વધારે ઉંમરના છે. મે ક્યારેય તેમની ઉપર આરોપ મુક્યો ન હતો અને તેમની સામે કંઈજ કહ્યું નથી. છેલ્લે જ્યારે તેમના ધાબા પર તેમને મળ્યા ત્યારે મે મારા સોશિયલ મીડિયા હેન્ડલ પર વીડિયો પણ અપલોડ કર્યો હતો. 17 જૂનના રોજ પોલીસને સફદરજંગ હોસ્પિટલ તરફથી માહિતી મળી હતી કે પ્રસાદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન બાદ સોશિયલ મીડિયામાં છવાયેલા કાંતા પ્રસાદે માલવીય નગરમાં રેસ્ટોરેન્ટ ખોલ્યું હતું. બીજા લોકડાઉનમાં બાબા કા ઢાબા બંધ થઈ ગયું. હવે બાબા તેમના ઢાબાને ફરીથી ચલાવવા લાગ્યા છે. જોકે, બાબાનું કહેવું છે કે તેમની પાસે પૈસાની કોઈ જ અછત નથી. પણ હવે બાબાની સહાયતા માટે કોઈ આગળ આવી શકતા નથી.