તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુમાંથી મુસ્લિમ બનેલા આદિત્યના સવાલો:માને પૂછ્યું- હિન્દુ કેમ ઘણાં દેવી-દેવતાઓની પૂજા કરે છે, એકથી વધારે લગ્નને કેમ મંજૂરી નહીં; માએ કહ્યું- મૌલાનાએ બ્રેન વોશ કર્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાનપુરમાં હિન્દુમાંથી મુસ્લિમ બનેલા મૂક-બધિર આદિત્યનાં માતા-પિતા સામે મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. આદિત્ય તેના ઘરે પરત આવી ગયો છે, પરંતુ મૌલાનાએ તેનું એટલું બ્રેન વોશ કરી દીધું છે કે તે હવે કોઈની વાત સાંભળવા જ તૈયાર નથી. તે પોતાનાં જ માતા-પિતા સાથે તર્ક કરીને કહી રહ્યો છે કે ઈસ્લામ જ સૌથી સારો ધર્મ છે.

આદિત્યની માતા જ્યોતિ જણાવે છે કે મૌલાનાએ દીકરાના મગજમાં હિન્દુ ધર્મ વિશે એટલી નફરત ભરી દીધી છે કે તે હવે બહાર કાઢવી મુશ્કેલ છે, એટલે સુધી કે તેને એવું પણ કહેવામાં આવ્યું છે કે દુનિયામાં સૌથી જૂનો ધર્મ હિન્દુ નહીં, પરંતુ ઈસ્લામ છે. જ્યોતિએ ભાસ્કર સાથે તે 7 સવાલ શેર કર્યા છે, જેના માટે આદિત્ય ઘરના લોકો માટે પણ લડવા તૈયાર છે...

આ 7 સવાલના જવાબ માગી રહ્યો છે આદિત્ય
1- હિન્દુ ધર્મમાં તમામ દેવી-દેવતાઓની કેમ પૂજા કરવામાં આવે છે? જ્યારે ઈસ્લામમાં તો માત્ર એક અલ્લાહ જ છે.
2- સૌથી જૂનો ધર્મ હિન્દુ નહીં, પરંતુ ઈસ્લામ છે?
3- હિન્દુ ધાર્મિક પુસ્તકો અને ગ્રંથોમાં નિયમ સ્પષ્ટ નથી, જ્યારે ઈસ્લામમાં બધુ જ અરીસા જેવું સ્પષ્ટ છે.
4- હિન્દુ ધર્મમાં માંસાહાર વર્જિત કેમ છે? જ્યારે અલ્લાહ તો માંસાહારને સારું માને છે.
5- હિન્દુ ધર્મમાં એક લગ્નને જ મંજૂરી કેમ છે? જ્યારે ઈસ્લામમાં અલ્લાહે ઘણાં લગ્નને મંજૂરી આપી છે.
6- હિન્દુ ધર્મમાં મૃતદેહના અગ્નિસંસ્કાર કરવા ખોટી વાત છે, પરંતુ એને દફનાવવો જ યોગ્ય છે, જે પ્રમાણે ઈસ્લામ ધર્મમાં થાય છે.
7. હિન્દુ ધર્મમાં સ્ત્રી અને પુરુષનો પહેરવેશ ખોટો છે, જ્યારે ઈસ્લામમાં મહિલા અને પુરુષનો પહેરવેશ એકદમ યોગ્ય છે અને સન્માનલાયક પણ છે.

મૌલાનાએ વીડિયો બતાવી માઈન્ડ વોશ કર્યું
જ્યોતિનું કહેવું છે કે મૌલાનાએ મૂક-બધિર બાળકોને ટાર્ગેટ કરીને વિવિધ વીડિયો બનાવીને બ્રેન વોશ કર્યું છે. જ્યોતિના જણાવ્યા પ્રમાણે, મૌલાનાએ ઈસ્લામ સાથે જોડાયેલા વિવિધ વીડિયો તૈયાર કર્યા છે.,જેમાં દર્શાવવામાં આવ્યું છે કે ઈસ્લામ સૌથી સારો ધર્મ છે, જ્યારે હિન્દુ અને અન્ય ધર્મ વિશે ખરાબ બોલવામાં આવ્યું છે. આ વીડિયો સતત બાળકોને બતાવવામાં આવી રહ્યા છે. જ્યોતિ કહે છે, હિન્દુઓમાં આ પ્રકારનો કોઈ વીડિયો બનાવવામાં આવ્યો નથી. આ સંજોગોમાં આદિત્યને સમજાવવું ખૂબ મુશ્કેલ છે.

7 વર્ષ પહેલાં મુસ્લિમ ટીચરના સંપર્કમાં આવ્યો હતો
જ્યોતિના જણાવ્યા પ્રમાણે, 7 વર્ષ પહેલાં તેમનો દીકરો ચમનગંજ વિસ્તારમાં આવેલા હલીમ મુસ્લિમ કોલેજમાં સપ્તાહમાં 1 દિવસ ઈસ્લામનું શિક્ષણ આપનાર મોહમ્મદ વાસિફના સંપર્કમાં આવ્યા હતો. મોહમ્મદ વાસિફે વીડિયો દ્વારા તેનું બ્રેન વોશ કર્યું અને અંતે પોતાના ગ્રુપના હવાલે કરી દીધો હતો.

આદિત્યની માતાએ હવે અભિયાન શરૂ કર્યું છે કે તેઓ મૂક-બધિર બાળકો માટે એવો વીડિયો બનાવશે જેનાથી તેમને હિન્દુ ધર્મ વિશે સાચી માહિતી આપી શકાય, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય આદિત્ય અબ્દુલ ના બને.

અન્ય સમાચારો પણ છે...