• Gujarati News
  • National
  • Kanpur Violence Juma Ki Namaz Update Section 144 Imposed, Security Arrangements In Kanpur

નૂપુર શર્મા સામે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન:રાંચીમાં નમાઝ પછી હિંસા, મંદિર પર પથ્થરમારા પછી પોલીસ ફાયરિંગમાં 1નું મોત; 7 ઈજાગ્રસ્ત

17 દિવસ પહેલા
  • જુમ્માની નમાઝ પછી પ્રયાગરાજમાં પથ્થરમારો, PACની ટ્રક ઉડાવી, દિલ્હીથી કોલકાતા સુધી વિરોધ

પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી પછી BJPથી નિષ્કાસિત નેતા નૂપુર શર્મા વિરૂદ્ધ શુક્રવારે દેશભરમાં પ્રદર્શન શરૂ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, બંગાળના ઘણા શહેરોમાં જુમ્માની નમાઝ પછી લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને નૂપુર શર્મા વિરૂદ્ધ નારા લગાડવા લાગ્યા હતા. ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. પ્રયાગરાજમાં પ્રદર્શનકારીઓએ PACના ટ્રક પણ ફૂંકી માર્યા છે. જ્યારે કર્ણાટકમાં નુપુરનું પૂતળું ટિંગાડી દેવાયું છે.

એક દિવસ પહેલા નુપુર સહિત 33 લોકો વિરૂદ્ધ હેટ સ્પિચ આપવાનો કેસ દિલ્હી પોલીસે દાખલ કર્યો હતો. મુંબઈમાં પણ તેના વિરૂદ્ધ એક કેસ ફાઈલ થયો છે. જોકે દિલ્હી પોલીસે તેને સુરક્ષા પ્રદાન કરી છે, કારણ કે તેને મોતને ઘાટ ઉતારવાની ધમકીઓ પણ મળી રહી છે.

રાંચીમાં નમાઝ પછી હિંસા, મંદિર પર પથ્થરમારા પછી પોલીસ ફાયરિંગમાં 1નું મોત
પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી અંગે રાંચીમાં શુક્રવારે નમાઝ પછી હિંસક પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. લોકોએ મંદિર પર પથ્થરમારો કર્યો જેના જવાબમાં પોલીસ ફાયરિંગ દરમિયાન 35 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે તો બીજી બાજુ 7 અન્ય લોકોને ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયા છે.

પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન
1. ઉત્તર પ્રદેશઃ નુપુરની જીભ કાપી દેનારને 1 કરોડ રૂપિયાનું ઈનામ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, સહારનપુર, બારાબંકી, મુરાદાબાદ, ઉન્નાવ, દેવબંદ સહિત અનેક શહેરોમાં શુક્રવારની નમાજ બાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સહારનપુરમાં તોડફોડ અને પ્રયાગરાજમાં પથ્થરમારો થયો હતો. પ્રયાગરાજમાં લોકોએ PAC ટ્રકને આગ ચાંપી દીધી હતી. ઘણી જગ્યાએ પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ભીમ આર્મી ચીફ સતપાલ તંવરે નુપુર શર્માની જીભ કાપનારાને એક કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

2. દિલ્હીઃ શાહી ઈમામે કહ્યું- અમે પ્રદર્શનકારીને નથી ઓળખતા

દિલ્હીની જામા મસ્જિદમાં શુક્રવારની નમાઝ માટે લગભગ 1500 લોકો એકઠા થયા હતા. નમાઝ પછી લગભગ 300 લોકો બહાર આવ્યા અને નુપુર શર્મા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જામા મસ્જિદના શાહી ઈમામે કહ્યું કે અમારી તરફથી વિરોધનો કોઈ કોલ આવ્યો નથી. નમાઝી નમાઝ અદા કરીને બહાર આવ્યા અને અચાનક જ વિરોધ કરવા લાગ્યા. અમને ખબર નથી કે વિરોધીઓ કોણ છે. મને લાગે છે કે તે AIMIMનો સભ્ય છે અથવા ઓવૈસીનો માણસ છે.

3. કર્ણાટકઃ બેલગાવીમાં નુપુર શર્માનું પૂતળું લટકાવ્યું

શુક્રવારે કર્ણાટકના બેલાગવીમાં ફોર્ટ રોડ પર એક મસ્જિદ પાસે બીજેપીની નૂપુર શર્માનું પૂતળું ઈલેક્ટ્રીક વાયરથી લટકતું મળી આવ્યું હતું. તેમણે કહ્યું કે, આ મુદ્દે લોકોમાં આક્રોશ ઊભો કરાતાની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે પોલીસે તેને તાત્કાલિક હટાવી દીધું હતું.

4. કાશ્મીરઃ શ્રીનગર અને ઘણા અન્ય સ્થળે પ્રદર્શન

શ્રીનગર અને કાશ્મીરના અન્ય કેટલાક શહેરોમાં નૂપુર શર્માની ટિપ્પણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અહીં પણ નમાઝ પછી જ દેખાવો શરૂ થયા હતા. ઘણા પોસ્ટર પણ જોવા મળ્યા, જેમાં પયગંબર મોહમ્મદનું અપમાન કરનારાઓનું શિરચ્છેદ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.

લખનઉની ટીલે વાળી મસ્જિદ પર મોટી સંખ્યામાં સેના તહેનાત કરવામાં આવી હતી. ડ્રોનથી દેખરેખ રાખવામાં આવે છે. શહેરમાં ગુરુવારથી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જોઈન્ટ કમિશનર પોલીસ લો એન્ડ ઓર્ડર પીયુષ સહિત સીનિયર પોલીસ અધિકારી, 4 સેન્ટ્રલ સહિત છ કંપનીઓ પીએસીની તહેનાત છે. એડીસીપી પશ્ચિમ ચિંરજીવી નાથ સિન્હાએ જણાવ્યું કે જુમ્માની નમાઝ વિશે પાટનગર લખનઉને 9 ઝોનમાં વહેચવામાં આવ્યું છે.

5. બંગાળઃ કોલકાતામાં પણ પ્રદર્શન, લોકો રસ્તા પર ઉતરી આવ્યા

કોલકાતા અને હાવડામાં પ્રદર્શનકારીઓએ રસ્તાઓ પર સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ કહ્યું કે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરનારાને દુર્ભાગ્ય મળવું જોઈએ. ટોળામાં સામેલ લોકોએ દુકાનો બંધ કરાવવા અંગે હોબાળો પણ મચાવ્યો હતો. ત્યારપછી પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.

6. ઝારખંડઃ રાંચીમાં પોલીસ પર પથ્થર મારો, ફાયરિંગ પણ થયું

રાંચીમાં શુક્રવારની નમાઝ બાદ પ્રદર્શનકારીઓએ મુખ્ય માર્ગ પર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન હોબાળો થયો અને પથ્થરમારો પણ થયો હતો. પોલીસે હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો. મેઈન રોડ પર આવેલી ઈકરા મસ્જિદથી ડેઈલી માર્કેટ સુધી દુકાનો હતી. આ ઉપરાંત મુસ્લિમ બહુલ વિસ્તાર હિંદપીરી, પુંડગમાં પણ દુકાનો બંધ રાખવામાં આવી હતી.

7. તેલંગાણાઃ હૈદરાબાદમાં મક્કા મસ્જિદ બહાર પ્રદર્શન
તેલંગાણામાં નમાજ પછી વિરોધીઓએ હોબાળો કર્યો હતો. રાજધાની હૈદરાબાદમાં મક્કા મસ્જિદની બહાર સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારપછી પોલીસે બળપ્રયોગ કરીને પ્રદર્શનકારીને વિખેરી નાખ્યા હતા. આ વિસ્તારમાં પોલીસ ફોર્સ અને CRPF તૈનાત છે

8. પંજાબઃ લુધિયાણામાં ઈમામની માગ પર પ્રદર્શન

લુધિયાણા જામા મસ્જિદના ઈમામ દ્વારા પયગંબરનું અપમાન કરનારા લોકોની ધરપકડ કરવાની માગ કરી છે. જેના પરિણામે સમગ્ર પંજાબમાં વિરોધ પ્રદર્શન આયોજિત કરાયું છે. શાહી ઈમામ મૌલાના મોહમ્મદ ઉસ્માન રહેમાની લુધિયાણવીએ આ પ્રદર્શન કરવા ટકોર કરી છે. જુમ્માની નમાઝ અદા કર્યા પછી મજલિસ અહરાર ઈસ્લામ હિંદે નૂપુર શર્મા અને નવીન જિંદલના પૂતળા ફૂંકી માર્યા હતા. પ્રદર્શનકારીઓએ કહ્યું- પયગંબરની શાનમાં અપમાન સહન ના કરી શકીએ.

9. મધ્યપ્રદેશઃ છિંદવાડામાં પણ પ્રદર્શન
મધ્યપ્રદેશમાં પણ નમાજ પછી મુસ્લિમ સમાજના લોકોએ નૂપુરની ધરપકડ કરવાની માગ સાથે નારા લગાવ્યા હતા. નૂપુર શર્માને મળી રહેલી ધમકીઓ અંગે સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે ભારત હિંદુઓનો દેશ છે. જેમ કમલેશ તિવારીએ કઈક કહ્યું અને તેની હત્યા થઈ જ્યારે અન્ય કોઈએ (નૂપુર શર્માએ) વાંધો ઉઠાવ્યો તો તેને ધમકીઓ મળવા લાગી. ભારતમાં સનાતન ધર્મ જીવંત જ રહેશે અને આ અમારી જવાબદારી છે.

10. મહારાષ્ટ્રઃ ઘણા શહેરોમાં પ્રદર્શન
મહારાષ્ટ્રના નવી મુંબઈ, પનવેલ, સોલાપુર, ઓરંગાબાદમાં પણ પ્રદર્શન થઈ રહ્યા છે. જોકે અહીં કોઈ હિંસાના સમાચાર સામે આવ્યા નથી. તમને જણાવી દઈએ કે પ્રદર્શનમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.

કાનપુરમાં ત્રણ જૂને થયેલા રમખાણો બાદ આજે શુક્રવાર જુમ્માની પહેલી નમાઝ થઈ છે. આખા રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે તે પછી પણ યુપીના ત્રણ શહેરોમાં નમાઝ પછી ઉગ્ર પ્રદર્શન કરવામા આવ્યા હતા. પ્રયાગરાજમાં નમાઝ પછી ભીડે વિરોધ-પ્રદર્શન શરૂ કર્યા હતા. મુરાદાબાદમાં ઉગ્ર ભીડે 'નૂપુર શર્માને ફાંસી આપો'ના બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યા હતા. સહારનપુરમાં જુમ્માની નમાઝ પછી અલ્લા-હૂ-અકબરના નારા લગાવવામાં આવ્યા હતા. ડરના કારણે આસપાસની દુકાનવાળાઓએ તેમની દુકાનો બંધ કરી દીધી હતી.

કાનપુરમાં બેકનગંજના ત્રણ કિમી વિસ્તારમાં 9 કંપની PACમાં 800 જવાન, 3 કંપની RAFમાં 375 જવાન, 7 કંપની ક્વિક રિસ્પોન્સ ટીમમાં 75 જવાન અને પોલીસના 3 હજાર જવાન તહેનાત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવા માટે 100થી વધારે લોકોની ટીમ બનાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...