તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Postmortem Report Of Gangster Vikas Dubey Came, Three Bullets Went Through, 10 Marks Of Injuries On The Body

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાનપુર શૂટઆઉટ:ગેંગસ્ટર વિકાસ દુબેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, ત્રણ ગોળીઓ આરપાર નીકળી ગઈ હતી, શરીરમાં ઈજાના 10 નિશાન

લખનઉ10 મહિનો પહેલા
  • 10 જુલાઈએ કાનપુરની પાસે એસટીએફની સાથેની અથડામણમાં વિકાસ દુબેનું મોત થયું હતું
  • 9 જુલાઈએ વિકાસ ઉજ્જૈનમાંથી પકડાયો હતો, એસટીએફ તેને કાનપુર લઈને આવી રહી હતી

ઉતર પ્રદેશમાં ગેંગસ્ટર વિકાસ દુબેને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યાના 10 દિવસ પછી તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે વિકાસના શરીરમાં પોલીસની ત્રણ ગોળીઓ આર-પાર નીકળી ગઈ હતી. શરીરમાં ઈજાના 10 નિશાન પણ મળ્યા છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવ્યા મુજબ એક ગોળી જમણા ખભામાં અને અન્ય બે છાતીમાં વાગી હતી. જમણા ભાગમાં માથુ, કોણી, પાસળી અને પેટમાં ઈજા થઈ હતી. ગોળીના કારણે 6 જગ્યાએ ઈજા થઈ છે. જ્યારે અન્ય 4 ઈજાઓ શરીરના જમણા ભાગમાં થઈ હતી. તે ગોળી વાગ્યા પછી પડવાના કારણે થઈ હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 10 ઈજાનો ઉલ્લેખ
ફોરન્સિક એક્સપર્ટના જણાવ્યુ મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 10 ઈજાઓનો ઉલ્લેખ છે. તેમાંથી 6 ઈજાઓ ગોળીઓની છે. એટલે કે ત્રણ ગોળીઓ આરપાર નીકળી ગઈ હતી. પહેલી ગોળી વિકાસના ખભા પર વાગી હતી. અન્ય બે ગોળીઓ છાતીમાં વાગી હતી. તેના માથા પર થોડી ઈજા અને સોજો પણ હતો. કોણી ફાટી ગઈ હતી. પેટ અને પાસળીઓમાં પણ થોડી ઉંડી ઈજા અને સોજો આવ્યો છે. એસટીએફએ એન્કાઉન્ટરમાં દાવો કર્યો હતો કે વિકાસે તેમની પર ગોળીઓ ચલાવી, પછી તેમણે જવાબી કાર્યવાહી કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે ગોળી કેટલી દૂરથી ચલાવવામાં આવી.

વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાઈ ગયો, કાનપુર પાસે અથડામણ
કાનપુર જિલ્લાના બિકરુ ગામમાં 2 જુલાઈની રાતે ત્રણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગેંગસ્ટર વિકાસ દુબેને પકડવા ગયો હતો. અહીં વિકાસ અને તેની ગેંગે પોલીસ પર હુમલો કર્યો હતો. તેમાં સીઓ સહિત 8 પોલીસ જવાનોના મોત થયા હતા. જ્યારે 7 પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. ઘટના પછી વિકાસ ફરાર થયો હતો. તે આ ઘટનાના 7માં દિવસે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી પકડાયો હતો. તેને લઈને આવતી વખતે બીજા દિવસે એટલે કે 10 જુલાઈએ એસટીએફની ગાડી કાનપુરની પાસે પલટી ખઈ ગઈ હતી. આ ઘટના પછી વિકાસે ભાગવાની કોશિશ કરી હતી. આ દરમિયાન થયેલા પોલીસ એન્કાઉન્ટરમાં તેનું મોત થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો