• Gujarati News
  • National
  • Said If The Bulldozer Goes, We Will Tie The Shroud And Take To The Road, So Far 50 Accused Have Been Arrested

કાનપુર હિંસા પર શહેર કાજીનું વિવાદિત નિવેદન:કહ્યું- બુલડોઝર ચાલ્યું તો કફન બાંધીને રસ્તા પર ઉતરીશું, અત્યાર સુધીમાં 50 આરોપીની ધરપકડ

કાનપુર21 દિવસ પહેલા

કાનપુરના શહેર કાજી મૌલાના અબ્દુલ કુદ્દૂસ હાદીનું નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે જો પોલીસ એકતરફી કાર્યવાહી કરશે અને અમારા ઘરો પર બુલડોઝર ચલાવશે તો અમે ચૂપ નહીં રહીએ. અમે કફન બાંધીને રસ્તા પર ઉતરી પડીશું. તેમને પોલીસ કમિશનર વિજયસિંહ મીનાને પણ ફરિયાદ કરી છે. તેમનો આરોપ છે કે પોલીસ એક્શનથી એક સમુદાયમાં અસંતોષ છે.

તેમનો દાવો છે કે બોમ્બ ફેંકવાનો જે નવો વીડિયો સામે આવ્યો છે, તેમાં હિન્દુ પક્ષના લોકો જોવા મળે છે. આ વીડિયોની તપાસ પણ પોલીસ કરી રહી છે. તો આ કેસમાં અત્યારસુધીમાં 50 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે.

કાજીના દાવા મુજબ પહેલાં ચંદ્રેશ્વર હાતેથી નમાઝીઓ પર પથ્થરમારો થયો
શહેર કાજીનો દાવો છે કે 3 જૂને હિંસા થઈ તે પહેલાં શાંતિથી માર્કેટમાં અવરજવર હતી. મુસ્લિમ સમુદાયના લોકો જુમ્માની નમાઝ પઢીને પરત ફરી રહ્યાં હતા. ચંદ્રેશ્વર હાતેના રહેવાસીઓએ નમાઝીઓ પર પથ્થરમારો કર્યો. જે બાદ મુસ્લિમ પક્ષના લોકો ભડકી ગયા હતા. મુસ્લિમ પક્ષના લોકોએ આત્મરક્ષામાં પથ્થરમારો કર્યો હતો. જે બાદ બંને સમુદાયના લોકો વચ્ચે હિંસા શરૂ થઈ ગઈ.

તેમને આરોપ લગાવ્યો કે જો આત્મરક્ષામાં મુસ્લિમ પક્ષ પથ્થરમારો નહીં કરે તો હાતેમાં રહેતા મુસ્લિમ પક્ષના કેટલાંક લોકોની હત્યા પણ થઈ શકી હોત. પરંતુ આ કેસમાં માત્ર મુસ્લિમોની જ ધરપકડ થઈ રહી છે.

શહેર કાજી મૌલાના અબ્દુલ કુદ્દૂસ હાદીની સાથે હિંસા થઈ તે સમયે કેટલાંક યુવકોએ મારામારી કરી હતી. તેમનો મોબાઈલ પણ ઝુંટવી લીધો હતો.
શહેર કાજી મૌલાના અબ્દુલ કુદ્દૂસ હાદીની સાથે હિંસા થઈ તે સમયે કેટલાંક યુવકોએ મારામારી કરી હતી. તેમનો મોબાઈલ પણ ઝુંટવી લીધો હતો.

PFIનું નિવેદન- હિંસા પછી મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવે છે
કાનપુરમાં થયેલી હિંસાને લઈને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)નું નિવેદન પણ સામે આવ્યું છે. PFIએ એક પત્ર જાહેર કરી કહ્યું કે કાનપુર હિંસા સાથે તેમને કંઈ લાગતું વળગતું નથી. અમે કાનપુર હિંસાની નિંદા કરીએ છીએ. કાનપુરમાં થયેલી હિંસા પછી મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. બુલડોઝર ચલાવવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. એવામાં પોલીસની કાર્યવાહી એકતરફી છે.

મુસ્લિમ વિરૂદ્ધ બદલાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાનપુર પોલીસે હિંસામાં સામેલ કેટલાંક લોકોના પોસ્ટરને સાર્વજનિક કર્યા છે. એવામાં પોસ્ટરની અસર થઈ રહી છે. આરોપી જાતે જ પોલીસ સમક્ષ સરેન્ડર કરી રહ્યાં છે. તેમને ડર છે કે પોલીસ તેમની સપંત્તિઓ જપ્ત કરીને બુલડોઝર ન ફેરવી દે.

પોલીસ એક્શન મોડમાં
કાનપુરમાં હિંસા પછી પોલીસ એક્શન મોડમાં છે. અત્યાર સુધીમાં 50 સંદિગ્ધ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે પોલીસે દરોડા પાડીને 12 આરોપીઓની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...