તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kanpur IIT Latest Update । Uttar Pradesh Kanpur IIT Assistant Registrar Commit Suicide

પુત્ર પોઝિટિવ આવતા પિતાનો આપઘાત:દોઢ વર્ષનો પુત્ર સંક્રમિત આવતા ડિપ્રશનમાં જતા રહ્યા, પત્નીએ કહ્યું- સવારે જોયું તો પતિએ ગળે ફાંસો ખાઈ લીધો હતો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરની બહાર કોવિડ પોઝિટિવનું સ્ટીકર લાગ્યું હોવાથી લોકો ઘરથી દૂર ભાગતાં હતાં
  • માનસિક તણાવ વધતા આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન

IIT કાનપુરનાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સુરજીત દાસે સોમવારની રાતે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મંગળવારની સવારે એમના મૃતદેહને જોઈને પત્નીનાં માથે આભ ફાટ્યું હતું. પત્નીનાં જણાવ્યા પ્રમાણે ઘરની બહાર કોરોના પોઝિટિવનું સ્ટીકર લાગ્યું હોવાથી લોકો એમના પરિવારની અવગણના કરતા હતા. જેથી એમના પતિ વધુ માનસિક તણાવમાં આવી ગયા હતા.

સુરજીત આસામનાં રહેવાસી હતો
આસામનો રહેવાસી સુરજીત IITમાં 2015થી આસિસ્ટન્ટ રજિસ્ટ્રારનાં પદ પર કાર્યરત હતો. તે આની પત્ની બુલબુલ અને બે બાળકો શોભિત અને સુનિયોજિત સાથે રહેતો હતો. પત્નીએ જણાવ્યું હતું કે રાતે ભોજન ગ્રહણ કરીને તેઓ પોતાના રૂમમાં જતા રહ્યા હતા. મોડી રાતે 2 વાગ્યા સુધી તો તેઓ સ્વસ્થ હતા, પરંતુ જ્યારે સવારે 9 વાગ્યા સુધી પણ તેઓ બહાર નહોતા આવ્યા એટલે મેં રૂમનો દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાની સાથે જ ચાદરથી ગળે ફાંસો ખાઈને પંખે લટકતો એનો એમનો મૃતદેહ મને જોવા મળ્યો હતો. એમના હાથ-પગ ઠંડા પડી ગયા હતા. પત્નીએ આ વાતની જાણકારી IIT પ્રશાસનને આપી હતી અને આસપાસનાં લોકોની સહાયતાથી પતિનાં મૃતદેહને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. ડૉકટરે તપાસ કર્યા પછી એમને મૃત જાહેર કર્યા હતા.

ઘરની બહાર કોવિડ પોઝિટિવનું પોસ્ટર લાગવાથી તણાવ વધ્યો
તેમની પત્નીએ જણાવ્યું હતું કે ઘરની બહાર કોવિડ પોઝિટિવનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે લોકો એમના ઘરની આસપાસ આવતા પણ ડરી રહ્યા હતા. આ પ્રકારની અવગણનાને પગલે એમના પતિ તણાવમાં રહેતા હતા.

સુરજીત અને તેની પત્ની બુલબુલની તસવીર
સુરજીત અને તેની પત્ની બુલબુલની તસવીર

પોલીસ અને ફોરેન્સિક ટીમે પુરાવાઓ એકત્રિત કર્યા
બપોરનાં 12 વાગ્યે પોલીસ અને ફોરેન્સિકની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન પોલીસની ટીમને એકપણ શંકાસ્પદ પુરાવાઓ મળ્યા નહોતા. તેમ છતાં પોલીસની ટીમ આસપાસનાં લોકો સાથે પૂછપરછ કરીને આત્મહત્યાનું કારણ જાણવાનો પ્રયાસ કરશે.

પહેલાથી જ માનસિક રૂપે બીમાર હતા, સારવાર ચાલતી હતી
પત્નીનાં જણાવ્યા પ્રમાણે એના પતિ પહેલાથી જ માનસિક રૂપે બીમાર હતા. હોમિયોપેથીક ડોકટર પાસે એમની સારવાર પણ કરવામાં આવી રહી હતી. પુત્ર જ્યારે કોરોના પોઝિટિવ આવ્યા એના પછીથી એમનો માનસિક તણાવ વધી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...