તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kangana's Question To Jaya What If Your Son Had Been Hanged ...? Potatoes And Onions Became Twice As Expensive In One Week; This Time The Situation Is Different On The Border With China

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કંગનાનો જયાને પ્રશ્ન -તમારા દિકરાએ ફાંસી લગાવી લીધી હોત તો...? એક સપ્તાહમાં બટાકા-ડૂંગળી બે ગણા મોંઘા થયા; આ વખતે ચીન સાથે સરહદ પર સ્થિતિ અલગ છે

10 મહિનો પહેલા

સુશાંતના મૃત્યુ બાદ શરૂ થયેલા ડ્રગ્સ વિવાદને લઈ બોલીવૂડ બે ભાગમાં વહેચાયેલુ દેખાય છે. ચીન સરહદ પર પણ સ્થિતિ સામાન્ય નથી, તો શરૂ કરીએ આજની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ....
આજે આ 3 સમાચાર પર નજર રહેશે...
1. ઈન્ડિગોની ભોપાલ-કોલકાતા તથા ભોપાલ-લખનઉ ફ્લાઈટ શરૂ થશે
2. વંદે ભારત મિશન અંતર્ગત એર ઈન્ડિયાની કોલકાતા-લંડન ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થશે
3. ચંડીગઢથી પંજાબ અને હરિયાણા માટે 50 ટકા યાત્રી સાથે બસ સર્વિસ શરૂ થશે

આજે આ 2 રાજકીય કાર્યક્રમ
- બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખી LJPના વડા ચિરાગ પાસવાને તેમના સાંસદોની બેઠક બોલાવી છે. તેનાથી નક્કી થશે કે શું LJP બિહારની 243 પૈકી 143 બેઠક પર ચૂંટણી લડશે.
- મધ્ય પ્રદેશમાંથી CM શિવરાજ સિંહ ચૌહાણ અન્ન ઉત્સવની શરૂઆત કરશે. તે અંતર્ગત પ્રદેશભરમાં 37 લાખ લોકોને રાશનની વહેચણી કરશે.

હવે ગઈકાલના 7 મહત્વના સમાચાર
1. જયા બચ્ચન અને કંગના વચ્ચે વિવાદ

ભાજપના સાંસદ રવિ કિશને સોમવારે લોકસભામાં નિવેદન આપ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ડ્રગ્સ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગયુ છે. આ અંગે મંગળવારે SP સાંસદ જયા બચ્ચને રાજ્યસભામાં કહ્યું- 'તમે જે થાળીમાં ખાવો છો તેમાં થૂંકાય નહી.' આ અંગે રવિ કિશનની પ્રતિક્રિયા બાદમાં આવી, પણ પહેલું નિવેદન કંગના તરફથી આવ્યુ. તેણે જયાને કહ્યું- શુ તમારો દિકરો ફાંસી પર ઝૂલતો હોત તો પણ તમે આ નિવેદન આપ્યું હોત? (વાંચો વિગતવાર સમાચાર)

2. બટાકા-ડુંગળી બન્ને મોંઘા
દિલ્હીમાં મંગળવારે ડુંગળીના જથ્થાબંધ ભાવ રૂપિયા 40-45 પ્રતિ કિલો હતા. સપ્તાહ પહેલા આ ભાવ કીલો દીઠ રૂપિયા 15-20 હતા. દિલ્હી સહિત આજુબાજુના શહેરોમાં છૂટક ભાવ કીલો દીઠ 60થી 80 રૂપિયા છે. બટાકાનો જથ્થાબંધ ભાવ રૂપિયા 26, તો છૂટક ભાવ કીલો દીઠ રૂપિયા 35-40 છે. ગયા સપ્તાહે જથ્થાબંધ ભાવ પ્રતિ કીલો રૂપિયા 15 હતો.

3. ફેસબુક, વોટ્સએપ અને ઝૂમ પર કોઈ દરમિયાનગીરી નહીં
ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈને લાગે છે કે ફેસબુક, વોટ્સઅપ, ટેલિગ્રામ સહિત તમામ OTT પ્લેટફોર્મ્સ માટે રેગ્યુલેશન બનાવવાની કોઈ જરૂર નથી. એટલે કે આ પ્લેટફોર્મ્સ પર યુઝરને જે કરવાનું છે તે કરવા દે. ટ્રાઈની આ ભલામણો પર સરકારે નિર્ણય લેવાનો છે. આ ભલામણોથી ટેલિકોમ ઓપરેટર નારાજ છે. (વાંચો વિગતવાર સમાચાર)

4. JEE ટોપર છોકરીની કહાની
એન્જીનિયરિંગની જોઈન્ટ એન્ટ્રેન્સ એક્ઝામ (JEE)ની ટોપર્સ લિસ્ટમાં છોકરીઓની ભાગીદારી ઓછી હોવાની છેલ્લા 17 વર્ષની માન્યતાને તનુજા ચક્કુએ તોડી નાંખી છે. વર્ષ 2020ની E Mainના રિઝલ્ટમાં 24 ટોપર્સની યાદીમાં તેલંગાણાની રહેવાસી તનુજા એકમાત્ર છોકરી છે કે જેણે 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.

5. ચીન મુદ્દે સરકારનું નિવેદન
ચીન સાથેના તાજેતરના વિવાદ પર સરકારે પહેલી વખત સંસદમાં નિવેદન આપ્યુ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે ચીને LAC અને આંતરીક વિસ્તારોમાં મોટી સંખ્યામાં સેનાના જવાનો ગોઠવ્યા છે તથા દારૂગોળો જમા કર્યો છે. આપણે પણ જવાબી પગલા ભર્યા છે. આ વખતે સ્થિતિ અગાઉ કરતા અલગ છે. (વાંચો વિગતવાર સમાચાર)

6. IPLના ટોપ રેકોર્ડ્સ
IPL UAEમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. ગત 12 સિઝનમાં ભારતીયોએ અનેક રસપ્રદ રેકોર્ડ બનાવ્યા છે. જેમ કે-લીગના સૌથી મોંઘા ખેલાડી વિરાટ કોહલીએ સૌથી વધારે 5412 રન બનાવ્યા છે. હરભજન સિંહે સૌથી વધારે 1249 ડોટ બોલ્સ ફેક્યા છે. (વાંચો વિગતવાર સમાચાર)

7. શુક્ર ગ્રહ પર એલિયન!
શુક્ર ગ્રહ પર એલિયન હોવાના સંકેત મળ્યા છે. વૈજ્ઞાનિકોએ અન્ય ગ્રહો પર જીવનની શોધમાં અત્યાર સુધીની સૌથી મહત્વની શોધ માનવામાં આવે છે. શુક્ર ગ્રહના એસિડિક વાદળોમાં ફોસ્ફીન ગેસ મળ્યો છે. તે બાયોલોજિકલ પ્રોસેસથી પેદા થાય છે. તેને લીધે સોલર સિસ્ટમમાં એલિયન હોવાની સંભાવના ફરી વધારે મજબૂત બની છે. (વાંચો વિગતવાર સમાચાર)

હવે 16 સપ્ટેમ્બરનો ઈતિહાસ

1920: ન્યૂયોર્કમાં વોલ સ્ટ્રીટ પર બોમ્બ બ્લાસ્ટમાં 38 લોકોના મૃત્યુ થયા. હજુ સુધી જાણી શકાયુ નથી કે આ બ્લાસ્ટ કોણે કર્યો હતો
1978: ઈરાનમાં તબાસ વિસ્તારમાં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 20 હજારથી વધારે લોકોના મૃત્યુ થયા હતા
1994: UNએ ઈન્ટરનેશનલ ડે ફોર ધ પ્રિવેન્શન ઓફ ધ ઓઝોન લેયરની શરૂઆત કરી

અંતમાં વાત કવિ શ્યામલાલ ગુપ્તની કરીએ, જેમનો આજે જન્મ દિવસ છે. તેમના દ્વારા લિખિત 'ઝંડા ઉંચા રહે હમારા' ખૂબ જ લોકપ્રિય છે.

અન્ય સમાચારો પણ છે...