તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અનુષ્કા પર ગાવસ્કરની ટિપ્પણી કંગનાને પણ પસંદ આવી નથી. પણ તેણે એક્ટ્રેસને પણ આડે હાથ લેતા કહ્યું કે જ્યારે મને હરામખોર કહેવામાં આવી ત્યારે તમે ચુપ હતા. ભાજપે નવી કાર્યકારિણી સમિતિની રચના કરી છે. પણ રામ માધવને સ્થાન મળ્યુ નથી. હવે શરૂ કરીએ આજની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ....
આ 5 ઘટના પર નજર રહેશે
1. ભારતીય વાયુ સેના રાજસ્થાન, હરિયાણા અને બિહારમાં રિક્રુટમેન્ટ કરશે. આ લિંક પર રજિસ્ટ્રેશન કરી શકાય છે. https://airmenselection.cdac.in/CASB/
2. IPLમાં આજે કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થશે. સાંજે 7 વાગે ટોસ ઉછળશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે.
3. આજે દેશભરના 1150 કેન્દ્ર પર યોજાશે JEE એડવાન્સ્ડ 2020 પરીક્ષા
4. મન કી બાત કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી મોદી આજે લોકો પાસે સૂચનો માંગશે.
5. આ વર્ષનું અંતિમ ગ્રાન્ડ સ્લેમ ફ્રેંચ ઓપન પેરિસમાં આજથી શરૂ થશે.
હવે ગઈકાલના 6 મહત્વના સમાચાર જોઈએ
1. દીપિકાએ ડ્રગ્સ ચેટની વાત કબૂલી
NCBએ દીપિકા પાદુકોણની આશરે સાડા પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દીપિકા તથા તેની મેનેજર કરિશ્મા પ્રકાશે ડ્રગ્સ ચેટની વાત કબૂલી છે. આ કેસમાં શ્રદ્ધા કપૂરની 6 કલાક તથા સારા અલી ખાનની NCBએ પાંચ કલાક પૂછપરછ કરી હતી. બન્ને ડ્રગ્સ લેતી હોવાની વાતનો ઈન્કાર કર્યો છે. (વાંચો વિગતવાર સમાચાર)
2. અનિલ અંબાણીએ કહ્યું- પરિવાર અને પત્ની મારો ખર્ચ ઉઠાવી રહ્યા છે
રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ શુક્રવારે કહ્યું કે તે (અંબાણી) ઘરેણા વેચીને વકીલોની ફી ચુકવી રહ્યા છે. પરિવાર અને પત્ની તેમનો ખર્ચ ઉઠાવી રહ્યા છે. ચીનની ત્રણ સરકારી બેન્કોની લોનને લગતા કેસમાં અનિલ અંબાણી પ્રથમ વખત વીડિયો કોન્ફરન્સિંગ મારફતે લંડનની હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા. (વાંચો વિગતવાર સમાચાર)
3. હવે મથુરામાં શાહી મસ્જિદ હટાવવાની માંગ
મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરિસરનો કેસ સ્થાનિક કોર્ટમાં પહોંચ્યો છે. તેમા 13.37 એકર જમીન પર દાવો કરવા સાથે માલિકી માગવામાં આવી છે. આ ઉપરાંત શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની પણ માંગ કરાઈ છે. અલબત, શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટના સચિવનું કહેવું છે કે આ કેસ સાથે તેમને કોઈ જ લેવાદેવા નથી. (વાંચો વિગતવાર સમાચાર)
4. એશિયાના સૌથી મોટા સ્લમથી ગ્રાઉન્ડ રિપોર્ટ
ધારાવીમાં 3 હજારથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જૂન મહિનામાં અહીં કોરોના નિયંત્રણમાં આવી ગયો હતો. દસ દિવસથી દર્દીની સંખ્યા ફરી ઝડપથી વધવા લાગી છે. 'ધારાવી મોડલ'ની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી હતી. તો અચાનક શું થયુ કે અહીં ફરીથી કોરોના બ્લાસ્ટ થઈ ગયો? (વાંચો વિગતવાર સમાચાર)
5. વિરાટની રમત ખરાબ થઈ તો ટ્રોલર્સે અનુષ્કાને નિશાન બનાવી
વિરાટ કોહલીની ટીમ IPLમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે હરી ગઈ. પણ તેનો દોષ ફરી એક વખત તેની પત્ની અને એક્ટ્રેસ અનુષ્કા શર્માને આપવામાં આવ્યો. આમ તો આ પ્રથમ વખત નથી. જ્યારે-જ્યારે પણ વિરાટની રમત બગડી છે ટ્રોલર્સે અનુષ્કાને જ નિશાન બનાવી છે. (વાંચો વિગતવાર સમાચાર)
6. કોવિડમાં ચૂંટણી કેવી રીતે યોજી શકાય તે દક્ષિણ કોરિયા અને તાઈવાને દેખાડ્યુ
દક્ષિણ કોરિયામાં કોવિડ-19ના દર્દીઓને ઘરે બેઠા વોટિંગ તથા PPE સૂટ્સનો વિકલ્પ મળ્યો છે. તાઈવાનમાં મહામારીની સ્થિતિ વચ્ચે ચૂંટણી યોજાઈ તો ત્યાં વાઈરસ અંગે જાગૃતિ ફેલાવવા માટે વીડિયો જાહેર કર્યો છે. હવે ભારત-અમેરિકાનો વારો છે. (વાંચો વિગતવાર સમાચાર)
હવે 27 સપ્ટેમ્બરનો ઈતિહાસ જોઈએ
1290: ચીનમાં ચિલીની ખાડીમાં ભૂકંપથી આશરે એક લાખ લોકોના મૃત્યુ થયા
1833: મહાન સમાજ સુધારક રાજા રામમોહન રાયનું અવસાન
1932: જાણીતા ફિલ્મકાર યસ ચોપડાનો જન્મ દિવસ
1998: સર્ચ એન્જીન ગૂગલની સ્થાપના થઈ
હવે વાત મહાન વૈજ્ઞાનિક આલ્ફ્રેડ આઈસ્ટાઈન વિશે. તેમણે વર્ષ 1905માં આજના દિવસે e=mc સ્ક્વેરનો સિદ્ધાંત રજૂ કર્યો હતો.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.