તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્વીડનની પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ગુરુવારે (ભારતીય સમયાનુસાર) ફરી એક વખત ખેડૂતો આંદોલનનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું હતું કે કોઈપણ ધમકી કે નફરત એને બદલી ન શકે. સમાચાર હતા કે ગ્રેટા વિરુદ્ધ દિલ્હી પોલીસે FIR દાખલ કરી છે. જોકે દિલ્હી પોલીસે આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે. સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ પ્રવીર રંજને ગુરુવારે કહ્યું હતું કે FIRમાં કોઈનું નામ નથી લખવામાં આવ્યું. આ કેસ માત્ર ટૂલ કિટ બનાવનારા વિરુદ્ધ દાખલ કરાયો છે અને એ હાલ તપાસનો વિષય છે.
ગ્રેટા થનબર્ગે બુધવારે કરેલા ટ્વીટમાં પણ ખેડૂતો આંદોલનનું સમર્થ કર્યું હતું. તેણે ટ્વીટ કરી એક ટૂલ કિટ શેર કરી હતી, જેમાં 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલા પ્રદર્શન અંગે જાણકારી હતી. એ બાદ ટ્વિટરે આ ડોક્યુમેન્ટને પ્રતિબંધિત જાહેર કરી ગ્રેટનાં ટ્વીટ ડિલિટ કરી દીધાં હતાં.
ટ્વિટરે કંગનાનાં ટ્વીટ હટાવ્યા
થનબર્ગ સિવાય ઈન્ટરનેશન પોપ સ્ટાર રિહાને આંદોલનને સપોર્ટ કર્યો હતો. જવાબમાં એક્ટ્રેસ કંગના રનોટે ખેડૂતોને આતંકવાદી કહ્યાં હતા. તે પછી માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે ગુરુવારે કંગના રનોટના કેટલાક ટ્વિટને ડિલિટ કર્યા હતા. એમ કહેવાઈ રહ્યું છે કે આ ટ્વિટ્સથી કંપનીની હેટ સ્પીચ પોલીસી સાથે જોડાયેલા નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું. છેલ્લા થોડા કલાકોમાં કંગનાના હેન્ડલ પરથી ત્રણ ટ્વિટ હટાવવામાં આવ્યા છે.
રિપોર્ટ્સના જણાવ્યા મુજબ ટ્વિટર કંગનાના હેડલ પર નજર રાખે છે. જો તે આ પ્રકારનું વિવાદિત ટ્વિટ કરતી રહી તો તેનું એકાઉન્ટ પણ બંધ કરવામાં આવી શકે છે.
રોહત શર્મા પર કરવામાં આવેલું ટ્વીટ પણ ડિલિટ
ટ્વિટરે કંગનાના રોહિત શર્મ પર કરેલુ ટ્વિટ પણ ડિલીટ કર્યું છે. તેમાં તેણે રોહિત શર્મા અને બાકીના ક્રિકેટર્સને ધોબીના કુતરા હોવાનું કહ્યું હતું. રોહિત શર્માએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે દેશની ભલાઈમાં ખેડૂતોનું મહત્વનું યોગદાન છે. બધા મળીને સમસ્યાનો હલ લાવશે.
તેના જવાબમાં કંગનાએ લખ્યું હતું કે આ તમામ ક્રિકેટર્સ ધોબીના કુતરાની જેમ, ન ઘરના ન ધાટના જેવો સાઉન્ડ શાં માટે કરી રહ્યાં છે. ખેડૂતો એ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે, જે તેમની ભલાઈ માટે બનાવવામાં આવ્યા છે. ઉપદ્વવ ફેલાવનાર આ બધા આતંકવાદી છે. એ કહોને કે આટલો ડર શાં માટે લાગે છે?
પૂર્વી અકાલી નેતાએ ટ્વિટરને મોકલી કાયદાકીય નોટીસ
રિહાનાની પોસ્ટ પર ખેડૂતોને કહ્યાં આતંકી
ઈન્ટરનેશનલ પોપ સિંગર રિહાનાએ મંગળવારે ખેડૂત આંદોલનને લઈને સોશિયલ મીડિયા પર કમેન્ટ કરી હતી. એક રિપોર્ટને શેર કરીને રિહાનાએ ઈન્ટરનેટ બેન કરવા બાબતે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે કોઈ પણ આ મુદ્દે શાં માટે વાત કરતું નથી ?
તેની કમેન્ટ પર જવાબ આપતા બુધવારે કંગનાને લખ્યું હતું કે તેઓ ખેડૂૂત નહિ આતંકી છે. તેઓ દેશને વહેંચવાની કોશિશ કરી રહ્યાં છે. જેથી ચીન તેનો ફાયદો ઉઠાવીને પોતાનો અધિકાર જમાવી લે, જેવું તેણે અમેરિકામાં કર્યું. તમે સમજતા નથી એટલે ચુપ બેઠા છો. અમે તમારી જેમ દેશને વેચી રહ્યાં નથી.
ગ્રેટા દ્વારા લીક કરાયેલા સિક્રેટ ડોક્યુમેન્ટની પાંચ વાત
1. ઓનગ્રાઉન્ડ પ્રોટેસ્ટ : ખેડૂત આંદોલન સાથે એકજૂટતા દર્શાવતી તસવીર ઈ-મેલ કરો. આ તસવીર 25 જાન્યુઆરી સુધી મોકલો.
2. ડિજિટલ સ્ટ્રાઈક : AskIndiaWhy ના હેસટેગ સાથે ફોટો-વિડિયો 26 જાન્યુ. પહેલા પોસ્ટ કરો.
3. 4-5 ફેબ્રુઆરીએ ટ્વિટર પર ખેડૂત આંદોલન સંબંધિત વસ્તુ-હેસટેગ અને તસવીરો ટ્રેન્ડ કરાવવાની યોજના. આ માટે તસવીરો, વિડિયો, મેસેજ 5 ફેબ્રુઆરી સુધીમાં મોકલો. છેલ્લો દિવસ 6 ફેબ્રુ. હશે.
4. સ્થાનિક પ્રતિનિધિનો સંપર્ક કરો. વિદેશમાં ભારતીય દૂતાવાસ પાસે ક્યાં અને ક્યારે દેખાવ કરવા છે તે જણાવો. આથી ભારતીય સરકાર પર આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું થશે.
5. બે મોટા ભારતીય ઔદ્યોગિક ગૃહને નબળા પાડો. મોદીના રાજમાં તેઓ દુનિયાના ગરીબોનું શોષણ કરી રહ્યા છે. જમીન પર કબજો કરી રહ્યા છે.
દેખાવો લોકશાહીનો હિસ્સો US: કેપિટલ હિલ, લાલ કિલ્લાની હિંસા એક જેવી : ભારત
ખેડૂતોના દેખાવો અંગે હવે અમેરિકા પણ વચ્ચે આવી ગયું છે. અમેરિકાએ એકતરફ કહ્યું કે નવા કૃષિ સુધારાથી ભારતીય બજાર મજબૂત થશે અને ખાનગી રોકાણો વધશે. આ સાથે જ અમેરિકી વિદેશી મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા શાંતિપૂર્ણ દેખાવનું સમર્થન કરે છે. આ લોકશાહીનો હિસ્સો છે. જો મતભેદ હોય તો તેને વાટાઘાટો દ્વારા ઉકેલવા જોઈએ. તો બીજીબાજુ ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકા કૃષિ સુધારાની દિશામાં લેવાઈ રહેલા ભારતના પગલાંની પ્રશંસા કરે છે. ઐતિહાસિક લાલ કિલ્લા પર થયેલી હિંસા અંગે ભારતમાં એવી જ ભાવના છે કે 6 જાન્યુઆરીએ અમેરિકામાં કેપિટલ હિલ પર થયેલી હિંસા અંગે અમેરિકનોમાં હતી. બંને હિંસક ઘટનાઓની તપાસ કાયદાની રીતે થઈ રહી છે. બ્રિટનમાં ઈપિટિશન પર લાખો લોકોએ ખેડૂતોના દેખાવનું સમર્થન કર્યું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.