તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Kalrock Jalan Consortium To Acquire Jet Airways, Rs 10,000 Crore Debt On Jet Air Closed For 18 Months

મંજૂરી:કાલરોક-જાલન કોન્સોર્ટિયમ જેટ એરવેઝ હસ્તગત કરશે, 18 મહિનાથી બંધ જેટ એર પર 10 હજાર કરોડનું દેવું

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

લંડનની કાલરોક કેપિટલ અને યુએઈના રોકાણકાર મુરારીલાલ જાલનનું કોન્સોર્ટિયમ જેટ એરવેઝના નવા માલિક હશે. જેટ એરને લોન આપનારાઓએ નવા કોન્સોર્ટિયમના રિવાઈવલ પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે. રોકડ સંકટને કારણે એપ્રિલ 2019થી જેટ એર બંધ પડી છે. કંપનીના અનેક વિમાન વિવિધ એરપોર્ટના પાર્કિંગમાં પાર્ક છે. જેટ એરની સ્થાપના નરેશ ગોહિલે કરી હતી.

હવે આગળ શું?
આ રિવાઈવલ પ્લાનને IBCની કલમ 30(6) હેઠળ એનસીએલટી સમક્ષ રજૂ કરવામાં આવશે. એનસીએલટીની મંજૂરી પછી કોન્સોર્ટિયમને એરલાઈનના નવા માલિક જાહેર કરાશે. જેટ એરના રિવાઈવલ માટે અત્યાર સુધીમાં 16વાર બેઠક થઈ ચૂકી છે. મુરારીલાલ જાલન એમ.જે. ડેવલપર કંપનીના માલિક છે. તેઓ યુએઈ, રશિયા, ઉઝબેકિસ્તાન સહિત અનેક દેશમાં પ્રોજેક્ટ ધરાવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો