બીજેપીના નેતા કૈલાશ વિજયવર્ગીય, તેમના પુત્ર આકાશ અને બીજેપી ધારાસભ્ય રમેશ મેંદોલાના કારણે શુક્રવારે ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરમાં હોબાળો થયો છે. તેના કારણે ભસ્મ આરતીમાં અડધો કલાકની વાર થઈ હતી. ત્રણે નેતા શુક્રવારે સવારે મહાકાલના દર્શન કરવા પહોંચ્યા હતા અને તે આવતાની સાથે જ મંદિર પ્રશાસને તમામ ગેટ પણ બંધ કરી દીધા. એમ કહેવાઈ રહ્યું છે કે CCTV પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.
સવારે 4 વાગ્યે ભસ્મ આરતી કરવા જ્યારે મુખ્ય પૂજારી અજય અને બીજા પૂજારી ગેટ નંબર ચાર પર પહોંચ્યા તો તેમને ત્યાં જ રોકી દેવામાં આવ્યા હતા. તેમને થોડીવાર પછી આગળ જવા દેવામાં આવ્યા, જોકે તેમને સૂર્યમુખી દ્વાર પર ફરીથી રોકવામાં આવ્યા. પુજારી અજયે અહીં તહેનાત અધિકારી દિનેશ જાયસવાલને રોકવા અંગેનું કારણ પુછ્યું તો તે બોલાચાલી કરવા લાગ્યા હતા. આ દરમિયાન પૂજારીઓએ સભા મંડપમાં કૈલાશ વિજયવર્ગીયની સાથે આકાશ અને રમેશ મેંદોલાને જોયા હતા. તેમને જોતાની સાથે જ પૂજારી ભડકી ગયા અને હોબાળો કર્યો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીને ફરિયાદ કરીશું.
ભસ્મ આરતીમાં એક વર્ષથી શ્રદ્ધાળુઓને એન્ટ્રી નથી
પૂજારીઓના હોબાળાને લઈને મંદિર પ્રશાસન કઈ બોલવા તૈયાર નથી. જ્યારે પૂજારીઓનું કહેવું છે કે હાલ તેમના સિવાય બીજા કોઈને પણ ગર્ભગૃહમાં જવાની પરવાનગી નથી. એવામાં નેતાઓને કોના આદેશથી ગર્ભગૃહ સુધી જવા દેવામાં આવ્યા. તેની તપાસ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે કોરોના પ્રોટોકોલના પગલે ભસ્મ આરતીમાં શ્રદ્ધાળુઓની એન્ટ્રી એક વર્ષથી બંધ છે.
કૈલાશ વિજયવર્ગીય અને બીજા નેતા દર્શન કર્યા પછી મંદિરના ધર્મશાળા ગેટમાંથી નીકળી રહ્યાં હતા. આ દરમિયાન પત્રકારોએ ભસ્મ આરતીને લઈને સવાલ કર્યા તો તેમણે કોઈ જવાબ ન આપ્યો. ઉલ્લેખનીય છે કે કોરોના પ્રોટોકોલના કારણે છેલ્લા એક વર્ષથી ભસ્મ આરતીમાં શ્રદ્ધાળુઓની એન્ટ્રી બંધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.