તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સિંધિયા પરિવારમાં કોરોના:જ્યોતિરાદિત્ય અને તેમની માતા કોરોના પોઝિટિવ, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ; પરિવારના ત્રણ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ

નવી દિલ્હી4 મહિનો પહેલા
ફાઈલ ફોટો
  • ચાર દિવસ પહેલા જ્યોતિરાદિત્યને સારવાર અર્થે દાખલ કરાયા હતા
  • જ્યોતિરાદિત્યના માતામાં કોરોનાના એક પણ લક્ષણ જોવા નહોતા મળ્યા તેમ છતા રિપોર્ટ પોઝિટિવ

ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે સિંધિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્નેને દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. સિંધિયાને ગળામાં ખર્રાશ અને તાવ હતો. ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.ગ્વાલિયરમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે પાંચ દિવસ પહેલા જ્યોતિરાદિત્ય, તેમની માતા માધવી રાજે, પત્ની પ્રિયદર્શિની, પુત્ર મહાઆર્યમન અને પુત્રી અનન્યા રાજેની કોરોના ટેસ્ટ કરવામા આવી હતી. પ્રિયદર્શીની અને દીકરા-દીકરીનો રિપોર્ટ નેગેટિવ છે જ્યારે જ્યોતિરાદિત્ય અને તેમના માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

જ્યોતિરાદિત્યને ચાર દિવસ પહેલા મેક્સ સાકેતમાં એડમિટ કરાયા હતા. તેમની માતામાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા. તેમ છતાં આજે બન્નેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે બન્નેની સારવાર ચાલી રહી છે.

સિંધિયા લોકડાઉન પછીથી દિલ્હીમાં જ છે 
લોકડાઉનની જાહેરાત પછીથી જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હીમાં જ છે. તે તેમના પરિવાર સાથે દિલ્હી ખાતે આવેલા તેમના આવાસ પર રહેતા હતા.હવે જ્યોતિરાદિત્ય અને તેમની માતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સાથે તેમની કોન્ટેક્ટ હિસ્ટ્રીની તપાસ પણ ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો