તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Justice Shah Of The Supreme Court Said The Verdict Was Given That Nothing Was Understood, There Was Severe Pain In The Head; I Had To Apply Balm

હિમાચલ HCના ચુકાદાની ભાષા પર નારાજગી:સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શાહે કહ્યું- ચુકાદો એવો અપાયો હતો કે કશું સમજમાં ન આવ્યું, માથામાં સખત દુખાવો થવા લાગ્યો; બામ લાગાડવો પડ્યો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ચુકાદાની ભાષા એટલી સરળ હોવી જોઈએ કે સામાન્ય માણસને પણ સમજમાં આવી જાય- જસ્ટિસ એમ.આર.શાહ

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ શુક્રવારના રોજ એક કેસની સુનાવણી દરમિયાન રસપ્રદ ટિપ્પણી કરી હતી. આ કેસ હિમાચલ હાઈકોર્ટના એક નિર્ણય સાથે સંબંધિત છે. તેની સામે દાખલ કરેલી અરજીની સુનાવણી કરતા સમયે જસ્ટિસ ડી વાય ચંદ્રચુડે સાથી ન્યાયાધીશને પૂછ્યું કે, ચુકાદામાં લખ્યું શું છે? આ બેંન્ચ પર તેમના સહયોગી ન્યાયાધીશ એમ આર શાહે કહ્યું કે' મને પણ કશું સમજાયું નહીં, લાંબા લાંબા વાક્યો લખ્યા છે વળી દરેક જગ્યાએ અલ્પવિરામો મુકવામાં આવ્યા છે. આ પ્રકારનો નિર્ણય વાંચ્યા પછી તો મારુ માથું દુખવા લાગ્યુ હતું. જેના કારણે મારે બામ પણ લગાડવો પડ્યો.'

થિસિસની માફક ચુકાદો ન લખવો જોઈએ​​
જસ્ટિસ શાહે આગળ કહ્યું હતુ કે, ' આ નિર્ણયને વાંચ્યા પછી તો મને પોતાની સમજણ શક્તિ પર શંકા થવા લાગી હતી. કારણકે આટલું બધું વાંચ્યા હોવા છતા મને કશુ પણ સમજમાં આવ્યું નહોતું. તેમણે વધુમાં કહ્યું હતુ કે ચુકાદાની ભાષા એટલી સરળ હોવી જોઈએ કે સામાન્ય માણસ પણ તેને સરળતાથી સમજી શકે. આ દરેક લોકોને સમજમાં આવે તેવું હોવુ જોઈએ, કોઈ થિસિસની માફક લખાયેલું નહીં. '

આ ન્યાયની અવ્યવસ્થા છેઃ જસ્ટિસ ચંદ્રચુડ
ચુકાદાની ઉપર જસ્ટિસ ચંદ્રચુડે પણ કઈક આવી જ પ્રતિક્રીયાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે,' તેઓ સવારે 10:10 વાગે આ ચુકાદાને વાંચવા માટે બેઠા હતા, જેને તેમણે 10:55 સુધી આખો વાંચી લીધો હતો. ચુકાદાને વાંચ્યા પછી તેઓ ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વધુમાં તેમણે કહ્યું કે, તમે વિચારી નહીં શકો કે અંતમાં મારે સીજીઆઈડી ( કેન્દ્રીય ઔદ્યોગિક વિવાદ નિવારણ ન્યાયાધિકરણ )ના આદેશને જોવો પડ્યો. હે ભગવાન! હું તમને જણાવી રહ્યો છું કે આ અવિશ્વસનીય છે. આ ન્યાયની અવ્યવસ્થા છે. દરેક કેસમાં તમે આ પ્રમાણેના નિર્ણયો મેળવો છો. '

18 પાનાના લાંબા ચુકાદામાં હાઈકોર્ટ દ્વારા બતાડેલા કારણો સમજની બહાર
એક કર્મચારી પર ભ્રષ્ટાચારના આરોપના કેસમાં સીજીઆઈટીના આદેશને હિમાચલ હાઈકોર્ટે ગત વર્ષના 27 નવેંમ્બરે સમર્થન આપ્યું હતું. હાઈકોર્ટના આ આદેશના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં વિશેષ પરવાનગીની અરજી દાખલ કરી હતી. આ કેસ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પણ વિવિધ ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ' હાઈકોર્ટે જે 18 પાનાનો લાંબો ચુકાદો આપ્યો છે તે સમજની બહાર છે. તેમાં વપરાયેલી ભાષા અને વાક્યરચના એટલી અસ્તવ્યસ્ત છે કે સમજવામાં જ ન આવે, આ પ્રકારની ભાષાનો પ્રયોગ અક્ષમ્ય છે.