તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Calcutta High Court Fines Mamata Banerjee Rs 5 Lakh; Said He Tried To Tarnish The Image Of The Judiciary

કોર્ટમાં બંગાળનો રાજકીય સંગ્રામ:કોલકાતા હાઈકોર્ટે મમતા બેનર્જીને 5 લાખનો દંડ ફટકાર્યો; કહ્યું- તેમણે ન્યાયતંત્રની છબી ખરાબ કરવાની કોશિશ કરી

કોલકાતા23 દિવસ પહેલા
  • મમતાએ અરજીની સુનાવણીને જસ્ટિસ કૌશિક ચંદાની બેન્ચમાંથી હટાવવાની માંગ કરી હતી

કોલકાતા હાઈકોર્ટે બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મમતાને આ દંડ એટલા માટે ફટકારવામાં આવ્યો છે કારણ કે મમતાએ ચૂંટણી સાથે જોડાયેલી એક અરજીની સુનાવણીને જસ્ટિસ કૌશિક ચંદાની બેન્ચમાંથી હટાવવાની માંગ કરી હતી. મમતાએ જસ્ટિસ ચંદાને ભાજપ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જસ્ટિસ ચંદાનો એક ફોટો પ્રકાશમાં આવ્યો છે, જેમાં તે ભાજપના નેતાઓ સાથે દેખાઈ રહ્યાં છે. એવામાં તે આ કેસની સુનાવણી કરે તે યોગ્ય નથી.

જસ્ટિસ ચંદાએ આ કેસમાં 24 જૂને ચુકાદો અનામત રાખ્યો હતો. તેમણે બુધવારે ચુકાદો સંભળાવતા કહ્યું કે મમતાએ ન્યાયતંત્રની છબીને ધૂંધળી કરવાની કોશિશ કરી છે. જોકે જસ્ટિસ ચંદાએ પોતે જ આ કેસમાંથી હટવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે એ વાત સમજાતી નથી કે આ કેસમાં હિતોનો ટકરાવ છે. અડચણ પેદા કરનારાઓને વિવાદ ચાલુ રાખવાની તક ન મળવી જોઈએ. જોકે કેસની સાથે બિનજરૂરી સમસ્યા ચાલુ રહે છે તો એ વાત ન્યાયના હિતોથી વિરુદ્ધ હશે.

શું છે સમગ્ર કેસ

  • 2 મેના રોજ દેશના 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા. બંગાળમાં મમતા નંદીગ્રામ સીટ પર BJPના શુભેન્દુ અધિકારી સામે 1956 વોટથી હારી ગઈ હતી. મમતાએ વોટની ફરી ગણતરીની માંગ કરી, જેને ચૂંટણી આયોગે ન માની.
  • તે પછી ચૂંટણી પરિણામોની વિરુદ્ધ મમતા કોલકાતા હાઈકોર્ટમાં પહોંચી. આ અરજીમાં તેણે શુભેન્દુ અધિકારી પર ચૂંટણીમાં લાંચ લેવાનો, ભષ્ટ્રાચાર અને ધર્મના આધાર પર વોટ માંગવાનો આરોપ લગાવ્યો અને ચૂંટણી રદ કરવાની માંગ કરી.

મમતાની પારંપરિક સીટ ભવાનીપુર ખાલી
નંદીગ્રામમાં હાર પછી મમતાએ 7 મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તે પછી સૌથી મોટો સવાલ એ હતો કે તે ચૂંટણી ક્યાંથી લડશે. અંતે તેમની પારંપારિક સીટ ભવાનીપુરથી જીતેલા TMCના ધારાસભ્ય શોભન દેવ ચેટર્જીએ રાજીનામું આપી દીધું. એ નક્કી છે કે મમતા અહીંથી ચૂંટણી લડશે. બંગાળમાં 2011ની વિધાનસભા ચૂંટણીમાં ભવાનીપુરથી તૃણમૂલના સુબ્રત ચૂંટણી જીત્યા હતા. તેમના રાજીનામા પછી મમતાએ અહીં પેટા-ચૂંટણી લડી હતી અને જીતી મેળવી હતી. 2016માં પણ તે આ સીટથી લડ્યા અને જીત મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...