તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હરિદ્વાર કુંભમાં પહોંચનારા શ્રદ્ધાળુઓ માટે મંગળવારનો દિવસ ઘણો મહત્ત્વનો છે. આ દિવસે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીય ગણતરી અને માન્યતા પ્રમાણે આ દિવસે કુંભ ફળીભૂત થશે. એ દિવસે સ્નાન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થશે. સંતસમાજ અને શ્રદ્ધાળુઓ 12 વર્ષ સુધી આ યોગની રાહ જુએ છે.
દર બાર વર્ષે ગુરુ રાશિ બદલે છે
બાલાજીપુરમના રામાનુજાચાર્ય સંપ્રદાયના જગદગુરુ શ્રીકાંતાચાર્ય મહારાજના મતે, કુંભ શરૂ થવા ગુરુનો ગ્રહ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ કે સિંહ રાશિમાં પ્રવેશ કરે તે જરૂરી છે. 84 વર્ષીય જગદગુરુ કહે છે કે, સૂર્યથી બહુ દૂર હોવાથી ગુરુની ચાલ ધીમી હોય છે. તે એક રાશિમાં 13 મહિના રહે છે, જ્યારે સૂર્ય એક રાશિમાં આશરે એક મહિનો રહે છે. આ જ કારણથી વર્ષમાં 12 મહિના અને મહિનામાં 30 દિવસ હોય છે. બીજી તરફ, ચંદ્ર 2.5 દિવસમાં જ એક રાશિનો ભોગ લે છે. એટલે 12 રાશિમાંથી કોઈ એકમાંથી નીકળીને ફરી એ રાશિમાં જવામાં ગુરુને 11 વર્ષ, 11 મહિના અને 27 દિવસ એટલે કે આશરે 12 વર્ષ લાગે છે. તેથી કુંભનું આયોજન દર 12 વર્ષે કરાય છે.
મહાકુંભનું અનેરું મહત્વ
ગુરુ દેવોના દેવ મનાય છે. કુંભ રાશિના સ્વામી શનિ દેવને સેવાની જવાબદારી અપાઈ છે. ગુરુ જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સેવાભાવનાને ન્યાય અને ધર્મનું માર્ગદર્શન મળે છે. દાન, ભજન અને શાસ્ત્રાર્થ તેનો કર્મકાંડ પક્ષ છે. ગંગામાં સ્નાન કરીને સંકલ્પ લેવાય છે કે કર્મ ન્યાયપૂર્ણ અને ધર્મસંગત હોય. લંગર દાનની ભાવનાનું પ્રતીક છે. આ સિવાય ઋષિઓ, મુનિઓ, સાધુઓ અને સંતોનું એક સ્થળે ભેગા થવું શાસ્ત્રાર્થને જન્મ આપે છે. તેનાથી પાછલાં 12 વર્ષોનું મૂલ્યાંકન કરીને આધાર નક્કી કરાય છે. ત્યારે આગલા કુંભ સુધીના અનુષ્ઠાન સ્થાપિત થઈ શકે છે. જીવ, બ્રહ્મ અને પ્રકૃતિનું સંતુલન જાળવી રાખવામાં કુંભ આદિકાળથી સહાયક રહ્યો છે. એટલે મહા કુંભનું મહત્ત્વ ઘણું વધારે છે.
હરિદ્વાર, પ્રયાગ-ઉજ્જૈનમાં કુંભનું આયોજન ગ્રહ પરિવર્તનથી નક્કી થાય છે
હરિદ્વાર: જ્યારે ગુરુ કુંભ રાશિમાં આવે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરીને ઉચ્ચ થાય છે ત્યારે પૂર્ણ કુંભ થાય છે. 13 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. પ્રયાગ: જ્યારે ગુરુ મકર રાશિ અને સૂર્ય મેષ રાશિમાં હોય છે, ત્યારે કુંભ થાય છે. ઉજ્જૈનના કુંભ માટે સૂર્યનું મેષ અને નાસિક માટે સિંહ રાશિમાં હોવું જરૂરી છે. એટલે આ બંને સિંહસ્થ તરીકે ઓળખાય છે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.