• Gujarati News
  • National
  • Jumped A 9 foot Wall And Broke Into The House, Got Out Of The Net And Ran Down The Road; People Escaped And Saved Lives

મેરઠમાં દીપડાના આતંકનો VIDEO:9 ફૂટની દીવાલ કૂદીને ઘરમાં ગયો, જાળીમાંથી નીકળીને રોડ પર દોડ્યો; લોકોએ ભાગીને જીવ બચાવ્યો

મેરઠ5 મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના મેરઠના પુલ્લવપુરમ વિસ્તારમાં સવારે 5 વાગ્યાથી દીપડાનો આતંક છે. દીપડો રસ્તા પર દોડી રહ્યો છે અને લોકો જીવ બચાવવા ભાગી રહ્યા છે. હાલ દીપડો એક ખાલી પ્લોટની ઝાડીમાં બેઠેલો છે. વન વિભાગ અને પોલીસની 15 ટીમ દીપડો પકડાય એની રાહ જોઈ રહ્યાં છે.

પલ્લવપુરમમાં સવારે 7-8 વાગ્યાની વચ્ચે રોડ પર દીપડો દેખાયો હતો. લોકોએ હોબાળો કરતાં દીપડો 9 ફૂટની બાઉન્ડરી વોલ કૂદીને એક ઘરમાં જતો રહ્યો હતો. જે ઘરમાં દીપડો આવ્યો ત્યાં લોકો ડરી ગયા હતા. આ ઘર સ્વપ્રિલનું છે. તે પોતાના પરિવારની સાથે રહે છે. ઘરમાં સવારના સમયે તેમની માતા આભા શર્મા, પત્ની મમતા અને 2 બાળકો હતાં.

ઘરનો મુખ્ય ગેટ બંધ હતો. ત્યાર અચાનક જ જોરથી અવાજ આવ્યો હતો. દીપડો 9 ફૂટની ઊંચી દીવાલની છલાંગ લગાવીને ઘરમાં આવી ગયો હતો. જેવો દીપડો ઘરમાં આવ્યો હોવાની માહિતી મળી, અંદરથી રૂમનો દરવાજો બંધ કરવામાં આવ્યો હતો. દીપડો બહાર બેઠો હતો અને આખો પરિવાર એક રૂમમાં પુરાઈ- છુપાઈને બેસી ગયો હતો. આસપાસના લોકોએ પોલીસ અને વન વિભાગને આ અંગેની માહિતી આપી હતી.

બંને ટીમ ઘરની બહાર પહોંચી ગઈ હતી. અંદર પરિવારના લોકો હતા. બહાર વન વિભાગની ટીમ વોચ ગોઠવીને બેસી ગઈ છે. લગભગ બે કલાક પછી દીપડો ઘરમાંથી નીકળીને રોડ પર ભાગી ગયો હતો. દીપડાનો ગુસ્સો જોઈને વન વિભાગના કર્મચારી અને પોલીસ તેની પાસે જવાની હિંમત ન કરી શક્યા. પરિણામ એ આવ્યું કે પાંચ મિનિટ સુધી જાળમાં ફસાઈ રહેવા છતાં દીપડો જાળમાંથી નીકળી ગયો.

દીપડો ઘરમાં પ્રવેશ્યો હોવાની માહિતી મળતાં જ લોકો ભેગા થઈ ગયા હતા.
દીપડો ઘરમાં પ્રવેશ્યો હોવાની માહિતી મળતાં જ લોકો ભેગા થઈ ગયા હતા.

જાળમાંથી નીકળતાંની સાથે જ દીપડો રોડ પર દોડવા લાગ્યો હતો. એવામાં ત્યાં નાશભાગ થઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા. લગભગ 10 મિનિટ સુધી દીપડો આમતેમ દોડતો રહ્યો હતો. એ પછી દીપડો ત્યાં બાજુમાં જ એક ખાલી પ્લોટમાં બેસી ગયો હતો.

ઘરની અંદર જતી પોલીસ.
ઘરની અંદર જતી પોલીસ.

વન વિભાગ અને પોલીસની ટીમ હાલ ચારેતરફ વોચ રાખી રહી છે. લગભગ 100થી વધુ જવાનો ચારેબાજુ ગોઠવાઈ ગયા છે. તેઓ દીપડો બહાર નીકળવાની રાહ જોઈ રહ્યાં છે. પોલીસ, વન વિભાગ અને આસપાસના લોકો લાકડીઓ અને ડંડા લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

ઘરના સભ્યોએ દીપડો ઘરમાં પ્રવેશતાં જ રૂમના દરવાજાને અંદરથી બંધ કરી દીધો હતો.
ઘરના સભ્યોએ દીપડો ઘરમાં પ્રવેશતાં જ રૂમના દરવાજાને અંદરથી બંધ કરી દીધો હતો.
પોલીસ, વન વિભાગ અને આસપાસના લોકો લાકડીઓ લઈને ઘટનાસ્થળે આવી ગયા.
પોલીસ, વન વિભાગ અને આસપાસના લોકો લાકડીઓ લઈને ઘટનાસ્થળે આવી ગયા.
અન્ય સમાચારો પણ છે...