તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BJP Said Congress Is Spreading Illusion On Covacin, Did The Gandhi Family Get Vaccinated, Do They Believe In This?

કોવેક્સિન પર રાજકારણ:ભાજપે કહ્યું- કોંગ્રેસ કોવેક્સિન પર ભ્રમ ફેલાવી રહી છે, શું ગાંધી પરિવારે રસી લીધી, તેમને આની પર ભરોસો છે?

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસ એક વખત ફરી ભ્રમ ફેલાવી રહી છે

કોવેક્સિનમાં હવે વાછરડાનું સીરમ મેળવવાના આરોપ પર હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા ગૌરવ પાંધીએ જ્યારે એક RTIને શેર કરીને કહ્યું કે કોવેક્સિનના નિર્માણ માટે ગાય-વાછરડાને મારવામાં આવી રહ્યાં છે અને મોદી સરકારે આ વાતને પહેલા જણાવવાની હતી. આ અંગે ભાજપ આક્રમક થઈ ગઈ અને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસ એક વખત ફરી ભ્રમ ફેલાવી રહી છે. કોવેક્સિનમાં વાછરડાનું સીરમ મેળવવામાં આવ્યું નથી.

વાછરડાનું સીરમ નહી, વેરોસેલનો ઉપયોગ-ભાજપ
સંબિત પાત્રાએ કોંગ્રેસના આરોપ પછી પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કોવેક્સિનમાં ગાયના વાછરડાનું સીરમ અને લોહી હોય છે. જ્યારે અમે સોશિયલ મીડિયા પર આ પ્રચારને જોયો તો તેમાં ત્યાં સુધી લખ્યું હતું કે ગાય અને વાછરડાને મારીને વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે. આ કોંગ્રેસ દ્વારા ભમ્ર ફેલાવવામાં આવી રહ્યો છે. કોવેક્સિનમાં વાછરડાનું સીરમ નથી. વેક્સિનમાં વેરોેસેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક રીતે ખાતરનું કામ કરે છે. આ એક વેરોસેલ સમયની સાથે-સાથે પુરુ થઈ જાય છે.

કોંગ્રેસને વેક્સિન હેજિટેન્સી માટે ઓળખવામાં આવશે- ભાજપ
પાત્રાએ કહ્યું- કોંગ્રેસને વેસ્ટેજ અને વેક્સિન હેજિટેન્સી માટે ઓળખવામાં આવશે. કોવેક્સિન પર કોંગ્રેસે ઘણી વખત સવાલ ઉભા કર્યા છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જણાવે કે તેમણે ક્યારે વેક્સિન લીધી હતી. શું ગાંધી પરિવાર વેક્સિનેટેડ છે કે નહિ? શું ગાંધી પરિવારને કોવેક્સિન પર ભરોસો છે? તેમણે તેનો જવાબ આપવો જોઈએ. તેઓ તો કહે છે કે જ્યારે તેમની સરકાર આવશે ત્યારે તે વેક્સિન લગાવશે. રોબર્ટ વાડ્રાએ પણ વેક્સિનને લઈને સવાલ ઉભા કર્યા હતા. આ વૈશ્વિક મહામારીમાં આપણે વૈજ્ઞાનિક વિચારધારા સાથે આગળ વધવુ જોઈએ, ભ્રમ ન ફેલાવવો જોઈએ.

ભારત બાયોટેકનો જવાબ- વાછરડાનું સીરમ ન મળ્યું
વિવાદ સામે આવ્યા પછી કોવેક્સિન નિર્માતા ભારત બાયોટેકે પણ પોતોની જવાબ જાહેર કર્યો છે. કંપનીએ કહ્યું કે જે લોકોને વેક્સિનનો ડોઝ લગાવવામાં આવી રહ્યો છે, તેના ફાઈનલ ડોઝમાં વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ભારત બાયોટેકે જણાવ્યું કે સીરમનો ઉપયોગ વાઈરલ વેક્સિન બનાવવામાં થાય છે. તેનો ઉપયોગ સેલ્સના ગ્રોથ માટે કરવામાં આવ્યો છે પરંતુ કોરોનાવાઈરસ માટે કરવામાં આવ્યો નથી. આ સિવાય તેનો ઉપયોગ ફાઈનલ ફોર્મ્યુલેશનમાં પણ કરવામાં આવ્યો નથી.

કોંગ્રેસે કર્યો હતો દાવો
આ પહેલા કોંગ્રેસના નેશનલ કોર્ડિનેટર ગૌરવ પાંધીએ દાવો કર્યો હતો કે કોવેક્સિન બનાવવામાં ગાયના વાછરડના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે 20 દિવસથી પણ ઓછી ઉંમરના વાછરડાની હત્યા કરવામાં આવે છે. પાંધીએ એક RTIના જવાબમાં મળેલા દસ્તાવેજના આધારે આ દાવો કર્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી
તે પછી સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી. મંત્રાલયે નિવેદન બહાર પાડીને કહ્યું કે સોશિયલ મીડિયા પર કોવેક્સિન વિશે ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે. પોસ્ટમાં તથ્યોને બદલીને રજૂ કરવામાં આવ્યા છે. વાછરડના સીરમનો ઉપયોગ માત્ર વેરોસેલ્સને તૈયાર કરવામાં થાય છે, જે પાછળથી તેની રીતે જ નાશ પામે છે. જ્યારે છેલ્લે વેક્સિનનું પ્રોડક્શન થાય છે, ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

અન્ય સમાચારો પણ છે...