• Gujarati News
  • National
  • JP Nadda Vs Kejriwal Government | BJP President JP Nadda, NDA Government 7th Anniversary, Modi Government 7th Anniversary, Congress, Covid 19 Politics

દિલ્હી સરકાર Vs ભાજપ:BJP અધ્યક્ષ બોલ્યા- કેટલાક લોકો મોહલ્લા ક્લિનિક પર મોટી-મોટી વાતો કરતા હતા, મહામારી આવી એટલે બધુ કેન્દ્ર પર ઢોળી દીધું

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોદી સરકારના 7 વર્ષ પૂરા હોવાથી ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યકર્તાઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. જેમાં મુખ્યત્વે દિલ્હીમાં વેક્સિનેશન ડ્રાઇવ અંગે કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જોકે, આ તકને પણ રાજકીય આરોપો-પ્રત્યારોપોમાં ફેરવવામાં આવી હતી. નડ્ડાએ સમયાંતરે કેન્દ્રની વિરૂદ્ધ ફરિયાદ દાખવતી દિલ્હી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે અમે કોઇનું નામ નથી લઇ રહ્યા, પરંતુ કેટલાક લોકો મોહલ્લા ક્લિનિકના નામ પર મોટી-મોટી વાતો કરતા હતા, તેવા લોકોએ મહામારીના સમયે દોષનો ટોપલો કેન્દ્ર પર ઢોળી દીધો હતો.

મોદી સરકારના 7 વર્ષ પૂરા, ભાજપના નિશાન પર વિપક્ષ

  • નડ્ડાએ દિલ્હીમાં વેક્સિનેશન ડ્રાઇવ સાથે જોડાયેલા 55 હજાર કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી. ત્યારપછી કેજરીવાલ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે કેટલાક લોકો સાધક હોય છે, જ્યારે કેટલાક બાધક હોય છે. સાધક લોકો સાધના કરે છે, જ્યારે બાધક લોકો વિઘ્ન પહોંચાડે છે.
  • આપણે અટકવાનું નથી. કેટલાક લોકો આપણા પર આરોપ- પ્રત્યારોપ લગાવતા રહે છે. આ દિલ્હીમાં થઇ રહ્યું છે. આ લોકોએ મોહલ્લા ક્લિનિક પર મોટી-મોટી વાતો કરી, રોજ એડમિનિસ્ટ્રેશન વિશે ટિપ્પણીઓ કરતા હતા. પરંતુ જ્યારે કોરોના મહામારી આવી ત્યારે બધુ કેન્દ્ર પર ઢોળી દીધું હતું.
  • વિપક્ષે સરકાર પર નિશાન સાધવાના ઘણા પ્રયાસો કર્યા હતા. તેઓએ વેક્સિનને પણ મોદીની હોવાનું જણાવ્યું હતું અને અત્યારે તેઓ વેક્સિન માટે રઘવાટ મચાવી રહ્યા છે.
  • પહેલા માત્ર 2 કંપનીઓ વેક્સિનનું નિર્માણ કરી રહી હતી, હવે 13 કંપનીઓને આવી પરવાનગી આપવામાં આવી છે. ટૂંક સમયમાં કુલ 19 કંપનીઓ વેક્સિનનું નિર્માણ હાથ ધરશે. ભારત બાયોટેક પ્રતિમાસ 1.3 કરોડ વેક્સિનનું નિર્માણ કરે છે. ઓક્ટોબરથી તેઓ પ્રતિમાસ 10 કરોડ વેક્સિન બનાવશે.

વેક્સિનેશન અંગે કેન્દ્ર પર કેજરીવાલ સરકારનો હુમલો
દિલ્હીમાં વેક્સિનેશન અંગે કેજરીવાલ સરકારે ઘણી વેળાએ કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે જણાવ્યું હતું કે પોતાની નિષ્ફળતાને છુપાડવા માટે કેન્દ્ર સરકારે વેક્સિનનો કાર્યભાર રાજ્યના માથે અર્પણ કરી દીધો છે. તે જ સમયે, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે કોરોના વેક્સિનના સપ્લાઇ અંગે કેન્દ્ર કડક વર્તન કરી રહ્યું છે. તેમણે કેન્દ્રને ઘેરી લીધું અને પ્રશ્નો પૂછ્યા કે ખાનગી હોસ્પિટલો વેક્સિન કેવી રીતે મેળવી રહી છે, જ્યારે રાજ્યોમાં તેની અછત છે.

અન્ય સમાચારો પણ છે...