તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • J&K: Two day Curfew In Srinagar From Today, Article 370. Separatist And Pakistan backed Group Trying To Spoil Atmosphere

J&Kમાં કલમ 370 હટાવવાને એક વર્ષ પૂર્ણ:શ્રીનગરમાં આજથી બે દિવસનો કર્ફ્યૂ, ભાગલાવાદી અને પાકિસ્તાન સમર્થિત ગ્રૂપનો વાતાવરણ બગાડવાનો પ્રયત્ન

શ્રીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શ્રીનગર-બારામૂલા હાઈ-વેની તસવીર
  • 5 ઓગસ્ટે અમૂક ગ્રૂપ બ્લેક-ડે મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી તે વાતને એક વર્ષ થઈ ગયું છે. આને ધ્યાનમાં રાખીને મંગળવાર અને બુધવારે અહીં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. પ્રશાસનને માહિતી મળી છે કે, ભાગલાવાદી અને પાકિસ્તાન સમર્થિત લોકો વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેથી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઓફિસ તરફથી સોમવારે રાત્રે અહીં કર્ફ્યુનો આદેશ આપવામાં આવ્યો છે.

પ્રશાસનને માહિતી મળી છે કે, 5 ઓગસ્ટે અમુક ગ્રૂપ બ્લેક-ડે મનાવવાની તૈયારી કરી રહ્યા છે. હિંસા થવા અને જાન-માલને નુકસાન થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને શ્રીનગરમાં 2 દિવસનો કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. જોકે કોરોનાના કારણે આ વિસ્તારમાં પહેલેથી જ અમુક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

મોટા નેતાઓની અટકાયત કરવામાં આવી હતી
5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશો લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં વહેંચી દેવામાં આવ્યા છે. ત્યારે ફારુખ અબ્દુલા, ઓમર અબ્દુલા સહિત મોટાભાગના નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા હતા. તેમાંથી ઘણાં નેતાઓને અત્યારે છોડી દેવામાં આવ્યા છે, જ્યારે હજી અમુક લોકોને નજરકેદ રાખવામાં આવ્યા છે.

તાજેતરમાં જ મહેબૂબા મુફ્તીની નજરકેદ વધારવામાં આવી છે
તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની નજર કેદ વધુ 3 મહિના વધારી દેવામાં આવી છે. ગયા વર્ષે કલમ 370 હટાવવામાં આવી હતી. તે દિવસે રાતે જ મહેબૂબા મુફ્તીની અટકાયત કરવામાં આવી છે. મોટા નેતાઓમાં માત્ર મહેબૂબા મુફ્તી જ બચ્યા છે જે હજી સુધી નજરકેદ છે. તેમની સાથે જ અટકાયત કરવામાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલા અને ઓમર અબ્દુલાને છોડી દેવામાં આવ્યા છે. ફારુખને 15 માર્ચે અને ઓમરને 10 દિવસ પછી એટલે કે 25 માર્ચે મુક્ત કરવામાં આવ્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો