• Gujarati News
  • National
  • The Mother Of The Principal Said If I Had Been Shot Instead Of My Daughter ..., The Teacher's Family Said Kashmir Is Not A Paradise For Us, It Is A Hell

આતંકીઓ પીડિત પરિવારની વ્યથા:પ્રિન્સિપલની માતાએ કહ્યું- દિકરીના બદલે મને ગોળી મારી દીધી હોત તો...,ટીચરના પરિવારે કહ્યું- કાશ્મીર અમારા માટે જહન્નુમ છે

શ્રીનગર17 દિવસ પહેલા

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ગુરુવારે આતંકીઓએ એક સ્કુલમાં ઘુસીને બે શિક્ષકોને ગોળી મારી દીધી. મૃત્યુ પામનારાઓમાં દીપક ચાંદ અને પ્રિન્સિપલ સતિંદર કૌર સામેલ છે. બંનેના પરિવારની સ્થિતિ હાલ એક જેવી જ છે, તેને જોઈને કોઈ પણ હલી જાય. સતિંદર કૌરની માતા રડતી જઈને એક જ વાત કરી રહી છે કે મને ગોળી મારી દો, તેને શાં માટે મારી નાંખી?

દીપક ચાંદના પરિવારે કહ્યું કે કાશ્મીર જન્નત નથી, અમારા પરિવાર માટે તો આ જહન્નુમ છે. તેણે રડતા જઈને હાથથી ઈશારો કરીને કહ્યું કે તેની છોકરી ખૂબ જ નાની છે. અમને અત્યાર સુધી ધમકી ભર્યા ફોન આવી રહ્યાં છે. છેલ્લા 30 વર્ષમાં અમને ટાર્ગેટ બના વવામાં આવી રહ્યાં છે.

દીપક ચાંદના એક સંબંધીનું કહેવું છે કે હાલ પણ ધમકી ભર્યા કોલ આવી રહ્યાં છે.
દીપક ચાંદના એક સંબંધીનું કહેવું છે કે હાલ પણ ધમકી ભર્યા કોલ આવી રહ્યાં છે.

સાથી શિક્ષકે જણાવ્યું- ચા પી રહ્યાં હતા, ત્યારે ફાયરિંગ થયું

સ્કુલના એક શિક્ષકે તેના સાથીઓની હત્યા પર કહ્યું કે એ કહેવું મુશ્કેલ છે કે આ કેટલુ મોટુ નુકસાન છે.
સ્કુલના એક શિક્ષકે તેના સાથીઓની હત્યા પર કહ્યું કે એ કહેવું મુશ્કેલ છે કે આ કેટલુ મોટુ નુકસાન છે.

ગવર્મેન્ટ બોયઝ હાયર સેકન્ડરી સ્કુલના એક શિક્ષકે જણાવ્યું કે અમે રૂમમાં બેસીને ચા પી રહ્યાં હતા, ત્યારે જ બીજી તરફથી અવાજ આવ્યો. તે સમયે લગભગ 11 વાગ્યા હશે. થોડીવાર પછી ગોળીઓનો અવાજ સંભળાયો. તેને સાંભળીને અમે ડરી ગયા. પ્રિન્સિપલ મેડમ અને એક ટિચર બહાર ખુરશીઓ પર બેઠા હતા. અહીં બીજા લોકો પણ ભેગા થવા લાગ્યા. તો અમે બહાર નીકળ્યા. અમે જોયું તો પ્રિન્સિપલ અને એક ટીચર ત્યાં ઢળી પડ્યા છે. પ્રિન્સિપલ મેડમ મુવમેન્ટ કરી રહ્યાં હતા પરંતુ બીજા ટીચરના શરીરમાં કોઈ હલચલ જ નહોતી. હું એ અંગે ટિપ્પણી કરી શકુ તેમ નથી કે આ કેટલા મોટુ નુકસાન છે.

DGPએ કહ્યું- સ્થાનિક મુસ્લિમોને બદનામ કરવાનું ષડયંત્ર

જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહ
જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહ

જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહે ભાસ્કરને જણાવ્યું કે આ સ્થાનિક મુસ્લિમોને બદનામ કરવાનું ષડયંત્ર છે. કાશ્મીરની સાંપ્રદાયિક એકતા ખત્મ કરવાના ષડયંત્ર અંતર્ગત નાગરિકોને મારવામાં આવી રહ્યાં છે. આ ઘટનાઓમાં આતંકીઓની ક્રૂરતા દેખાઈ રહી છે. આતંકીઓ કાશ્મીરમાં શાંતિનો અંત આણવા માંગે છે. જોકે અમે તેમનો ઈરાદો સફળ થવા દઈશું નહિ.

મેયરે કહ્યું- આતંકીઓને પાકિસ્તાનનો સપોર્ટ પ્રાપ્ત

શ્રીનગરના મેયર જુનૈદ મટ્ટૂ
શ્રીનગરના મેયર જુનૈદ મટ્ટૂ

શ્રીનગરના મેયર જુનૈદ મટ્ટુએ કહ્યું કે અમે બધા જાણીએ છીએ કે આ ઘટનનું ષડયંત્ર કોણ ઘડ્યું. આ આતંકીઓને પાકિસ્તાનની મદદ પ્રાપ્ત છે. આ અમારા સમાજને બરબાદ કરવા નીકળ્યા છે. આ તે જ શીખ કમ્યુનિટી છે, જેણે આવી સ્થિતિમાં પણ અહીં રહેવાનું પસંદ કર્યું હતું. જો આપણે જ આપણા લોકોને મદદ નહિ કરીએ તો કોણ કરશે. આપણે રસ્તા પર આવવું પડશે અને એક સમાજ તરીકે સંદેશ આપવો પડશે કે અમે આ થવા દઈશું નહિ.

હુમલો કરનારાઓને જતા કરાશે નહિ- મનોજ સિન્હા

જમ્મુ-કાશ્મીરના લેફ્ટિનન્ટ ગવર્નર મનોજ સિન્હા
જમ્મુ-કાશ્મીરના લેફ્ટિનન્ટ ગવર્નર મનોજ સિન્હા

જમ્મુ-કાશ્મીરના લેફ્ટિનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે લોકો પર આતંકી હુમલો કરનારાઓને જવાબ આપવામાં આવશે. આતંકીઓ જમ્મુ-કાશ્મીરની શાંતિ અને સમુદ્ધિમાં ખલેલ પહોંચાડી શકશે નહિ.

અન્ય સમાચારો પણ છે...