તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Jitin Prasad Said About Joining BJP this Is Possible Only After Killing Me; Message To The High Command This Is The Time To Listen To Us

સિબ્બલના એક તીરથી બે નિશાન:જિતિન પ્રસાદનું ભાજપમાં જોડાવા અંગે કહ્યું-મારી સાથે આ મર્યા બાદ જ શક્ય; હાઈકમાન્ડને મેસેજ- અમારી વાત સાંભળવાનો આ સમય છે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીર) - Divya Bhaskar
(ફાઈલ તસવીર)

જિતિન પ્રસાદ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયાના એક દિવસ બાદ કોંગ્રેસના આંતરિક વિખવાદને લઈ ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. દરમિયાન પક્ષના સિનિયર લીડર કપિલ સિબ્બલે જિતિન પ્રસાદ જેવું પગલું ભરવા એટલે કે ભાજપમાં સામેલ થવા અંગે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. સિબ્બલે ત્યાં સુધી કહ્યું છે કે આવું પગલું તેમના મર્યા બાદ જ શક્ય છે.

જોકે સિબ્બલે જિતિનના નિર્ણયને 'પ્રસાદ રામ પોલિટિક્સ'ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે આ વિચારધારાને લીધે નહીં પણ અંગત લાભ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સિબ્બલે એક તીરથી બે નિશાન સાધતા ફરી એક વખત પાર્ટી હાઈકમાન્ડને સંદેશ આપ્યો છે કે હવે તેમની વાત સાંભળવાનો સમય છે.

સિબ્બલની આ કોમેન્ટ એટલા માટે મહત્વ ધરાવે છે કારણ કે સિબ્બલ કોંગ્રેસના એવા 23 સિનિયર લીડર્સ (G-23)માં સામેલ છે, જેમને ગયા વર્ષે સોનિયા ગાંધીને પત્ર લખી મોટા ફેરફાર કરવાની વાત કહી હતી. આ નેતાઓમાં જિતિન પ્રસાદનો પણ સમાવેશ થતો હતો. આ સંજોગોમાં પ્રસાદ ભાજપમાં જોડાતા એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે શું કોંગ્રેસના અસંતુષ્ટ જી-23માંથી અન્ય કોઈ પણ ભાજપમાં જઈ શકે છે?

સિબ્બલે કહ્યું- કોંગ્રેસમાં સુધારાની ખૂબ જ જરૂર છે
સિબ્બલે કહ્યું કે કોંગ્રેસમાં સુધારાની ખૂબ જ જરૂર છે અને પાર્ટી લીડરશિપને હવે તેમની વાત સાંભળવી પડશે. આ વાત સમજથી બહાર છે કે જિતિન પ્રસાદ જેવી વ્યક્તિ ભાજપમાં સામેલ થશે. જો મુદ્દા આધારિત ઉકેલ થયા બાદ પણ કોઈને સંતોષ જણાતો નથી તો તે જતો રહેશે. જિતિન પ્રસાદ પાસે પણ પક્ષ છોડવાના કારણ હોઈ શકે છે. આ માટે હું તેમને અયોગ્ય ઠરાવતો નથી પણ જે રીતે તેઓ ભાજપમાં ગયા છે તે માટે દોષ આપી રહ્યો છું.

સિબ્બલે કહ્યું કે મને વિશ્વાસ છે કે લીડરશીપ સમસ્યાઓ અંગે વાકેફ છે અને આશા છે કે તે સાંભળશે. કારણ કે કોઈ પણ વાત સાંભળ્યા વગર કંઈ પણ ચાલી શકે તેમ નથી. કોઈ કોર્પોરેટ સ્ટ્રક્ચર વગત વાત સાંભળ્યા વગર સર્વાઈવ કરી શકે નહીં. રાજકિય રીતે પણ આમ થઈ રહ્યું છે. જો તમે સાંભળશો નહીં તો તમારા માટે ખરાબ દિવસ શરૂ થઈ જશે.

MP કોંગ્રેસનું ટ્વિટ-જિતિનનું જવું તે કચરાને કચરાપેટીમાં જવા જેવું

જોકે મધ્ય પ્રદેશ કોંગ્રેસે ટ્વિટર હેન્ડલર પરથી બાદમાં આ ટ્વિટરને હટાવી દેવામાં આવ્યું હતું, જોકે જિતિન પ્રસાદે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે નાના વિચારો વાળા લોકો નાના જ રહે છે. કોઈ પણ વ્યક્તિ ટીકા કરવા માટે સ્વતંત્ર છે. હું દરેક ટીકાને પ્રસાદ સમજીને સ્વીકાર કરીશ. મને વિશ્વાસ છે કે મારો નિર્ણય યોગ્ય છે અને દેશહિતમાં છે.