ભાજપમાંથી કાઢી મુકવામાં આવેલા નેતાઓના નિવેદન પર બબાલ:જિંદાલે કહ્યું- લોકો પીછો કરીને વીડિયો બનાવે છે; નૂપુર બોલી- પોલીસને ધમકીઓ અંગે જણાવ્યું છે

નવી દિલ્હી20 દિવસ પહેલાલેખક: વૈભવ પલનીટકર

પાર્ટી જે કરશે બરોબર જ કરશે. પાર્ટીએ મને કાઢવાનો નિર્ણય દેશહિતમાં લીધો છે. દેશ માટે મોદી અને અમિત શાહે આટલું બધું કર્યું છે. દેશ માટે પાર્ટીએ પોતાના લોકોનું પણ બલિદાન આપવું પડતું હોય છે. 'આ શબ્દ છે ભારતીય જનતા પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવેલા પ્રવક્તા નવીન જિંદાલના.'

ભાસ્કર સાથેની વાતચીતમાં જિંદાલે કહ્યું, 'પાર્ટી જ્યારે મને પૂછશે ત્યારે હું આ અંગે જણાવીશ કે કઈ રીતે મને આ મામલામાં ઉશ્કેરવામાં આવ્યો.'

અમે નવીન જિંદાલની સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રહેલા નૂપુર શર્મા સાથે પણ વાતચીત કરી. નૂપુર હાલ કોઈ રીતે બચતાં જોવા મળ્યા, અમારા સવાલ પર તેમને જવાબ આપ્યો- 'નો કમેન્ટ' અને સાથે જ કહ્યું- 'હું મારું નિવેદન કોઈ પણ જાતની શરત વગર પાછું લઈ લીધું છે. હવે મને આ મામલે કંઈ જ નથી કહેવું.'

પયંગબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી પછી નૂપુર શર્મા અને નવીન જિંદાલ ચર્ચામાં આવ્યા હતા. ઈન્ટરનેશનલ સ્તરે વિવાદ વધતા ભાજપે 5 જૂને આ બંને નેતાઓને પાર્ટીનો બહાર રસ્તો દેખાડી દીધો અને તેમના નિવેદનથી અંતર બનાવી રાખ્યું.

અમે ભાજપમાંથી કાઢવામાં આવેલા બંને પ્રવક્તાઓ સાથે વાત કરી. જેમાં આ બંનેએ તેમના વિવાદિત નિવેદન અને પાર્ટીના એક્શન પર વાત કરી. પહેલાં વાંચો દિલ્હી ભાજપના પૂર્વ પ્રવક્તા નવીન જિંદાલ સાથેની વાતચીત-

સવાલ- પાર્ટીએ તમને બહારનો રસ્તો દેખાડી દીધો છે? પાર્ટીના આ નિર્ણય પર તમારી શું પ્રતિક્રિયા છે?
પાર્ટી જે કરશે તે યોગ્ય જ કરશે. પાર્ટીએ મને કાઢવાનો નિર્ણય દેશહિતમાં લીધો છે. દેશ માટે મોદી અને અમિત શાહે એટલું કર્યું છે. દેશ માટે પાર્ટીએ પોતાના લોકોનું પણ બલિદાન દેવું પડતું હોય છે.

સવાલ- શું તમને નથી લાગતું કે પાર્ટીએ તમને ફરીથી તમારું પદ તમને પાછું આપી દેવું જોઈએ?
પાર્ટી જ્યારે મને પૂછશે તો હું તે અંગે જણાવીશ કે કઈ રીતે મને આ મામલે ઉશ્કેરવામાં આવ્યો. કેટલાંક લોકોએ આપણાં દેવી-દેવતાઓ અંગે અપશબ્દો લખ્યાં છે. રામ, કૃષ્ણ, શિવલિંગ, ગાયત્રી દેવી... જેવાં અનેક ભગવાનો અંગે ખોટી વાત કરી છે, તો મેં તેના જવાબમાં જ મારી ટિપ્પણી આપી છે.

સવાલ- વિવાદિત ટિપ્પણીવાળી ઘટના પછી તમારી સામાન્ય જિંદગીમાં શું અસર થઈ છે?
શરુઆતમાં ટ્વિટર અને ફેસબુક પર ધમકીઓ મળતી હતી, પરંતુ હવે મારા પુત્ર, પુત્રી અને પત્નીને પણ પરેશાન કરવામાં આવી રહ્યાં છે. મારા પરિવાર અને ઘરનો વીડિયો બનાવીને મુકવામાં આવે છે. કેટલાંક લોકો ષડયંત્ર રચી રહ્યાં છે કે હું જ્યારે બહાર નીકળું તો મને મારવામાં આવે. હું પહેલાં 'ઈસ્લામિક મદરેસા બેનકાબ' નામનું પુસ્તક લખ્યું હતું, હવે ફરીથી તે ફોટો કાઢીને વાયરલ કરવામાં આવી રહી છે અને મને કાફિર ગણાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં લોકો ગંદી ગંદી વાતો લખે છે. અનેક લોકોએ ધમકીઓ આપી છે અને મને મારવા માટે ઈનામ પણ જાહેર કર્યું છે.

સવાલ- શું તમારી સાથે એવી કોઈ ઘટના થઈ, જેનાથી લાગે કે તમારું જીવન ખતરામાં છે?
હું જે સમયે તમારી સાથે વાત કરું છું તેના થોડા સમય પહેલાં હું જરૂરી કામ માટે ઘરની બહાર ગયો અને ઘરથી 300 મીટર દૂર મારી કાર નીકળતી હોય તેવી વીડિયો બનાવવામાં આવી. હું આ કારમાં જ સવાર હતો, આ વીડિયો કોણ બનાવી રહ્યું છે, કેમ બનાવી રહ્યાં છે, તેની તપાસ પોલીસે કરવી જોઈએ. મેં દિલ્હી પોલીસને આ અંગે ફરિયાદ કરી છે.

સવાલ- તમારી ફેમિલી પર આ ઘટનાને લઈને શું અસર પડી છે?
(ભાવુક થઈને.... ) આ વાતને શબ્દોમાં જણાવવી ઘણી જ મુશ્કેલ છે. અમારા માટે આ ઘણો જ કઠિન સમય છે.

26 જૂને ટીવી ન્યૂઝ ડિબેટમાં પયંગબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરનાર 37 વર્ષની નૂપુર શર્મા ભાજપની રાષ્ટ્રીય પ્રવક્તા હતી. જેના બીજા દિવસે નૂપુર શર્માનું વિવાદિત નિવેદન સોશિયલ મીડિયામાં સર્ક્યૂલેટ થઈ ગયું. 10 દિવસ સુધી ભાજપ દ્વારા કોઈ કાર્યવાહી ન થઈ. અમે નૂપુર શર્મા સાથે વાતચીત કરી, પરંતુ તેમને વધુ વાત કરવાનો ઈનકાર કરી દીધ.ો

સવાલ- મોહમ્મદ સાહેબ પર વિવાદિત ટિપ્પણીવાળા વિવાદ પર તમારું શું સ્ટેન્ડ છે?
મેં મારું નિવેદન સાર્વજનિક કરી દીધું છે. હવે મને આ મુદ્દે કંઈજ કહેવું નથી. હું કોઈ પણ જાતની શરત વગર મારું નિવેદન પાછું લઈ રહી છું.

સવાલ- તમને આ વિવાદ પછી ઘણી ધમકીઓ મળી રહી છે?
મેં તેને લઈને પોલીસને વિગતવાર જાણકારી આપી દીધી છે. મારે આ સિવાય કંઈ જ નથી કહેવું. 'નો કમેન્ટ.'

અન્ય સમાચારો પણ છે...