• Gujarati News
  • National
  • Jijaji Cut His Throat With An Ax, Took His Head In A Sack And Reached The Police Station; Sister's Body Was Found Strangled

ખોટી શાનમાં કત્લેઆમ:કુહાડીથી જીજાજીનું ગળું કાપ્યું, માથું લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો; બહેનની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી

જબલપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂજા અને વિજેત લગ્ન પછીની તસવીર - Divya Bhaskar
પૂજા અને વિજેત લગ્ન પછીની તસવીર
  • જબલપુરના તિલવારાના રમનગરામાં બર્મન મહોલ્લાની ઘટના
  • બહેને ત્રણ માસ પહેલાં ભાગીને બીજી જાતિના યુવક સાથે લગ્ન કર્યા હતા

મધ્યપ્રદેશના જબલપુરમાં ખોટી શાનમાં પ્રેમ કહાનીનો દુખદ અંત આવ્યો છે. યુવતીના ભાઈએ જીજાજીની કુહાડીથી ગળું કાપીને હત્યા કરી દિધી છે. તેનું માથું કોથળામાં ભરીને બાઈકથી 7 કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સરેન્ડર કરી દિધું. તો આ ઘટનાને થોડાં સમય પછી પીયરમાં રહેતી તેની બહેન પંખા પર લટકતી મળી આવી હતી.

પોલીસે પ્રાથમિત તપાસમાં સ્પષ્ટ કર્યું કે યુવતીએ આત્મહત્યા કરી છે. ઘટના 11 માર્ચ સવારની છે. 3 મહિના પહેલાં જ આરોપીની બહેને ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. રવિવારે યુવતી એવું કહિને ઘરે આવી ગઈ કે તેનો પ્રેમી તેની સાથે મારપીટ કરે છે. તે આ સંબંધથી કંટાળી ગઈ છે. તેમ છતાં તેનો પતિ ત્યાં પહોંચી ગયો. તે તેને પરાણે પોતાની સાથે લઈ જવા માગતો હતો. જે બાદ જ આરોપીએ આ જઘન્ય હત્યા કરી હતી.

ઘટનાસ્થળથી ઘણે દૂર સુધી લોહી ટપકતું રહ્યું
તિલવારાના રમનગર બર્મન વિસ્તારમાં રહેતા મિંટુ ઉર્ફે ધીરજ શુક્લા (35 વર્ષ) તિલવારા પોલીસ સ્ટેશનમાં કોથળો લઈને પહોંચ્યો. કોથળામાંથી લોહી ટપકતું હતું. આ જોઈને પોલીસવાળા હેરાન થઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી. જે બાદ ખ્યાલ આવ્યો કે કોથળામાં કોઈનું માથું છે. પૂછપરછમાં ધીરજે જણાવ્યું કે તેને શંકરઘાટ તિલવારા નિવાસી વિજેત કશ્યપ (40 વર્ષ)ને પોતાના ગામ રમનગરામાં બર્મન વિસ્તારની પાસે આવેલા ખેતરમાં હત્યા કરી દિધી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો ખેતર નજીકથી પસાર થતા રોડ પર વિજેતનું ધડ મળી આવ્યું હતું. તેના હાથનો કપાયેલો પંજો પણ ત્યાં જ પડ્યો હતો.

આરોપીની બહેન પૂજાએ ઘર જવાનો વિરોધ કર્યો હતો
આરોપીની બહેન પૂજાએ ઘર જવાનો વિરોધ કર્યો હતો

વિજેત કશ્યપે 13 ડિસેમ્બર 2020માં ધીરજની બહેન પૂજા (19 વર્ષ)ને ઘરેથી ભગાડીને લગ્ન કર્યા હતા. પૂજાના પરિવારે 29 ડિસેમ્બર 2020નાં રોજ તિલવારા પોલીસ સ્ટેશનમાં તે ગુમ થઈ હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે 27 ફેબ્રુઆરી 2021નાં રોજ બંને પકડ્યા હતા. ત્યારે 19 વર્ષની પૂજાએ ઘરે પરત ફરવાનો ઈનકાર કર્યો હતો.

જે બાદ વિજેત તેની સાથે જબલપુરના ગઢામાં ભાડાના મકાનમાં રહેતો હતો. ગત રવિવારે પૂજા વિજેતનું ઘર છોડીને પોતાના પિયર આવી હતી. ગુરૂવારે વિજેત રમનગરા ગામ પહોંચ્યો હતો. આ દરમિયાન ધીરજ શુક્લાએ તેની હત્યા કરી હતી.

પૂજાએ આત્મહત્યા કરી, પહેલાં માળે પંખા સાથે લટકતો મૃતદેહ મળ્યો
વિજેતની હત્યા બાદ લોહીથી લથબથ સ્થિતિમાં ધીરજ ઘરે પહોંચ્યો. ત્યાં મોબાઈલ અને પર્સ બહેન પૂજાને આપીને તે બાઈક પર વિજેતનું માથું કોથળામાં લઈને પોલીસ સ્ટેશન જતો રહ્યો. બીજી બાજુ પૂજા દોડીને છત પર બનેલા રૂમમાં ગઈ. જ્યાં તેને લોખંડના દરવાજાને બંધ કર્યો અને સિંગલ બેડ પર ખુરસી રાખીને દુપટ્ટાનો ફંદો પંખા સાથે બાંધીને લટકી ગઈ

માતા બબલી ત્યાં પહોંચી તો પૂજાએ દરવાજો ન ખોલ્યો. બારીમાંથી જોયું તો તેના પગ લટકતા જોવા મળ્યા. જે બાદ કુહાડીથી દીવાલતોડીને લોખંડનો દરવાજો ખોલ્યો અને ફંદા પરથી દીકરીને ઉતારી. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. FSL ટીમે પોતાની પોતાની હાજરીમાં બબલી પાસેથી અંદરનો દરવાજો બંધ કરાવીને ખોલાવ્યો અને તે સાચું બોલે છે કે નહીં તેની તપાસ પણ કરી.

શરાબની તસ્કરીમાં પિતા જેલમાં બંધ છે આરોપી ધીરજના પિતા શિવરામ શુક્લા પણ દેશી શરાબ બનાવીને વેચે છે. એક મહિના પહેલાં જ તેની ધરપકડ કરીને જેલ મોકલવામાં આવ્યો હતો. ત્યારથી તેને જામીન મળ્યા નથી. વિજેત પણ શરાબ પીવા જ રમનગરા બર્મન વિસ્તારમાં આવતો હતો. આ દરમિયાન જ પૂજા સાથે તેની મિત્રતા થઈ હતી જે બાદ બંનેએ ભાગીને લગ્ન કર્યા હતા

એકમાત્ર પુત્ર હતો વિજેત
શંકરઘાટ રોડ તિલવારા નિવાસી વિજેત અને પૂજાના ઘરનું અંતર લગભગ ત્રણ કિલોમીટર જેટલું છે. વિજેત એકમાત્ર દીકરો હતો. તેની માતા સુરેખા કશ્યપનું પહેલાં જ નિધન થઈ ગયું હતું. પિતા સુરેન્દ્ર કશ્યપ ઉપરાંત ત્રણ બહેન ચાંદીન, શિવાની તથા શિલ્પા છે. ભાઈની હત્યાના સમાચાર મળતાં જ ઘટના સ્થળે પહોંચીને શિલ્પાએ જણાવ્યું પૂજાના પરિવારે આ લગ્ન સાથે સમજૂતી કરી હતી તેઓએ પોલીસ સ્ટેશનમાં લખીને આપ્યું હતું તેને આ લગ્ન સામે કોઈ વાંધો નથી.

બે ભાઈ વચ્ચે એક જ બહેન હતી પૂજા
તો પૂજા શુક્લા પણ માતા બબલી અને પિતા શિવરામ શુક્લાની એકમાત્ર દીકરી હતી. તેનાથી મોટો ભાઈ ધીરજ અને નાનો ભાઈ ચિંટુ ઉર્ફે લવકુશ શુક્લા છે. ધીરજે બે લગ્ન કર્યા હતા બીજી વખત તેને આદિવાસી યુવતી રાણી સાથે લગ્ન કર્યા છે. તેને ત્રણ મહિનાનો દીકરો અરમાન છે. પહેલી પત્ની અંજના શુક્લા તેને છોડીને ચાલી ગઈ હતી. જો કે તેના છુટાછેડા થયા ન હતા.

બહેનના લગ્ન બીજી જાતિમાં અને તેની સાથે મારપીટની વાતને લઈને ગુસ્સામાં હતો આરોપી ધીરજ
બહેનના લગ્ન બીજી જાતિમાં અને તેની સાથે મારપીટની વાતને લઈને ગુસ્સામાં હતો આરોપી ધીરજ