• Gujarati News
  • National
  • Jharkhand ATS Raids In Bihar, Maharashtra, Punjab, Rajasthan And Madhya Pradesh, 5 Arrested Including Head Constable

BSFના હથિયાર નક્સલીઓ સુધી પહોંચ્યા:બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઝારખંડ ATSના દરોડા, હેડ કોન્સ્ટેબલ સહિત 5 લોકોની ધરપકડ

રાંચી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશની સરહદોની સુરક્ષા માટે જવાબદાર BSFમાં હથિયારોની તસ્કરોએ ચોરી કરી છે. ઝારખંડ પોલીસના એન્ટી ટેરરિઝમ સ્કવોડ (ATS)એ BSFના જવાનની મદદથી નક્સલીઓએ અને ગેગસ્ટરના હથિયારોની સપ્લાઈ કરવા માટે આ ખેલનો પર્દાફાશ કર્યો છે.

ઝારખંડ ATSએ પાંચ રાજ્યો બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અલગ-અલગ ઠેકાણે દરોડા મારી 5 તસ્કરોની ધરપકડ કરી છે. જેમાં પંજાબના ફિરોઝપુરની BSF-116 બટાલિયનનો હેડ કોન્સ્ટેબલ કાર્તિક બેહરા પણ સામેલ છે. આ ઉપરાંત બિહારના સારણથી BSF-114 બટાલિયનના સ્વૈચ્છિક સેવાનિવૃત લેનારા અરુણકુમાર સિંહ, MPથી કુમાર ગુરલાલ ઓચવારે, શિવલાલ ધવનસિંહ ચૌહાન, હિરલા ગુમાન સિંહ ઓચવારે સામેલ છે. અરુણ આ ટોળકીનો માસ્ટરમાઇન્ડ છે.

9 હજાર કારતૂસ જપ્ત, અત્યાર સુધીમાં 9ની ધરપકડ
ઝારખંડ ATSના SP પ્રશાંત આનંદ અને IG અભિયાન એવી હોમકરે ગુરુવારે પ્રેસ કોન્ફ્રન્સ કરીને આ અંગે જાણકારી આપી. ધરપકડ કરાયેલા લોકોની પાસેથી 9 હજાર રાઉન્ડથી વધુ કારતૂસ, 14 હાઈ ટેક પિસ્તોલ, 21 મેગઝીન સહિત અનેક વસ્તુઓ જપ્ત થઈ. આ સમગ્ર અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં BSFના એક જવાન અને એક રિટાયર્ડ જવાન પણ સામેલ છે.

તસ્કરોની પાસેથી જપ્ત કરાયેલાં હથિયારો
તસ્કરોની પાસેથી જપ્ત કરાયેલાં હથિયારો

MP અને મહારાષ્ટ્રની બોર્ડર પર આખો સેટઅપ
IG અભિયાન એવી હોમકરે જણાવ્યું કે તેના નેક્સસના મુખ્ય કેન્દ્ર MP અને મહારાષ્ટ્રને જોડનારી બોર્ડર છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લા અને એમપીના બુરહાનપુર જિલ્લામાં તેમનો આખો સેટઅપ છે. અહીં હથિયાર બનાવનારી ફેક્ટરી પણ હતી. આરોપી અહીં હથિયાર તૈયાર કરીને પોતાના નેટવર્કના માધ્યમથી અલગ અલગ જગ્યાએ સપ્લાઈ કરી રહ્યાં હતા.

દેશભરમાં હથિયારોની સપ્લાઈ
IG હોમકરે કહ્યું કે આ ટોળકી ઝારખંડ સહિત સમગ્ર દેશમાં નક્સલીઓ અને સંગઠીત ગુનેગારોને હથિયારની સપ્લાઈ કરતા હતા. ATSના એસપી પ્રશાંત આનંદે જણાવ્યું કે આ ટોળકીના કિંગપિન BSFની 116 બટાલિયનથી સ્વૈચ્છિક સેવાનિવૃતિ લઈ ચુક્યા છે અરુણ કુમાર. ATSની ટીમે તેની પૂછપરછમાં જે સામે આવ્યું તેના આધારે અલગ અલગ જગ્યાએથી કેટલાંક લોકોની ધરપકડ કરી છે.

અન્ય એજન્સીઓએ પણ શરૂ કરી કાર્યવાહી
IGએ જણાવ્યું કે આ ટોળકી પાસેથી વધુ માહિતી મળી છે. તેના આધારે દેશની બીજી સુરક્ષા એજન્સીઓએ અનેક ઠેકાણાં પર દરોડા પાડ્યા છે. આ સમગ્ર અભિયાનના નેતૃત્વ ASP કપિલ ચૌધરી કરી રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...