તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝારખંડમાં અલગ 'ખંડ' માટે બબાલ:વિધાનસભામાં નમાજ માટે અલગ રૂમ મામલે BJP ધારાસભ્યોનો હોબાળો, સદનની અંદર લગાવ્યા જય શ્રીરામ અને હર-હર મહાદેવના નારા

રાંચી20 દિવસ પહેલા

ઝારખંડ વિધાનસભામાં નમાજ માટે અલગ રૂમ ફાળવવા બાબતે રાજકારણ ગરમાયું છે. મોનસૂન સત્ર દરમિયાન બીજા દિવસની કાર્યવાહી શરૂઆત થતા પહેલા વિધાનસભાની બહાર BJP ધારાસભ્યોએ મંજીરા સાથે ભજન કર્યા હતા. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને નાણાં મંત્રી રામેશ્વર ઉરાંવે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. બીજી તરફ ગૃહની કાર્યવાહી શરૂ થતા જ BJPના ધારાસભ્યોએ જય શ્રીરામ, હર-હર મહાદેવના નારા લગાવ્યા.

BJPના ધારાસભ્યોએ કહ્યું નમાજ માટે અલગ રૂમ એલોટ કરવાનો આદેશ વિધાનસભા અધ્યક્ષે પરત લેવો પડશે, તો જ વિધાનસભા ચાલી શકશે. બીજી તરફ કોંગ્રેસનું કહેવું છે કે આસ્થા પર રાજકારણ ન થવું જોઈએ. સમય મુજબ નમાજ અદા કરવા માટે રૂમ આપવામાં આવ્યો છે. આ મુદ્દાને BJP કારણ વગર ગૂચવી રહી છે. ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરે વિધાનસભા અધ્યક્ષ રવિન્દ્ર નાથ મહતોના આદેશ પર નમાજ માટે રૂમ નંબર TW-348 અલોટ કરવામાં આવ્યો હતો.

મનમાં આસ્થા હોય તો દરેક જગ્યાએ ભગવાન છે: CM હેમંત સોરેન
ગૃહની બહાર BJP ધારાસભ્યોના પ્રદર્શનને CM હેમંત સોરેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. તેમણે કહ્યું જ્યારે દળ પાસે કોઈ મુદ્દા નથી રહેતા ત્યારે આ જ પ્રમાણેનું આચરણ કરીને સદનના કામમાં રૂકાવટ લાવે છે. મનમાં જો આસ્થા હોય તો ભગવાન દરેક જગ્યાએ છે. મનમાં જો રાક્ષસ હોય તો દરેક જગ્યાએ દુશ્મન જ દુશ્મન દેખાય. આ પહેલાથી જ તેમનો પ્લાન હતો. આજે પ્રશ્નકાળ હતો. સરકાર દરેક પ્રશ્નનો જવાબ આપવા તૈયાર હતી.

BJP ધારાસભ્ય વિધાનસભાની બહાર વિરોધ વ્યક્ત કરી રહ્યા છે
BJP ધારાસભ્ય વિધાનસભાની બહાર વિરોધ વ્યક્ત કરી રહ્યા છે

ભાજપે સાપ્તાહિક વિરોધ કાર્યક્રમ બહાર પાડ્યો
ભાજપે આ મુદ્દે એક સપ્તાહના વિરોધની બ્લુપ્રિન્ટ જાહેર કરી છે. 6 સપ્ટેમ્બરના રોજ તમામ જિલ્લાઓમાં ધરણા થઈ રહ્યા છે. 7 સપ્ટેમ્બરે તમામ જિલ્લા મથકો પર ધરણા પ્રદર્શન યોજાશે અને રાજ્યપાલના નામે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. 8 સપ્ટેમ્બરે રાંચીમાં ઝારખંડ વિધાનસભા સામે ભાજપ ધરણા કરશે. આ ઉપરાંત પાર્ટીનું પ્રતિનિધિમંડળ 9 સપ્ટેમ્બરે રાજ્યપાલને મળશે અને સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી આપવામાં આવશે.

વિધાનસભા અધ્યક્ષનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું
રવિવારે આના વિરુદ્ધ BJP રસ્તા પર ઉતરશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં પાર્ટી કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષનું પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. સોમવારે પ્રદેશ અધ્યક્ષ દીપક પ્રકાશે ગોડ્ડામાં અને રઘુવર દાસે જમશેદ પુરમાં સરકારને ઘેરી અને આંદોલન ઝડપી કરવાની ચેતવણી આપી.

અન્ય સમાચારો પણ છે...