ઝારખંડના પૂર્વી સિંહભૂમમાં આવેલા ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટમાં અચાનક આગ લાગી છે. શનિવારે સવારે જોરદાર બ્લાસ્ટ થયો હતો, ત્યાર પછી પ્લાન્ટમાં આગ લાગી હતી. કંપનીના કોક પ્લાન્ટની બેટરી નંબર-6માં આ દુર્ઘટના થઈ છે, એમાં ગેસ લીક થવા લાગ્યો છે. ઘટના પછી આખી ફેક્ટરીમાં દોડાદોડી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 2 કર્મચારી પણ ઘાયલ થયા છે.
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આરએમએમ, સિન્ટર પ્લાન્ટ વન અને ટૂમાં દોડાદોડી થઈ ગઈ છે. દરેક કર્મચારીઓને ઈમર્જન્સીમાં બહાર કાઢવામાં આવ્યા છે. ત્યાર પછી કર્મચારીઓને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા છે. આજુબાજુના વિસ્તારોને પણ ખાલી કરાવવામાં આવ્યા છે.
બ્લાસ્ટ પછી દોડાદોડી થઈ
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આરએમએમ, સિન્ટર પ્લાન્ટ વન અને ટૂમાં દોડાદોડી થઈ ગઈ હતી. દરેક કર્મચારીને ઈમર્જન્સીમાં બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. ઘાયલ કર્મચારીઓને સામાન્ય ઈજા થઈ છે. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમની સારવાર ટાટા હોસ્પિટલમાં જ ચાલી રહી છે.
શહેરમાં સંભળાયો અવાજ
કંપની સંકુલમાં થયેલા વિસ્ફોટનો અવાજ સાકચી, કાશીડીહ, એગીક્રો સહિત ગોલમુરી, બર્મામાઈંસ અને બારીડીહ જેવા વિસ્તારોમાં પણ સંભળાયો છે. થોડીવાર માટે શહેરના લોકો ડરી ગયા હતા. કંપનીમાં બ્લાસ્ટ થયા પછી સાકચી અને બર્મામાઈંસ વિસ્તારમાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ત્રણ વર્ષ પહેલાં ટાટા સ્ટીલના ફર્નેસમાં જોરદાર બ્લાસ્ટ સાથે ગેસ લીક થતાં આગ લાગી હતી. આ વિસ્ફોટના કારણે પ્લાન્ટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. કંપની એડમિનિસ્ટ્રેશન તરફથી કહેવામાં આવ્યું છે કે સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.
કંપનીના મોટા ઓફિસરો પહોંચ્યા
કર્મચારીઓને પ્લાન્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ગેસ લીકેજને રોકવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટના પછી કંપનીના મોટા ઓફિસરો ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઘટનાની ઉચ્ચ સ્તરની તપાસ કરવામાં આવી રહી છે. હાલ પ્લાન્ટમાં ફરી પ્રોડક્શન શરૂ કરવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.