તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Jet Airways Will Now Fly Again After A 3 Year Hiatus; First Flight From Mumbai To Delhi

‘જેટ’ ફરી ઉડશે:3 વર્ષ થંભી ગયા બાદ હવે ફરી ઉડશે જેટ એરવેઝ; પહેલી ફ્લાઈટ મુંબઈથી દિલ્હી

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

અેપ્રિલ 2019થી બંધ જેટ એરવેઝની ફ્લાઈટો ફરી શરૂ થવાની છે. આશરે 3 વર્ષ સુધી થંભી રહ્યા બાદ એરલાઇન્સ 2022ના પ્રથમ ત્રિમાસિકથી તેની ડોમેસ્ટિક ફ્લાઈટોનું સંચાલન શરૂ કરશે. તેના પછી આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો શરૂ કરશે.

કાર્લરૉક જાલાન કન્સોર્ટિયમના સભ્ય મુરારી લાલ જાલાને સોમવારે આ માહિતી આપતાં કહ્યું કે પ્રથમ ફ્લાઈટ દિલ્હી-મુંબઈ વચ્ચે ઉડાન ભરશે. 3 વર્ષમાં 50થી વધુ અને 5 વર્ષમાં 100થી વધુ વિમાનોની ફ્લિટ તૈયાર કરવાની છે.

મુંબઈની જગ્યાએ આ વખતે હેડક્વાર્ટર દિલ્હીમાં રહેશે. ઉડ્ડયન ક્ષેત્રના ઈતિહાસમાં પહેલીવાર બે વર્ષથી વધુ સમય સુધી બંધ રહેલી એરલાઇન્સ ફરી શરૂ થઈ રહી છે.

કર્મીઓની ભરતી શરૂ થશે
જેટ એરવેઝના સીઈઓ કેપ્ટન સુધીર ગૌડ છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2022 સુધી તમામ કેટેગરીમાં 1000થી વધુ કર્મચારીઓની ભરતી શરૂ કરાશે. અમે પહેલાથી 150થી વધુ ફુલટાઇમ કર્મચારીઓની નિમણૂક કરી પણ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...