તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • JDU Will Contest 104 Seats And BJP 100 Seats, Kushwaha's RLSP Will Also Be Part Of NDA

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NDAમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી:104 બેઠક પર JDU અને 100 બેઠક પર ભાજપ ચૂંટણી લડશે, કુશવાહાની RLSP પણ બનશે NDAનો હિસ્સો

પટના7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચિરાગ પાસવાનની LJP 30 સીટ પર ચૂંટણી લડશે, જીતનરામ માંઝીની પાર્ટીને 4 બેઠક મળશે
 • RLSP 5 બેઠક સાથે વાલ્મીકિનગર લોકસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે

બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ NDAમાં બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. કુલ 243 બેઠક પૈકી JDU સૌથી વધારે 104 બેઠક પર તેના ઉમેદવાર ઉતારશે. ભાજપ 100 બેઠક પર ચૂંટણી લડશે. ચિરાગ પાસવાનની LJP 30 બેઠક પર ઉમેદવાર ઉતારશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેઠક વહેંચણીની આ ફોર્મ્યુલા લગભગ નક્કી છે. એમાં એક-બે બેઠકનો ફેરફાર થઈ શકે છે. તાજેતરમાં જ NDAનો હિસ્સો બનેલા જીતનરામ માંઝીનો પક્ષ 4 બેઠક પર ચૂંટણી લડશે. બીજી બાજુ, હવે મહાગઠબંધનનો હિસ્સો રહેલા ઉપેન્દ્ર કુશવાહા પણ NDAમાં પરત ફર્યા છે. તેમની પાર્ટી વિધાનસભાની 5 બેઠક પર તેના ઉમેદવાર ઊભા રાખશે.

વાલ્મીકિનગર લોકસભા બેઠક પરથી ઉપેન્દ્ર કુશવાહા લડે તેવી શક્યતા
વાલ્મીકિનગર લોકસભા બેઠક પર યોજાનારr પેટા-ચૂંટણીમાં RLSP પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા ચૂંટણી લડી શકે છે. આ બેઠક JDU સાંસદ વૈદ્યનાથ પ્રસાદ મહતોના અવસાનથી ખાલી થઈ છે. RLSP અગાઉ પણ NDAનો હિસ્સો હતો. વર્ષ 2019 લોકસભા ચૂંટણી અગાઉ મહાગઠબંધન સાથે ચાલી આવતી હતી.

કુશવાહા-નીતીશની મુલાકાત બાદ નક્કી થયું RLSPનું પુનરાગમન નક્કી થયું
નીતીશના NDAથી અલગ થયા બાદ RLSPએ NDAનો હિસ્સો બની હતી. આ વખતે RLSPને NDAમાં લાવવામાં નીતીશે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ ઉપેન્દ્ર કુશવાહા અને નીતીશ કુમાર વચ્ચે લાંબી મુલાકાત થઈ હતી. ત્યાર બાદ RLSPએ NDAમાં સામેલ થવાની વાત સ્વીકારી હતી.

ભાજપે પોતાના ખાતાની બેઠક આપી LJPને અટકાવ્યો
બીજીબાજુ ભાજપના નેતા કહે છે કે LJPને NDAમાં રાખવા માટે ભાજપે પોતાના હિસ્સાની કેટલીક બેઠકો આપી છે. કૃષિ વિધેયકના વિરોધમાં શિરોમણિ અકાલી દળે શનિવારે જ NDAથી અલગ થયુ છે. ભાજપ ઈચ્છતું નથી કે તેનો અન્ય કોઈ સહયોગી પક્ષ અલગ થાય, જેથી તેણે ચિરાગ પાસવાનને મનાવવા માટે પોતાના હિસ્સાની કેટલીક સીટ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો