ભારતીય સેનાએ ચીન બોર્ડર પર લાઇન ઑફ એક્ચુઅલ કન્ટ્રોલ (LAC) પર પોતાની એક્ટિવિટી વધારી દીધી છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, લદ્દાખમાં તૈનાત સેનાના જવાનો લગવાન ઘાટી અને તેના આસપાસના વિસ્તારોમાં ઘોડાથી પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ વિસ્તારમાં સામાન લઈ જવા માટે ખચ્ચરોનો ઉપયોગ કરી રહ્યા છે.
તો બીજી તરફ, સેનાના અમુક ફોટોઝ પણ સામે આવ્યા છે, જેમાં સૈનિકો ગલવાન વિસ્તારમાં ક્રિકેટ અને આઇસ હોકી રમી રહ્યા છે. ભારતીય સેનાએ આ જગ્યાઓનું નામ નથી જણાવ્યું, પરંતુ ઘણા મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે આ એ જ જગ્યા છે, જ્યાં જૂન 2020માં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી હતી.
સેનાએ કહ્યું- અમે અશક્યને શક્ય બનાવી શકીએ છીએ
ગલવાન ઘાટીમાં ઝપાઝપી પછીથી જ બન્ને દેશોની સેનાઓ એલર્ટ છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ખૂબ જ ઉંચાઈ દરાવતા આ ક્ષેત્રોમાં તૈનાત સૈનિકોની ટુકડીઓ શિયાળા વખતે ઘણી ગેમ્સ ઓર્ગેનાઇઝ કરે છે. આ સૈનિકોની ફિટનેસને જાળવવા રાખવા માટેની એક્સરસાઇઝ ગણાવી રહ્યું છે.
નીચે આપેલો ફોટોઝ ભારતીય સેનાની લેહ સ્થિત 14મી કોરે શેર કરી છે. તેઓએ લખ્યું છે કે પટિયાલા બ્રિગેડ ત્રિશૂલ ડિવિઝને પૂરા ઉત્સાહ અને શૌર્ય સાથે ઝીરોથી નીચેના તાપમાન અમે ખૂબ જ ઉંચાઈ ધરાવતા વિસ્તારમાં એક ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું. અમે અશક્ય વસ્તુઓને શક્યમાં ફેરવી દઈએ છીએ.
ચીને એક્સરસાઇઝના બહાને સૈનિકો તૈનાત કર્યા હતા
2020માં ચીને ઇસ્ટર્ન લદ્દાખના બોર્ડર વિસ્તારમાં એક્સરસાઇઝના બહાને તેના સૈનિકોને તૈતાન કર્યા હતા. આ પછી તે વિસ્તારમાં ઘણી જગ્યાઓ પર ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી. આન જવાબમાં ભારતીય સેનાએ પણ આ જ વિસ્તારમાં મોટી સંખ્યામાં સૈનિકોને તૈનાત કર્યા હતા.
હાલાત એટલા ખરાબ થઈ ગયા હતા કે 40 વર્ષ પછી પહેલીવાર LAC પર ગોળીબાર થયો હતો. આ દરમિયાન 15 જૂને ગલનાન ઘાટીમાં ચીની સેના સાથેની ઝપાઝપીમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. તો એવું પણ કહેવાય છે કે ચીનના 42 જેટલા જવાનો માર્યા ગયા હતા. જોકે આ વાત ચીન માનતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.