• Gujarati News
  • National
  • Jawani Jaaneman… After The Song I Said Bappi Da, Your Hindi Is Not Good, Then They Laughed: Asha Bhonsle

સ્મૃતિ શેષ:જવાની જાનેમન…ગીત બાદ મેં કહ્યું- બપ્પી દા, તમારી હિન્દી સારી નથી, તો તેઓ હસી પડ્યા: આશા ભોંસલે

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બૉલિવૂડને ડિસ્કોનો પરિચય કરાવનારા બપ્પી દાનું નિધન…કારકિર્દીમાં 5000 ગીત કમ્પોઝ કર્યા
  • 3 વર્ષની ઉંમરમાં તબલાં વગાડવાનું શરૂ કરી દીધું હતું ​​​​​​​

ઉમેશ કુમાર ઉપાધ્યાય | બૉલિવૂડમાં ડિસ્કોનો ટ્રેન્ડ લાવનારા સંગીતકાર અને ગાયક બપ્પી લહેરીનું 69 વર્ષની ઉંમરમાં મંગળવાર રાત્રે 11.45 વાગ્યે મુંબઈમાં નિધન થઈ ગયું. તેઓ છેલ્લા એક મહિનાથી દાખલ હતા, સોમવારે જ તેમને રજા આપવામાં આવી હતી. મંગળવારની રાત્રે તબિયત ખરાબ થતાં તેમને ફરી દાખલ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે તેમને કોરોના પણ થયો હતો. ડૉક્ટર્સ મુજબ તેમનું મૃત્યુ ઑબ્સટ્રક્ટિવ સ્લીપ એપ્નિયના કારણે થયું છે. તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે થશે. ગાયિકા આશા ભોંસલેએ બપ્પી દા સાથે જોડાયેલી વાતોને યાદ કરી......અનુસંધાન પાના નં. 9

ઉપલબ્ધિ : બે વાર ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂક્યા હતા બપ્પી દા બપ્પી દાનું સાચું નામ આલોકેશ લહેરી હતું. ત્રણ વર્ષની ઉંમરમાં તેમણે લતા દીદીના એક ગીતમાં ઊભા રહીને તબલા વાદન કર્યું હતું. ‘જખ્મી’થી ચર્ચામાં આવેલા બપ્પી દાએ ડિસ્કો ડાન્સર, હિમ્મતવાલા, શરાબી, ડાન્સ-ડાન્સ, સત્યમેવ જયતે, કમાન્ડો અને શબનમ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું. ચલતે-ચલતે મેરે યે ગીત…ના સંગીતકાર પણ બપ્પી દા જ હતા. તેમનું છેલ્લું ગીત ‘બાગી 3’ માટે ભંકસ હતું. 48 વર્ષની કારકિર્દીમાં તેમણે 5 હજારથી વધુ ગીત કમ્પોઝ કર્યા. તેમને બે વાર ફિલ્મફેર એવોર્ડ મળ્યો. હંમેશા ચશ્મા પહેરવા, ગળામાં સોનાની ચેન અને હાથમાં અંગુઠીઓ તેમની ઓળખ હતી. કિશોર કુમારના નિધનથી બપ્પી દા એટલા દુ:ખી થયા હતા કે સંગીત છોડવા માંગતા હતા. બાદમાં પિતાએ સમજાવતાં તેમણે ગીત ગોરી હૈ કલાઇયાં…ને સંગીત આપ્યું. જે હિટ રહ્યું. 2014માં તેમણે ભાજપ સાથે જોડાઈને રાજનીતિમાં પણ સક્રિય થયા હતા.

‘બપ્પી દા ખૂબ જ નરમદિલ હતા, રેકોર્ડિંગ દરમિયાન વારંવાર ટોકવું તેમના સ્વભાવમાં જ નહોતું’
‘બપ્પી દાની સાથે મેં 500થી વધુ ગીત ગાયાં છે. તેઓ ખૂબ જ નરમદિલનાં વ્યક્તિ હતા. વાત ઓછી જ કરતા હતા. તેમને દારૂ, સિગરેટ, પાન જેવી કોઈ ચીજની લત નહોતી. તેમની સૌથી સારી બાબત એ હતી કે ક્યારેય રેકોર્ડિંગમાં તકલીફ નહોતા આપતા. મેં તેમની સાથે આટલા ગીતો ગાયાં, પણ ક્યારેય કોઈ સમસ્યા નથી આવી. વારંવાર આવીને બોલવું, ટોકવું, ઓવું કંઈ પણ નહોતા કરતા. તેમના તમામ ગીત યાદગાર છે. બધા ખૂબ હિટ પણ થયા. જવાની જાનેમન…ગીતના છેલ્લા હિસ્સામાં મેં તેમને કહ્યું કે બપ્પી દા તમારો અવાજ સારો છે, આ હિસ્સો તમે ગાઈ લો. ગીત ગાઈ લીધા બાદ જ્યારે મેં બપ્પી દાને કહ્યું કે ગાઈ તો લો છો પણ તમારી હિન્દી સારી નથી, તેની પર તેઓ હસવા લાગ્યા. ડિસ્કો સ્ટેશન…માં મેં કંપન આપ્યું, તેમને ખૂબ સારું લાગ્યું. તેઓ બાળકો જેવું હસતા હતા. મેં કોરોના પહેલા તેમનું ગીત તેમના ઘરે જ રેકોર્ડ કર્યું હતું. આજે દીદીની દસમી હતી અને આ ખરાબ સમાચાર મળ્યા. એક શ્રેષ્ઠ ગાયિકા અને એક શ્રેષ્ઠ સંગીતકાર. બંને દસ દિવસની અંદર આપણને છોડી ગયા.’ - આશા ભોંસલે

અન્ય સમાચારો પણ છે...