તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Jashpur Lightning Strike Accident | Lightning Strike Kills Two Brother Among Three People In Chhattisgarh Jashpur

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છત્તીસગઢમાં આભ ફાટ્યું:ખેતરમાં કામ કરતા લોકો પર વરસાદ અને કરા સાથે વિજળી પડી, 2 ભાઈઓ સહિત 3ના મોત; 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

14 દિવસ પહેલા
 • કૉપી લિંક
અચાનક વાતાવરણમાં પલટો આવતા તમામ લોકો એક છાપરા નીચે ઊભા હતા, જ્યાં એમના છાપરા પર વિજળી પડી હતી. - Divya Bhaskar
અચાનક વાતાવરણમાં પલટો આવતા તમામ લોકો એક છાપરા નીચે ઊભા હતા, જ્યાં એમના છાપરા પર વિજળી પડી હતી.

છત્તીસગઢના જશપુરમાં સોમવારે બપોરના સમયે અચાનક ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા હતા. આ સમય દરમિયાન ખેતરમાં કામ કરતા લોકો પર વિજળી પડી હતી. આ દુર્ઘટનામાં 2 ભાઈઓ સહિત 3 લોકોના મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધા હતા.

મૃતકના પરિવારના સભ્યોએ શોક પ્રગટ કર્યો હતો
મૃતકના પરિવારના સભ્યોએ શોક પ્રગટ કર્યો હતો

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડૂમરકોના ગામમાં મરચાની લણણીનું કામ ચાલી રહ્યું હતું. ખેતરમાં 2 સગા ભાઈ રૂપેન્દ્ર (21) અને દિપક (17), નંદલાલ (18), મુકેશ તથા એની માતા, અભિષેક અને મરંગીપાઠ ગામનો એક યુવક કાર્ય કરી રહ્યો હતો. બપોરના લગભગ 2 વાગે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગામમાં ધોધમાર વરસાદની સાથે કરા પણ પડવા લાગ્યા હતા. જેનાથી બચવા માટે લોકો આસપાસમાં એક છાપરા નીચે ઊભા રહ્યા હતા. આ દરમિયાન આ છાપરા પર જ વિજળી ખાબકી હતી.

માતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી
આ દુર્ઘટનાને પગલે ખેતરમાં કામ કરી રહેલા રૂપેન્દ્ર, દિપક અને નંદલાલનું મોત થયું હતું. જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે એ અર્થે સન્નાના સામાજિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન મુકેશ અને એની માતાની હાલત ગંભીર જણાઈ હતી. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક કલેક્ટર મહાદેવ કાવરેએ મદદ માટે યોગ્ય ધનરાશિ ઉપલબ્ધ કરાવવાની વાત ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો