તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Janmabhoomi Trust Releases Picture Of Proposed Model Of Ram Temple, Peak Of The Temple Can Be Seen From Every Corner Of Ayodhya

8 તસવીરો દર્શાવે છે કેવું દેખાશે રામમંદિર:જન્મભૂમિ ટ્રસ્ટે રામ મંદિરની પ્રસ્તાવિત મોડલની તસવીર જાહેર કરી, અયોધ્યાના દરેક ખૂણેથી દેખાશે મંદિરનું શિખર

અયોધ્યા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રામ મંદિરના નવા મોડલની તસ્વીર.
  • રામ મંદિર 70 એકરમાં બનશે, ત્રણ એકરમાં મંદિર અને કોરિડોર હશે
  • 67 એકર જમીનમાં મ્યુઝિયમ, સીતા, લક્ષ્મણ, ભરત અને ભગવાન ગણેશનું મંદિર બનશે
  • શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે વર્ષ 1989માં રામ મંદિરનું મોડલ તૈયાર કરાવ્યું હતું

અયોધ્યામાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ભૂમિપૂજન કરશે. આ પહેલા મંગળવારે રામ મંદિરમોડલની તસ્વીર સામે આવી છે. 161 ફૂટ ઊંચા રામ મંદિરમાં પાંચમંડપ અને એક મુખ્ય શિખર છે. દાવો કરવામાં આવ્યો છે કે, અયોધ્યાના દરેક ખુણેથી આ મંદિર દેખાશે. વર્ષ 1989માં રામ મંદિર મોડલ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં રામ મંદિર જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે બદલાવ કર્યો છે. આ મંદિર સાડા ત્રણ વર્ષે બનીને તૈયાર થઇ થશે.

રામ મંદિરનો નકશો તૈયાર કરનાર ચીફ આર્કિટેક્ટ સોમપુરાના પુત્ર નિખિલ સોમપુરાએ જણાવ્યું હતું કે, મંદિરની આસપાસ 67 એકર જમીન હશે. પરંતુ, મંદિર 2 એકરમાં જ બનશે, બાકી 65 એકરની જમીન પર મંદિર પરિસરનો વિસ્તાર રહેશે.

રામ મંદિર માટે 12થી 14 ફૂટ ઊંચાઈનું પ્લેટફોર્મ બનાવવામાં આવશે.
રામ મંદિર માટે 12થી 14 ફૂટ ઊંચાઈનું પ્લેટફોર્મ બનાવવામાં આવશે.

એક અંદાજ પ્રમાણે, મંદિરમાં ભગવાનના દર્શન માટે એક દિવસમાં એક લાખ રામ ભક્ત પહોંચી શકે છે. જેને ધ્યાનમાં રાખીને મંદિરના મોડલમાં બદલાવ કરવામાં આવ્યો છે.

આ મંદિર નાગર શૈલીમાં બનશે. આમાં સિમેન્ટ કે સળિયાનો ઉપયોગ નહિ કરવામાં આવે.
આ મંદિર નાગર શૈલીમાં બનશે. આમાં સિમેન્ટ કે સળિયાનો ઉપયોગ નહિ કરવામાં આવે.

પહેલા મંદિરમાં બે ગુંબજ બનાવવાના હતા. મૂળ મોડલમાં બદલાવ કર્યા વગર હવે પાંચ ગુંબજ કરી દેવાયા છે. ગર્ભગૃહના 200 ફૂટ નીચેથી માટીનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જે જગ્યાએથી માટી મંદિરનું વજન સહન કરવામાં નબળી મળશે, તેની આગળથી મંદિરના આધારનું પ્લેટફોર્મ વધારી દેવામાં આવશે.

મંદિરમાં શ્રદ્ધાળુઓને બેસવા, પ્રાર્થના કરવા માટે મંડપ બનાવવામાં આવ્યો છે. પરિક્રમા માર્ગ પણ છે.
મંદિરમાં શ્રદ્ધાળુઓને બેસવા, પ્રાર્થના કરવા માટે મંડપ બનાવવામાં આવ્યો છે. પરિક્રમા માર્ગ પણ છે.

મંદિરના સિંહદ્વાર, રંગ મંડપ, નૃત્ય મંડળ, પૂજા કક્ષ અને ગર્ભગૃહની ઉપર પાંચેય ગુંબજ બનશે. શિલાપૂજન બાદ મશીન લગાવીને પાયાના ખોદકામનું કામ-કાજ શરુ કરવામાં આવશે. આ મંદિર લગભગ 318 સ્તંભ પર ઉભું થશે.

આ એક મંડપનું દ્રશ્ય છે. કોતરણીકામ કરેલ સ્તંભ પર મંડપને બનાવવામાં આવશે.
આ એક મંડપનું દ્રશ્ય છે. કોતરણીકામ કરેલ સ્તંભ પર મંડપને બનાવવામાં આવશે.

સમગ્ર મંદિરના નિર્માણમાં લગભગ 1.75 લાખ ઘન ફૂટ પથ્થરની જરૂરિયાત જણાવવામાં આવી છે. કારસેવકપુરમમાં મંદિર માટે પથ્થર ઘડવામાં આવ્યા છે, જેનાથી એક માળનું ભવન તૈયાર થઇ જશે. મંદિરના આધારસ્તંભના પ્લેટફોર્મને તૈયાર કરવામાં ત્રણથી ચાર મહિના જેટલો સમય લાગી શકે છે.

રામ મંદિર પરિસરમાં નક્ષત્ર વાટિકા બનાવવામાં આવશે. જેમાં દરેક નક્ષત્રથી જોડાયેલ છોડ હશે.
રામ મંદિર પરિસરમાં નક્ષત્ર વાટિકા બનાવવામાં આવશે. જેમાં દરેક નક્ષત્રથી જોડાયેલ છોડ હશે.

આ નાગર શૈલીમાં બનેલ અષ્ટકોણ મંદિર હશે. જેમાં ભગવાન રામની મૂર્તિ અને રામ દરબાર હશે. મુખ્ય મંદિરની આગળ -પાછળ સીતા, લક્ષ્મણ, ભરત અને ભગવાન ગણેશનું મંદિર હશે.

ભવ્ય મંડપનો એક નજારો.
ભવ્ય મંડપનો એક નજારો.

મંદિર નિર્માણ માટે રામ જન્મભૂમિ ન્યાસ અને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી પથ્થરોને મંગાવીને તેને ઘડવાનું કામ સપ્ટેમ્બર, 1990માં જ શરુ કરવામાં આવ્યું હતું.

રામ મંદિરની એક તસવીર
રામ મંદિરની એક તસવીર

70 એકર ભૂમિમાં ત્રણ એકરમાં મંદિર અને કોરિડોર બનશે. તે ઉપરાંત 67 એકર ભૂમિમાં કેટલાક મ્યુઝિયમ, માતા સીતા, લક્ષ્મણ, ભરત અને ભગવાન ગણેશનું મંદિર બનશે. સમગ્ર મંદિર પરિસર હરિયાળું હશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો