• Gujarati News
  • National
  • In Bihar's Jamui Raftar, Bike Scorpio Collides With Car, One Dead, Another Seriously Injured

બાઈક અથડાતા હવામાં યુવકનું મોત, VIDEO:બિહારનાં જમુઈમાં રફ્તારનો કહેર, બાઈક સ્કોર્પિયો કારની ટક્કર, એકનું મોત, બીજાને ગંભીર ઈજા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બિહારનાં જમુઈમાં દર્દનાક અકસ્માતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળ પર જ એક યુવકનું મોત થયું. જ્યારે બીજો યુવક હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જમુઈમાં સિકંદરા મેઈન રોડ પર લગમા નહેરની પાસે બાઈક અને સ્કોર્પિયો સામ સામે અથડાતા એક યુવકનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે અકસ્માત બાદ ભાગવા જતા કાર ચાલકને સ્થાનિક લોકોએ પકડવાનો પ્રયાસ કર્યો હતો.સીસીટીવીના દ્રશ્યોમાં દેખાય છે કે સફેદ કલરની સ્કોર્પિયો કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ઘટના એટલી ઘાતક હતી કે, બાઈક હવામાં ઉડીને ફંગોળાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકની હાલત નાજુક છે. જ્યારે ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિનું નામ અજીત કુમાર છે જેમની ઉંમર 24 વર્ષની હતી એવી જાણકારી મળી છે, અને ગંભીર રીતે ઘવાયેલા યુવકનું નામ છોટુ ઠાકુર છે.

માસીની બહેનના લગ્ન હતા
રોડ અકસ્માત અંગે મળતી માહિતી પ્રમાણે મૃતક અજીત કુમાર તેમની માસીની બહેનના લગ્નમાં જતા હતા. લગ્નની તૈયારીઓને લઈ યુવક પોતાના મિત્ર સાથે બાઈક પર જમુઈથી શાકભાજી લઈને પોતાના ગામ લોહરા જઈ રહ્યો હતો. આ દરમિયાન એક પૂરપાટ ઝડપે આવતી સ્કૉર્પિયો કાર લગમા નહેર પાસે બાઈકચાલક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર મારી હતી કે યુવક અજીત કુમારનું હવામાં ફંગોળાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.

અન્ય સમાચારો પણ છે...