ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જમ્મુ : રોહિંગ્યાઓની શોધખોળ શરૂ, 155 લોકોને સેન્ટરમાં પહોંચાડાયા

જમ્મુ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુંજવાંમાં આતંકી અથડામણ બાદ શોધખોળ અભિયાન

જમ્મુમાં ભઠિંડીના કિરયાની તળાવ અને સુંજવાંના વિસ્તારમાં વસેલા રોહિંગ્યા પરિવારોની ઓળખનું કામ ઝડપી કર્યું છે. પોલીસે શોધખોળ અભિયાન ઝડપી બનાવ્યું છે. પીએમ મોદીના જમ્મુ પ્રવાસથી ઠીક પહેલા સુંજવાંમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને સુરક્ષાદળોએ એપ્રિલ 22માં ઠાર માર્યા હતા. વિસ્તારમાં આતંકી સંગઠનોના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરવા માટે વિશેષ અભિયાન ચલાવાયું હતું જેમાં વિસ્તારમાં ગેરકાયદે રીતે રહેતા અપ્રવાસીઓને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ ઉપરાંત તંત્રના લોકો જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના આદેશ હેઠળ રોહિંગ્યા પરિવારોની માહિતી એકઠી કરી રહ્યા છે.

જમ્મુમાં ગેરકાયદે રીતે રહેતા 155 અપ્રવાસીઓ પાસે પાસપોર્ટ એક્ટની કલમ(3) હેઠળ કાયદેસરના દસ્તાવેજો નહોતા. ત્યારથી તે તમામ હીરાનગરના હોલ્ડિંગ સેન્ટરમાં છે. કિરયાની તળાવમાં રોહિંગ્યા વસતીમાં લાંબા સમયથી રહેતા મોહમ્મદનો આરોપ છે કે સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થી કાર્ડ છતાં રોહિંગ્યા પરિવારોની હેરાનગતિ કરાઈ રહી છે. એક મદરેસામાં ભણાવતા મોહમ્મદ કહે છે કે તે 15 વર્ષથી જમ્મુમાં રહે છે.

દેશમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરોઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમકોર્ટે તાજેતરમાં રોહિંગ્યાઓને દેશમાંથી કાઢી મૂકવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. જુદી જુદી અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે કહ્યું કે દેશમાં ગેરકાયદે રીતે રહેતા લોકોને નાગરિક ન માની શકાય. રોહિંગ્યાઓ મામલે એવું જ છે. સરકારે ગેરકાયદે રીતે રહેતા લોકોને કાઢી મૂકવાની કાર્યવાહી શરૂ કરવી જોઈએ. તેના માટે અન્ય પક્ષોને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. કાયદાને અનુરૂપ પ્રક્રિયાનું પાલન કરવામાં આવે.

21 કિ.મી. દૂર ટાપુ પર વસાવ્યા, ત્યાંથી ભાગ્યા
મ્યાનમારથી આવનારા રોહિંગ્યાઓએ બાંગ્લાદેશને સૌથી પહેલું ઠેકાણું બનાવ્યું. દક્ષિણ-પૂર્વ કોક્સ બજારના ગીચ શરણાર્થી કેમ્પમાં રહેતા 11 લાખ રોહિંગ્યાઓમાંથી 1,00,000 શરણાર્થીઓના રોકાવા માટે આ ટાપુ પર સુવિધાઓના નિર્માણ પર 2,688 કરોડ રૂ. ખર્ચાયા. કોક્સ બજાર મ્યાનમારના રખાઈ પ્રાંતની નજીક જ છે. 2017માં બાંગ્લાદેશે મુખ્ય જમીનથી 21 કિ.મી. દૂર ટાપુ પર લગભગ 1700 રોહિંગ્યાઓને વસાવ્યા પણ તે લોકો ત્યાંથી ભાગી ગયા. તેમનું કહેવું છે કે તેમને પરિવારોથી અલગ કરાઈ રહ્યા છે. હવે ત્યાં અમુક જ રોહિંગ્યા પરિવારો રહી ગયા છે. તે પણ કહે છે કે ટાપુ સુરક્ષિત નથી.

અન્ય સમાચારો પણ છે...